SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુતઃ અમારા ગુરુ પ્રત્યક્ષ દેવ છે, એમને નતમસ્તક થઈ શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરો.” તાપસીના ભક્તોના આ રીતનાં કટાક્ષપૂર્ણ વચનોથી શ્રાવકોનાં અંતર્મન ઉપર ઊંડો આઘાત લાગ્યો. એ જ દિવસો દરમિયાન આર્ય સિંહગિરિના શિષ્ય અને આર્ય વજના મામા આર્ય સમિતિસૂરિનું અચલ-પુરમાં આવવાનું થયું. શ્રાવકોએ આર્ય સમિતને વંદન-નમન કર્યા પછી જમીન ઉપર ચાલવાની જેમ જ નદી ઉપર પણ ચાલવાફરવાની તાપસોની આખી ઘટના વર્ણવી. આર્ય સમિત થોડીવાર સુધી મૌન રહ્યા. શ્રાવકોએ ફરી નિવેદન કર્યું: “દેવ ! લોકોમાં જૈનમતનો પ્રભાવ ઓછો થતો જઈ રહ્યો છે, કૃપા કરીને કંઈક એવો ઉપાય કરો કે જેનાથી જૈન ધર્મનો પ્રભાવ વધે.” આર્ય સમિતસૂરિએ સસ્મિત સ્વરમાં કહ્યું: “તાપસ પાણી ઉપર ચાલે છે, એમાં તપસ્યાનો કોઈ પ્રભાવ નથી, આ તો એમની દ્વારા પગો ઉપર કરવામાં આવતા લેપનો પ્રભાવ છે. ભલા-ભોળા લોકોને વ્યર્થ જ ભ્રમમાં નાખવામાં આવી રહ્યા છે.” શ્રાવકોએ તાપસો દ્વારા ફેલાયેલા માયાજાળ અને ભ્રમને આમજનતામાં ખુલ્લો પાડવાનો દઢ સંકલ્પ કરી કુલપતિ સહિત બધા તાપસીને પોતાને ત્યાં ભોજન માટે આમંત્રિત કર્યા. જ્યારે બીજા દિવસે બધા તાપસો જમવા માટે શ્રાવકોને ત્યાં ગયા તો શ્રાવકોએ ગરમ પાણી વડે બધા તાપસોના પગ ધોવાના ચાલુ કર્યા. કુલપતિએ શ્રાવકોને રોકવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પણ શ્રાવકોએ એમની એક પણ વાત ન સાંભળી. “તમારા જેવા મહાત્માઓનાં ચરણકમળોને ધોયા વગર જો અમે તમને ભોજન કરાવીશું તો અમે બધા જ મહાન પાપના ભાગીદાર થઈ જઈશું.' આમ કહીને શ્રાવકોએ ઘણી તત્પરતાથી એ. બધા તાપસોના પગોને ખૂબ ચોળી-ચોળીને ધોઈ નાખ્યા. ભોજન પત્યા પછી તાપસ પોતાના આશ્રમ તરફ જવા માટે રવાના થયા. શ્રાવકોએ એમને સન્માનપૂર્વક વિદાય આપવાના બહાને હજારો સ્ત્રી-પુરુષોને ત્યાં પહેલેથી જ એકઠા કરી લીધા હતા. તાપસીની પાછળ વિશાળ જનમેદની જયઘોષ કરતી ચાલવા લાગી. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 963969696969696969699 ૨૪૩]
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy