SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ એમણે શાંત-ધીર-ગંભીર સ્વરમાં તેણીને કહ્યું : “સુભિક્ષ ભાવિ સવિષે, પાર્ક મા કરૂ તદ્દવૃથા અર્થાત્ શ્રાદ્ધે ! હવે દુષ્કાળનો અંત નજીક જાણ. તું ભોજનમાં ઝેર મેળવીશ નહિ. કાલ સુધીમાં તો વિપુલ પ્રમાણમાં અન્ન ઉપલબ્ધ થશે.” ‘પરોપકારૈકવ્રતી મહાપુરુષોનાં વચન ખોટાં નથી હોતાં.' આ દેઢ વિશ્વાસથી શ્રેષ્ઠી-પત્ની ઈશ્વરીએ તરત જ હાજરમાં રહેલું ભોજન મુનિરાજને વહોરાવીને સંતોષ અનુભવ્યો. આર્ય વજ્રસેનના કથનાનુસાર બીજા જ દિવસે અનાજથી ભરેલાં ગાડા સોપારક નગરમાં આવ્યા. ભૂખથી બેહાલ દુકાળિયાઓના નિરાશ જીવનમાં નવીન આશાનો સંચાર થયો. આવશ્યક્તા પ્રમાણે દરેકને અશ મળવા લાગ્યું. આ જોઈ શ્રેષ્ઠીપત્ની ઘણી ખુશ થઈ. એણે શ્રેષ્ઠીને કહ્યું : “કાલે જો મુનિએ આપણને આશ્વસ્ત કર્યા ના હોત તો આજે આપણા કુટુંબનું એક પણ સદસ્ય જીવિત ન હોત. શ્રમણ-શ્રેષ્ઠ આપણે બધાને જીવનદાન આપ્યું છે, તો આ સ્થિતિમાં કેમ ન આપણે પણ જિનધર્મની શરણમાં જઈ પોતપોતાનાં જીવનને સફળ બનાવીએ !'' શ્રેષ્ઠીપત્ની ઈશ્વરીનો પરામર્શ બધાને ગમ્યો અને શ્રેષ્ઠી-દંપતીએ પોતાના ચારેય પુત્રો-ચંદ્ર, નાગેન્દ્ર, નિવૃત્તિ અને વિદ્યાધરની સાથે સંપૂર્ણ વૈભવનો ત્યાગ કરી નિગ્રંથ શ્રમણધર્મની દીક્ષા ધારણ કરી લીધી. ચારેય પુત્ર મુનિઓએ વિનમ્રતાથી એક પછી એક અંગશાસ્ત્રો અને પૂર્વોનું અધ્યયન કર્યું અને આચાર્યપદના અધિકારી થયા. આચાર્ય વજસેને પોતાની હયાતીમાં જ પોતાના આ ચારેય શિષ્યોને અલગ-અલંગ શ્રમણ-સમુદાય સોંપીને આચાર્યપદે નિમણૂક કરી. આર્ય ચંદ્રથી ચંદ્રકુળ, આર્ય નાગેન્દ્રથી નાઈલી શાખા (નાગેન્દ્રકુળ), આર્ય નિવૃત્તિથી નિવૃત્તિકુળ અને આર્ય વિદ્યાધરથી વિદ્યાધરકુળ નામનાં ૪ કુળ પ્રચલિત થયાં. ચંદ્રકુળ જ આગળ જતા ચંદ્રગચ્છના નામથી વિખ્યાત થયું. ચંદ્રાચાર્યનો જન્મ વી. નિ. સં. ૫૭૬, દીક્ષા વી. નિ. સં. ૫૯૩, ગણાચાર્યપદ વી. નિ. સં. ૬૨૦માં અને સ્વર્ગારોહણ વી. નિ. સં. ૬૪૩માં થયું. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) F ૭૭ ૨૯૯
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy