SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ યુગમાનાયાર્ચ નાગાર્જુન ત્રેવીસમા વાચનાચાર્ય થયા આર્ય નાગાર્જુન. તેઓ ઢંક નગરના ક્ષત્રિય સંગ્રામસિંહના પુત્ર હતા, તેમજ તેમની માતાનું નામ સુવ્રતા હતું. નાગાર્જુનના ગર્ભમાં આવતાંની સાથે જ એમની માતાએ સ્વપ્નમાં હજારો ફેણવાળો નાગ જોયો, એટલા માટે બાળકનું નામ નાગાર્જુન રાખવામાં આવ્યું. આચાર્ય પાદલિપ્તસૂરિના ચમત્કારોથી પ્રભાવિત નાગાર્જુન એમના સમયમાં પ્રસિદ્ધ રસાયણવત્તા હતા. તેઓ વિવિધ પ્રકારની વનસ્પતિઓના ઔષધીય ગુણધર્મોના પણ જાણકાર હતા. આપવામાં આવેલ કાળ તેમજ ક્રમને ધ્યાનમાં રાખી વિચારવાથી એવો આભાસ થાય છે કે વી. નિ. સં. ૮૨૬માં યુગપ્રધાનાચાર્ય સિંહના સ્વર્ગવાસકાળમાં આર્ય સ્કંદિલને વિશિષ્ટ પ્રતિભાશાળી તેમજ મોટા માની વાચકપદ પ્રદાન કરવામાં આવ્યું, તેમજ એ જ સમયે યુવા-મુનિ નાગાર્જુનને પચીસમા યુગપ્રધાચાર્યના પદે નીમવામાં આવ્યા. પછી લગભગ વી. નિ. સં. ૮૪૦ની આસપાસ વાચનાચાર્ય આર્ય સ્કંદિલના સ્વર્ગસ્થ થતા જ જ્યષ્ઠમુનિ હિમવાનને વાચનાચાર્યના પદે નિયુક્ત કરવામાં આવ્યા. હિમવાનના સ્વર્ગારોહણ પછી અન્ય વાચનાચાર્યના અભાવમાં નાગાર્જુનને જ યુગપ્રધાનાચાર્યને કાર્યભારની સાથે વાચનાચાર્યનું પદ પણ સોંપવામાં આવ્યું. આર્ય સ્કંદિલના પ્રકરણમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે મથુરામાં આર્ય સ્કંદિલે આગમ-વાચના કરી, એ વખતે નાગાર્જુને પણ, દક્ષિણા પથના શ્રમણસંઘને ભેગા કરી વલ્લભીમાં વાચના કરી. આ કથનથી નાગાર્જુન વડે આનુપૂર્વીથી વાચકપદ પ્રાપ્ત કરવાની વાતની સંગતિ પણ બરાબર બેસી જાય છે. યુગપ્રધાન-યંત્ર પ્રમાણે નાગાર્જુનના જીવનની મુખ્ય ઘટનાઓનો કાળક્રમ આ પ્રમાણે છે : જન્મ : વી. નિ. સં. ૭૯૩ | ગૃહસ્થપર્યાયઃ ૧૪વર્ષ દીક્ષા : વી. નિ. સં. ૮૦૭ સામાન્ય સાધુપર્યાય ઃ ૧૯ વર્ષ આચાર્યપદ : વી. નિ. સં. ૮૨૬ | આચાર્યપર્યાય : ૭૮ વર્ષ સ્વર્ગારોહણ વિ. નિ. સં. ૯૦૪ | પૂર્ણ આયુષ્ય ૧૧૧ વર્ષ [ ૩૧૮ દ696969696969696969696 જેન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૨)
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy