SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહત્કલ્પભાષ્ય'ના ઉલ્લેખ પ્રમાણે સમ્રાટ બન્યા પછી બિંદુસારે એના પિતા પાસેથી મળેલ સામ્રાજ્યની હદોમાં અભિવૃદ્ધિ કરી. તે ઘણો ન્યાયપ્રિય, દયાળુ અને જૈન ધર્મ પ્રત્યે આસ્તિક પ્રજાવત્સલ સમ્રાટ હતો. એના શાસનકાળમાં પડેલા દુકાળના સમયે એણે દાનશાળાઓ અને સાર્વજનિક ભોજનશાળાઓ ખોલીને એની દુકાળગ્રસ્ત પ્રજાની ખુલ્લાહાથે મદદ કરી. બિંદુસારના દરબારમાં સેલ્યુકસના પુત્ર ઐટિઓકોસ પ્રથમના તરફથી ડાઈમૈક્સ નામનો યુનાનનો એક રાજદૂત રહેતો હતો. - બિંદુસારનું અપર નામ અમિત્રઘાત (શત્રુ-સંહારક) ઉપલબ્ધ થાય છે. એનાથી વિદ્વાનોએ અનુમાન લગાવ્યું છે કે એને લાંબા સમય સુધી યુદ્ધ કરવું પડ્યું હશે અને શત્રુઓ ઉપર વિજય મેળવવાને લીધે એને અમિત્રઘાત'ની ઉપાધિ મળી હશે. બિંદુસારના શાસનસમયમાં અંતિમ ચરણમાં એના સામ્રાજ્યના ઉત્તર-પશ્ચિમી પ્રદેશ તક્ષશિલામાં વિદ્રોહ ઉત્પન્ન થયો હતો. એ વિદ્રોહને દબાવવા માટે એક ઘણી મોટી સેનાની સાથે રાજકુમાર અશોકને મોકલવો પડ્યો. (ચાણક્યનું અવસાન) પોતાના પરમ અનુયાયી મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તના દેહાંત પછી ચાણક્યએ શ્રમણધર્મમાં દીક્ષિત થઈ આત્મકલ્યાણ કરવાનું નક્કી કર્યું હતું. પણ બિંદુસાર વડે વારંવાર વિનયપૂર્વક આગ્રહ કરવાના લીધે એમણે થોડા સમય સુધી મહામાત્યપદ ઉપર રહીને કાર્ય કરવાનું માન્ય રાખ્યું. હરહંમેશ મગધ સામ્રાજ્યના મહામાત્યપદને મેળવવાનાં સપનાં જોતો સુબંધુ નામનો એક અમાત્ય, રાજા, રાજ્ય અને પ્રજા ઉપર ચાણક્યના વર્ચસ્વ અને સર્વગામી પ્રભાવને જોઈને મનોમન ચાણક્યથી બળવા લાગ્યો, ઈર્ષા કરવા લાગ્યો. એણે યોગ્ય તક ઝડપીને યેન-કેન પ્રકારેણ બિંદુસારને ચાણક્યની વિરુદ્ધમાં ભડકાવવાનું શરૂ કર્યું. એક દિવસ સુબંધુએ બિંદુસારની સામે એની માતાના મૃત્યુની ઘટનાનું બઢાવી-ચઢાવીને એ રૂપે ચિત્ર પ્રસ્તુત કર્યું કે જાણે ચાણક્યએ જ બિંદુસારની માતાની હત્યા કરી હોય. આ રીતે બિંદુસારના મગજમાં ચાણક્ય પ્રત્યે રાગદ્વેષ પેદા કરવામાં અંતે સુબંધુ કામિયાબ થયો. બિંદુસારની આંતરિક ભાવનાઓને દૂરંદેશી મુત્સદ્દી ચાણક્ય તરત જ જિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 2969696969696969696969] ૧૯૦]
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy