SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ જો એ વખતમાં આજની જેમ દૂષણયુક્ત વાતાવરણ હોત તો ચોક્કસપણે શિષ્યો વડે ગુરુના ધજાગરા ઉડાવી દેવામાં આવતા, પણ તે વિનયશીલ શિષ્ય ગુરુવાક્યને ઈશ્વરવાક્ય સમજતા હતા. સહજ મુદ્રામાં યથાજ્ઞાપતિ દેવ” કહીને બધા શ્રમણોએ ગુરુના આદેશને શિરોધાર્ય કર્યો. ત્યાર પછી આચાર્ય સિંહગિરિએ કેટલાક સ્થવિર સાધુઓ સાથે ત્યાંથી અન્યત્ર સ્થળે વિહાર કર્યો. વાચનાનો વખત થતા જ સાધુઓએ એક પાટલા ઉપર વજ મુનિનું આસન પાથરી એના પર વજ મુનિને બેસાડ્યા. બધાં સાધુઓએ એમની પ્રત્યે ઉચિત સન્માન દાખવી પોત-પોતાની જગ્યા લીધી. વજ મુનિએ એમને વાચના આપવી શરૂ કરી. પ્રત્યેક સૂત્રની, પ્રત્યેક ગાથાની સુચારુ રૂપે વિસ્તારપૂર્વક વ્યાખ્યા આપતા જઈને મુનિએ આગમોનાં નિગૂઢથી નિગૂઢ રહસ્યોને એ રીતે સરળતાથી સમજાવ્યા કે પ્રત્યેક સાધુના મગજમાં એમનો સ્પષ્ટ અર્થ કાયમ માટે કંડારાઈ ગયો. દરરોજ . શાસ્ત્રોની વાચનાનો કાર્યક્રમ ચાલતો રહ્યો. એમની પાસેથી શાસ્ત્રોની વાચના મેળવતી વખતે દરેક સાધુને અમૃત સમાન રસનો આસ્વાદ થયાની લાગણી થઈ. થોડા દિવસો પછી સિંહગિરિ પાછા ફર્યા. બધા શ્રમણોએ ગુરુને ભક્તિભાવે પ્રણામ કર્યા. ગુરુએ એમના શિષ્યોને પ્રશ્ન કર્યો : “કહો શ્રમણો ! તમારું આગમોનું અધ્યયન કેવું ચાલી રહ્યું છે?” બધા સાધુઓએ એકસાથે અત્યાધિક આનંદિત સ્વરમાં ઉત્તર આપ્યો : “ગુરુદેવ ! ગુરુકૃપાથી ઘણું જ સુંદર, અત્યંત વ્યવસ્થિત, સુચારુરૂપે વાચના ગ્રહણ કરતી વખતે અમને પરમાનંદની અનુભૂતિ થઈ રહી હતી. ભગવન્! હવેથી હંમેશ માટે આર્ય વજ જ અમારા વાચનાચાર્ય રહે.” અપાર સંતોષ અનુભવીને ગુરુએ કહ્યું : “પ્રત્યક્ષ અનુભવ વડે મેં આ બધું જાણી લીધું હતું. એટલા માટે આ બાળ-મુનિની અનુપમ ગુણ ગરિમાથી તમને બધાને અવગત કરાવવા માટે જ મેં જાણી જોઈને અહીંથી વિહાર કર્યો હતો.” અનેક રીતના તપના આચરણની સાથોસાથ મુનિ વજ સાધુસંઘને પણ વાચના આપતા રહ્યા અને પોતાના ગુરુ પાસે પણ અધ્યયન કરતા | ૨૬૪ 36969696969696969696969જેન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy