SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન સૂત્ર'ની નિયુક્તિમાં નિર્યુક્તિકારે આચાર્ય સ્થૂળભદ્રને ભગવાનની ઉપમાથી અલંકૃત કરીને એમનાં નિમ્ન લિખિત શબ્દોમાં ગુણગાન કર્યા છે. ભગવંપિ ચૂલભદ્દો, તિખે ચંકમિઓ ન ઉણ છિન્નો | અગિસિહાએ નૃત્યો ચાઉમાસે ન ઉણ દો II સાધારણ બુદ્ધિવાળી વ્યક્તિ પણ નિર્યુક્તિની આ ગાથાને જોઈને એ જ કહેશે કે - “આ નિર્યુક્તિના કર્તા જો શ્રુતકેવળી ભદ્રબાહુ હોત તો એ એમના શિષ્યની ભગવાનતુલ્ય આ પ્રકારની સ્તુતિ નહિ કરતા.” ૨. ચતુદર્શ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ નિયુક્તિકાર નથી, આ પક્ષના પ્રબળ સમર્થનમાં બીજું પ્રમાણ એ છે કે – “આવશ્યક નિર્યુક્તિની ગાથા સંખ્યા ૭૬૨, ૭૬૩, ૭૭૩ અને ૭૭૪માં એવું સ્પષ્ટ રૂપથી બતાવવામાં આવ્યું છે કે - “વજસ્વામીના સમય વી. નિ. સં. ૫૮૪ (વી. સં.૧૧૪) સુધી “કાલિક સૂત્રોના પૃથક પૃથક અનુયોગના રૂપથી વિભાજન થયું ન હતું. વજ સ્વામી પછી દેવેન્દ્ર વંદિત આર્ય રક્ષિતે સમયના પ્રભાવથી એમના વિદ્વાન શિષ્ય દુર્બલિકા પુષ્યમિત્રની સ્મરણશક્તિના હાસને જોઈને સૂત્રોનું પૃથક્કરણ ચાર અનુયોગોના રૂપમાં કર્યું. પટ્ટાવલીઓમાં આર્ય રક્ષિતના વી. નિ. સં. ૨૯૭માં સ્વર્ગસ્થ થવાનો ઉલ્લેખ મળે છે. એવી દશામાં વી. નિ. સં. ૫૮૪ થી ૧૯૭ના વચ્ચે ચાર અનુયોગોના રૂપમાં કરવામાં આવેલા સૂત્રોના વિભાજનની ઘટનાનો ઉલ્લેખ શ્રુતકેવળી ભદ્રબાહુ દ્વારા કરવાનું સંભવિત અને બુદ્ધિગમ્ય નથી થઈ શકતું, કારણ કે એમનો વી. નિ. સં. ૧૭૦માં સ્વર્ગવાસ થઈ ચૂક્યો હતો. ૩. “આવશ્યક નિર્યુક્તિની ગાથા ૭૬૪ થી ૭૬૯ અને ૭૭૩ થી ૭૭૬માં વજ સ્વામીના વિદ્યાગુરુ સ્થવિર ભદ્રગુપ્ત, આર્ય સિંહગિરિ, શ્રી વજ સ્વામી, આચાર્ય તોસલિપુત્ર, આર્ય રક્ષિત, ફિલ્થ રક્ષિત આદિ શ્રુતકેવળી ભદ્રબાહુના પશ્ચાતુવર્તી આચાર્યોથી સંબંધિત વિવરણોના ઉલ્લેખની સાથે-સાથે વજઋષિને અનેક વખત વંદન-નમસ્કાર કરવામાં આવ્યા છે. એવી સ્થિતિમાં ચતુર્દશ પૂર્વધર ભદ્રબાહુને નિર્યુક્તિકાર કદાપિ માની નથી શકાતા. કારણ ૧૪૮ 96969696969696969696969] જેન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy