SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મથી વિપરીત આચરણની કટુ શબ્દોમાં ભર્ત્યના (વખોડવું) કરી. એનાથી ક્રોધિત થઈ શાંત્યાચાર્યના પ્રમુખ શિષ્યએ એમના કપાળ ઉપર દંડથી પ્રહાર કર્યો. પરિણામતઃ શાંત્યાચાર્યનું નિધન થઈ ગયું. એમના નિધન પછી વિક્રમ સં. ૧૩૬ (વી. નિ. સં. ૬૦૬)માં એમના શિષ્યોએ એમના શિથિલાચાર અનુસાર નવીન શાસ્ત્રોની રચના કરી શ્વેતાંબર સંઘની સ્થાપના કરી. વી. નિ. સં. ૬૦૬માં દિગંબર શ્વેતાંબર મતભેદ પ્રારંભ થયો, એવી દિગંબર સંપ્રદાયની સર્વસંમત માન્યતા છે. અતઃ એના આધારે દેવસેન દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી ઉપર્યુક્ત માન્યતાને દિગંબર પરંપરાની માન્યતા સંખ્યા ૧ના નામથી અભિહિત કરી શકાય છે દિગંબર માન્યતાના અન્ય ગ્રંથો - આચાર્ય હહિરષણ રિચત બૃહત્કથા કોશ’ રત્નનંદિ રચિત ‘ભદ્રબાહુ ચરિત્ર’, ૨૫ધૂ રચિત ‘મહાવીર ચિરત’ આદિમાં આચાર્ય ભદ્રબાહુનો જીવન-પરિચય ભિન્ન-ભિન્ન રૂપમાં આપવામાં આવ્યો છે. દિગંબર પરંપરાના વિભિન્ન ગ્રંથો અનુસાર વિભિન્ન કાળમાં ભદ્રબાહુ નામના નિમ્નલિખિત ૫ આચાર્ય થયા છે : ૧. અંતિમ શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુ, જેમનો સ્વર્ગવાસ વી. નિ. સં. ૧૬૨માં થયો અને જે ભગવાન મહાવીરના ૮મા પટ્ટધર હતા. ૨. ૨૯મા પટ્ટધર આચાર્ય ભદ્રબાહુ (અપરનામં યશોબાહુ) જે આઠ અંગોના ધારક હતા અને જેમનો કાળ વી. નિ. સં. ૪૯૨ થી ૫૧૫ સુધી માનવામાં આવ્યો છે. ૩. પ્રથમ અંગધર આચાર્ય ભદ્રબાહુ જેમનો કાળ વી. નિ. સં. ૧૦૦૦ની આસપાસનો અનુમાનિત કરવામાં આવે છે. ૪. નંદિસંઘ બલાત્કાર ગણની પટ્ટાવલી અનુસાર આચાર્ય ભદ્રબાહુ જેમનો આચાર્યકાળ વી. નિ. સં. ૬૦૯ થી ૬૩૧ માનવામાં આવ્યો છે. ૫. નિમિત્તજ્ઞ ભદ્રબાહુ જે એકાદશાંગીના વિચ્છેદ પછી થયા. શ્રુતસ્કંધના કર્તા અનુસાર એમનો સમય વિક્રમની ત્રીજી શતાબ્દી બેસે છે. કારણ કે વી. નિ. સં. ૬૮૩માં એકાદશાંગીનો વિચ્છેદ થઈ જવા પછી એમનો ઉલ્લેખ આપવામાં આવ્યો છે. ૧૪૪ ૭૭૭ © જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy