SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ બાળવા લાગી. પણ અનિત્ય ભાવથી ઓતપ્રોત મુનિએ પોતાના શરીરની સાથે મનને પણ સંપૂર્ણપણે નિશ્ચલ રાખ્યું અને અંતર્મુહૂર્તકાળમાં જ પોતાના ક્ષણભંગુર દેહને ત્યજીને સ્વર્ગે સિધાવ્યા. દેવોએ દિવ્ય જયઘોષની સાથે મુનિના ધેર્ય, વીર્ય અને ગાંભીર્યનું ગુણગાન કર્યું. દક્ષિણ ક્ષેત્રના જે માંગિયા નામના પર્વત ઉપર વજ સ્વામી અને એમના સાધુગણ અનશનપૂર્વક નિશ્ચલ આસનથી આત્મચિંતનમાં લીન હતા, એ જ પર્વતના નીચેના વિસ્તારમાં દેવતાઓ વડે ઉજવાઈ રહેલા મહોત્સવની દિવ્ય ધ્વનિ સાંભળી એક વૃદ્ધ સાધુએ વજ સ્વામીને એનું કારણ પૂછ્યું. આચાર્યો નવયુવાન-મુનિ દ્વારા તપતી શિલા ઉપર પાદપાગમન અનશન ગ્રહણ કરવું અને એના સ્વર્ગગમન આદિનો વૃત્તાંત સંભળાવતા કહ્યું કે - “આ મુનિના સ્વર્ગગમનના ઉપલક્ષ્યમાં દેવગણ મહોત્સવ ઉજવી રહ્યા છે.” નિતાંત નવવયના એ મુનિના અભુત આત્મબળથી પ્રેરણા લઈ બધા મુનિ ઉચ્ચ અધ્યવસાયો સાથે આત્મચિંતનમાં તલ્લીન - એકાગ્ર થઈ ગયા. એ મુનિઓની સામે વ્યંતર દેવોએ અનેક પ્રકારના ઉપસર્ગ હાજર કર્યા, પણ તે બધા મુનિઓએ પ્રલોભનોથી લેશમાત્ર પણ ચલિત થયા નહિ. વજ સ્વામીએ એમનાએ બધા મુનિઓની સાથે નજીકના બીજા પર્વતના શિખર પર જઈને ભૂમિનું પ્રતિલેખન કર્યું તેમજ ત્યાં એમણે પોત-પોતાનાં આસન જમાવ્યાં. ત્યાં આધ્યાત્મિક ચિંતન(સમાધિભાવ)માં રમમાણ એ બધા સાધુઓએ પોત-પોતાની અવધિ પૂરી કરી સ્વર્ગગમન કર્યું. - અનશનધારક પોતાના બધા શિષ્યોના દેહાંત પછી આર્ય વજ સ્વામીએ પણ એકાગ્ર અને નિષ્કપ ધ્યાનમાં લીન થઈ પોતાના પ્રાણ વિર્સજિત કર્યા. આ રીતે જિનશાસનની મહાન વિભૂતિ આર્ય વજ સ્વામીનું વી. નિ. સં. ૧૮૪માં સ્વર્ગગમન થયું. આચાર્યના સ્વર્ગવાસ સાથે જ દશમપૂર્વ અને ચતુર્થ સંહનન(અર્ધનારા સંતનન)નો છેદ થયો. આચાર્ય વજ સ્વામીનું જ્ઞાન કેટલું અગાધ હતું, એનો માપદંડ આજના યુગમાં અમારી પાસે નથી. જે પુણ્યાત્મા વજ સ્વામી એ જન્મ પછી તરત જ જાતિસ્મરણ જ્ઞાન મળી જવાના લીધે ધાવવાની જૈન ધર્મનો મોલિક ઇતિહાસ : (ભાગ-૨) D 9999999999£99 ૨૦૧]
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy