SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિ વજની પરીક્ષા લેવાના ઇરાદાથી ત્યાં એમના પૂર્વજન્મના મિત્ર જંભક દેવોએ પોતાની વૈક્રિય-શક્તિથી ઘોર ગર્જના કરતા ઘનઘોર વાદળોનું સર્જન કર્યું. વરસાદ પડવાનાં લક્ષણો જણાતાં આર્ય સિંહગિરિએ પોતાના શિષ્યો સહિત એ પર્વતની ગુફામાં ગયા. એમના ગુફામાં પહોંચતા-પહોંચતાં સુધીમાં તો વાદળોની ગડગડાટ ને વીજળીના ચમકારા સાથે મુસળધાર વરસાદ થવા લાગ્યો. થોડીવારમાં ચારેય તરફ પાણી-પાણી થઈ ગયું. વરસાદ બંધ ન થવાના લક્ષણ જોઈ સાધુઓએ ઉપવાસનું વ્રત ગ્રહણ કરી લીધું અને પરમ સંતોષની સાથે આત્મચિંતનમાં મગ્ન થઈ ગયા. સાંજ પડતા-પડતા વરસાદ બંધ પડ્યો. આથી આર્ય સિંહગિરિએ એમના શિષ્યો સાથે રાત એ જ ગુફામાં વિતાવી. બીજા દિવસે બપોરના ગાળામાં આર્ય વજ મુનિ એમના ગુરુ પાસેથી આજ્ઞા મેળવી ભિક્ષા માટે વસ્તી તરફ જવા લાગ્યા. થોડેક દૂર જવા પછી મુનિ વજીએ એક નાની અમથી સુંદર વસ્તી જોઈ ને એમણે ભિક્ષા માટે એક ઘરમાં પ્રવેશ કર્યો. આ ઘરમાંના અત્યંત મૃદુ-સૌમ્ય આકૃત્તિવાળા કેટલાક ભદ્રપુરુષોએ મુનિ વજને પ્રણામ કરી એમને કુષ્માંડપાક (કોળાનો હલવો) ભિક્ષામાં આપવા માટે આગળ વધ્યા. નાની ઉંમર હોવા છતાં પણ વિચક્ષણ વજ મુનિએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિએ વિચાર કરતા મનોમન વિચાર્યું કે - “આ દ્રવ્ય કુષ્માંડપાક, ક્ષેત્ર-માલવ પ્રદેશ, કાળ-ગ્રીષ્મકાળ અને ભાવની દૃષ્ટિએ અમ્લાન (મલિન નહિ એવા) ફૂલોના હાર પહેરેલા દિવ્ય દાનકર્તા, જેમના પગ હલન-ચલન દરમિયાન પૃથ્વીની સપાટીનો સ્પર્શ સુધ્ધાં નથી કરતા, એવી હાલતમાં ચોક્કસરૂપે આ લોકો મનુષ્ય નહિ, પણ દેવ હોવા જોઈએ. દેવતાઓ વડે આપવામાં આવેલ દાન સાધુ માટે કોઈ પણ પરિસ્થિતિમાં કલ્પનીય નથી માનવામાં આવ્યું.' આ રીતે જ્યારે એવું નક્કી થઈ ગયું કે આપવામાં આવનાર ભિક્ષા સદોષ છે, તો મુનિ વજએ સ્વીકાર નહિ કરવાના સ્વરમાં એ મનુષ્યરૂપ ધરેલા દેવોને કહ્યું : “ધુસદો ! આ કુષ્માંડપાક દેવપિંડનો હોવાને લીધે શ્રમણો માટે અગ્રાહ્ય છે.” વજમુનિના વિચક્ષણ બુદ્ધિકૌશલને જોઈને જંભક દેવ ઘણા અચંબામાં પડ્યા અને ખુશ થયા. એમણે વાસ્તવિક સ્વરૂપમાં પ્રગટ થઈ ન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) 2396969696969696969] ૨૦૧]
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy