SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ બીજના ચંદ્રની જેમ ક્રમશઃ વધતા બાળક મણકે આઠમા વર્ષમાં પદાર્પણ કર્યો અને પોતાનાં સમવયસ્ક બાળકોની સાથે રમવાની સાથે અધ્યયન પણ કરવા લાગ્યો. બાળક મણક પ્રારંભથી જ ઘણો ભાવુક અને વિનયશીલ હતો. એણે એક દિવસ પોતાની માતાને પ્રશ્ન કર્યો : “મારી સારી માતા ! મેં મારા પિતાને ક્યારેય નથી જોયા, બતાવો મારા પિતા કોણ અને ક્યાં છે ?” માતાએ પોતાની આંખોમાં ઉભરાતા અશ્રુસાગરને બળપૂર્વક રોકીને ધૈર્યની સાથે કહ્યું : “વત્સ ! જે સમયે તુ ગર્ભમાં હતો, એ વખતે તારા પિતાએ શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી લીધી હતી. એકાકિની મેં જ તાજું પાલન-પોષણ કર્યું છે. પુત્ર ! જે પ્રકારે તેં તારા પિતાને નથી જોયા, ઠીક એ જ રીતે તારા પિતાએ પણ તને નથી જોયો. તારા પિતા સસ્થંભવ ભટ્ટ છે. જે સમયે તું ગર્ભમાં આવ્યો હતો, એ સમયે એમણે એક યજ્ઞનું અનુષ્ઠાન પ્રારંભ કર્યું હતું. એ જ સમયે બે જૈન શ્રમણ આવ્યા અને એમના કહેવામાં આવવાથી, તારા પિતા એમની પાછળ-પાછળ જઈ મારો અને પોતાના ઘર-દ્વારનો પરિત્યાગ કરી જૈન-શ્રમણ-દીક્ષા ગ્રહણ કરી લીધી. આ જ કારણ છે કે તમે પિતા-પુત્ર પરસ્પર એકબીજાને હજી સુધી જોઈ નથી શક્યા.’ માતાના મોઢામાંથી પોતાના પિતાનો આખો વૃત્તાંત સાંભળી બાળક મણકના હૃદયમાં પોતાના પિતા સËભવ આચાર્યને જોવાની ઉત્કટ અભિલાષા જાગી ઊઠી. અને એક દિવસ પોતાની માતાને પૂછીને તે પોતાના પિતાને મળવા માટે ઘરેથી નીકળ્યો. આર્ય સËભવ એ દિવસોમાં પોતાના શિષ્ય-સમુદાયની સાથે વિવિધ ગ્રામ-નગરોમાં વિહાર કરતા-કરતા ચંપાપુરીમાં પધાર્યા હતા. સુયોગથી બાળક મણક પણ પિતાની શોધમાં ફરતો-ફરતો ચંપા નગરીમાં જઈ પહોંચ્યો. વાસ્તવમાં જેની જે સાચી લગન હોય છે, તે અંતે (છેવટે) તો પૂરી થઈને જ રહે છે. પુણ્યોદયથી મણકની મનોકામના પૂર્ણ થઈ ગઈ. એણે નગરીની બહાર શૌચ-નિવૃત્તિ માટે આવેલા એક મુનિને જોયા. ‘અવશ્ય જ આ મારા પિતાના સહયોગી મુનિ હશે.' એવો વિચાર આવતાની સાથે જ સહસા મણકના હૃદયમાં ઘણી પ્રસન્નતા થઈ. એણે મુનિ પાસે જઈને ઘણા વિનયથી એમને વંદન કર્યાં. મુનિ પણ કમળ-નયન સુંદર આકૃતિવાળા બાળકને જોઈને સહજ સ્નેહભરી દૃષ્ટિથી એની તરફ જોવા જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૩૭૭, ૧૨૯
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy