SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભવની દીક્ષા અને સાધના ઘરે પહોંચીને પ્રભવકુમારે પોતાનાં કુટુંબીઓ પાસે આજ્ઞા મેળવી અને બીજા જ દિવસે પોતાના ૫૦૦ સાથીઓની સાથે સુધર્મા સ્વામીની સેવામાં ઉપસ્થિત થઈ આર્ય જમ્મૂ પછી એમના ૨૬ આત્મીયજનો અને પોતાના ૫૦૦ સાથીઓની સાથે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી લીધી. આ પ્રમાણે ડાકુઓ અને લૂંટારાઓના અગ્રણી પ્રભવ, સાધકોના અગ્રણી પ્રભવ સ્વામી બની ગયા. કેટલાક ગ્રંથકાર જમ્મૂ પછી કાલાન્તરમાં પ્રભવનું દીક્ષિત થવું માને છે, પણ આ સંબંધમાં કોઈ નક્કર પ્રમાણ (પુરાવો) ઉપલબ્ધ નથી મળતો. દીક્ષાગ્રહણના સમયે આર્ય પ્રભવની અવસ્થા ૩૦ વર્ષની હતી. આર્ય પ્રભવ વિવાહિત હતા કે અવિવાહિત, એના વિષયમાં ક્યાંયે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ઉપલબ્ધ નથી થતો. દીક્ષાગ્રહણ પછી આર્ય પ્રભવે વિનયપૂર્વક આર્ય સુધર્મા સ્વામી અને આર્ય જમ્મૂ સ્વામી પાસે ૧૧ અંગો અને ૧૪ પૂર્વોનું સમ્યક્ રૂપથી અધ્યયન કર્યું અને અનેક પ્રકારની કઠોર તપસ્યાઓ કરીને તપસ્યાની પ્રચંડ અગ્નિમાં પોતાના કર્મસમૂહને ઇંધણની જેમ સળગાવવા લાગ્યા. દીક્ષિત થયા પછી આર્ય સુધર્મા સ્વામીની સેવામાં રહીને સાધકના રૂપમાં શ્રમણ ધર્મનું પાલન કર્યું ત્યારબાદ વિ. નિ. સંવત ૬૪માં આર્ય જમ્મૂ સ્વામીએ એમને આચાર્યપદ પ્રદાન કર્યું. પોતાના આત્માના ઉદ્ધારની સાથે પ્રભવ સ્વામીએ યુગપ્રધાન આચાર્યના રૂપમાં ભ. મહાવીરના શાસનની ઘણી નિષ્ઠાપૂર્વક મહત્ત્વપૂર્વક સેવા કરી. ઉત્તરાધિકારી માટે ચિંતન એક વખત રાત્રિના સમયે આચાર્ય પ્રભવ સ્વામી યોગસમાધિ લગાવીને ધ્યાનમગ્ન હતા, શેષ બધા સાધુ નિદ્રામાં સૂઈ રહ્યા હતા. અર્ધરાત્રિ પછી ધ્યાનની પરિસમાપ્તિએ એમના મનમાં વિચાર આવ્યો કે - ‘એમના પછી ભ. મહાવીરના સુવિશાળ ધર્મસંઘના સમ્યફ્રૂપેણ સંચાલન કરવાવાળો પટ્ટધર બનવા કોણ યોગ્ય છે ?' એમણે શ્રમણસંઘના પોતાના બધા સાધુઓની તરફ ધ્યાન આપ્યું, પણ એમનામાંથી એક પણ સાધુ એમને પોતાની અભિલાષાને અનુકૂળ ન લાગ્યો. ત્યાર બાદ એમણે પોતાના સાધુસંઘથી ધ્યાન હટાવીને જ્યારે બીજી કોઈ યોગ્ય વ્યક્તિને શોધવા માટે શ્રુતજ્ઞાનનો ઉપયોગ કર્યો, તો એમણે પોતાના જ્ઞાનબળે જોયું કે - ‘રાજગૃહ નગરમાં વત્સ-ગોત્રીય બ્રાહ્મણ સમ્બંભવ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૩ ૩૭૭૭ ૧૨૩
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy