SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભસૂચક શુભ-સ્વપ્નથી ધનગિરિ અને સુનંદાને વિશ્વાસ બેસી ગયો કે એમને એક અત્યંત સૌભાગ્યશાળી પુત્રરત્ન પ્રાપ્ત થવાનો છે. ગર્ભના વધવાની સાથે-સાથે સુનંદાનો આનંદ પણ વધવા લાગ્યો. “જ્ઞાતે તત્ત્વક સંસાર' આ ઉક્તિ પ્રમાણે જ્ઞાતતત્ત્વા વૈરાગી ધનગિરિના મનમાં સાંસારિક ભોગો પ્રત્યે કોઈ પણ રીતનું આકર્ષણ બાકી ન રહ્યું. તેઓ ઘર, પરિવાર અને વૈભવ આદિને દીર્ઘ બંધનકર્તા સમજતા હતા. એમણે આત્મકલ્યાણ માટે યોગ્ય અવસર આવેલો જોઈ પોતાની પત્નીને ખુશીમાં જોઈ એનો ફાયદો લેવાનું નક્કી કર્યું. ધનગિરિએ એક દિવસ સુનંદાને કહ્યું : “સરલે ! તું એ જાણે જ છે કે હું સાધનામાર્ગનો માર્ગ બની આત્મહિત-સાધના કરવા માગું છું. સદ્નસીબે તને તારા જીવનનિર્વાહ માટે જલદી જ પુત્ર મળવાનો છે. હવે હું પ્રવ્રજિત થઈ સ્વકલ્યાણ કરવા માંગુ છું. તારા જેવી સન્નારીઓ પોતાના પ્રિયતમના કલ્યાણમાર્ગને સુખકારી બનાવવા માટે મહાનથી પણ મહાન ત્યાગ આપવા માટે હંમેશાં ખુશી-ખુશી તૈયાર રહે છે. આથી તું મારા આત્મસાધનાના માર્ગમાં મદદનીશ બની મને પ્રવ્રજિત થવાની અનુમતિ આપ, આ મારી હાર્દિક ઇચ્છા છે.” આર્ય ધનગિરિના અંતસ્તલસ્પર્શી ઉદ્ગારોથી સુનંદાનું સુષુપ્ત આર્ય-નારિત્વ પોતાના સ્વરૂપમાં અચાનક જાગી ગયું. એણે શાંત, ધીમા પણ સુદઢ સ્વરમાં કહ્યું : “પ્રાણાધાર ! તમે ખુશી-ખુશી પોતાનો પરમાર્થ સિદ્ધ કરો. હું તમારા વડે અપાયેલા જીવનાધારના સહારે આર્યનારીને છાજે એવું ગૌરવપૂર્ણ જીવન ગાળી લઈશ.” સુનંદા પાસેથી અનુમતિ મેળવી ધનગિરિ મહાભિનિષ્કમણયાત્રા માટે ઘરેથી નીકળ્યા. એ વખતે સંજોગવશાત્ આર્ય સિંહગિરિ તુંબવનમાં પધારેલા હતા. ધનગિરિએ આચાર્ય સિંહગિરિની સેવામાં હાજર થઈ નિગ્રંથપ્રવ્રજ્યા ગ્રહણ કરી અને ગુરુચરણોમાં આગમોનો અભ્યાસ કરવાની સાથે-સાથે કઠોર તપનું આચરણ અને સંયમ-સાધના કરવા લાગ્યા. આર્ય વૈરાગ્યના રંગે એટલા બધા રંગાઈ ગયા હતા કે એમને એક પળ માટે પણ પત્નીની યાદ સુધ્ધાં ન આવી. ' સુનંદાએ ગર્ભાવસ્થાનો સમય પૂરો થતા વી. નિ. સં. ૪૯૬માં એક અત્યંત તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. અને આ સમાચાર જેને-જેને જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 9969696969696969696969 ૨૫૫ |
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy