SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ તથા ઉપદેશ કરે છે અને પોતાના અંતેવાસીઓ પાસે પણ એ જ પ્રકારનું આચરણ કરાવે છે, એમને આચાર્ય કહેવામાં આવે છે. આચાર્યપદ માત્ર વિદ્વત્તાના આધારે નથી આપવામાં આવતું. આચાર્યના વ્યક્તિત્વમાં એવી અર્હતાઓ હોવી જોઈએ, જેનાથી જીવન સમગ્ર તેમજ સંપૂર્ણ લાગે. ‘દશાશ્રુતસ્કંધ સૂત્ર’માં આચાર્યની વિશેષતાઓનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાં આચાર્યની આઠ સંપદાઓ બતાવવામાં આવી છે, જે નિમ્નાંકિત છે : (૧) આચાર સંપદા (૨) શ્રુત સંપદા (૩) શરીર સંપદા (૪) વચન સંપદા (૫) વાચના સંપદા (૬) મતિ સંપદા (૭) પ્રયોગ સંપદા (૮) સંગ્રહ સંપદા. ઉપાધ્યાય : જૈનદર્શન જ્ઞાન અને ક્રિયાના સમન્વિત અનુસરણ પર આધારિત છે. સજ્ઞાનપૂર્વક આચરિત ક્રિયામાં શુદ્ધિની અનુપમ સુષમા પ્રસ્ફુટિત થાય છે. જે પ્રકારે જ્ઞાન-પ્રસૂતક્રિયાની ગરિમા છે, એ જ પ્રકારે ક્રિયા-પરિણત જ્ઞાનની પણ વાસ્તવિક સાર્થકતા છે. જૈનસંઘનાં પદોમાં આચાર્ય પછી બીજું પદ ઉપાધ્યાયનું છે. આ પદનો સંબંધ મુખ્ય રીતે અધ્યાપન સાથે છે. ઉપાધ્યાય શ્રમણોને સૂત્ર-વાંચન આપે છે. જિન-પ્રતિપાદિત દ્વાદશાંગ ગ્રંથોનો જે ઉપદેશ આપે છે, એમને (ઉપદેશ-શ્રમણ) ઉપાધ્યાય કહેવામાં આવે છે. ‘સ્થાનાંગ વૃત્તિ’માં ઉપાધ્યાયનો સૂત્રદાતાના (સૂત્ર વાંચનાદાતા) રૂપમાં ઉલ્લેખ થયો છે, એનું તાત્પર્ય એ છે કે સૂત્રોના પાઠોચ્ચારણની શુદ્ધતા, સ્પષ્ટતા, વિશદતા, અપરિવર્ત્યતા તથા સ્થિરતા બનાવી રાખવાના હેતુથી ઉપાધ્યાય પારંપરિક ભાષા તેમજ વૈજ્ઞાનિક વગેરે દૃષ્ટિઓથી અંતેવાસી શ્રમણોને મૂળપાઠનું સાંગોપાંગ શિક્ષણ આપે છે, જેનાથી આગમ પાઠને યથાવત્ બનાવી રાખવામાં ઘણી મદદ મળે છે. આગમ-ગાથાઓનું ઉચ્ચારણ કરી દેવું માત્ર પાઠ કે વાંચન નથી. અનુયોગ દ્વારમાં પદના શિક્ષિત, જિત, સ્થિત, મિત, પરિજિત, નામસમ, ઘોષસમ, અહીનાક્ષર, અત્યક્ષર, અત્યાવિદ્યાસર, અસ્ખલિત, અમિલિત, અવ્યત્યાક્રેડિત, પ્રતિપૂર્ણ, પ્રતિપૂર્ણ - ઘોષ તેમજ કંઠોષ્ઠ વિપ્રમુક્ત જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૨૦
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy