SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસન્ન થાય છે, કારણ કે પુત્ર દ્વારા કરવામાં આવેલ તર્પણના માધ્યમથી એમનો મહાન ઉપકાર થાય છે. વિચક્ષણ પુરુષોનું એવું કથન લોક-વિદ્યુત છે કે પિતૃઋણથી ઉન્મુક્ત (પુત્ર ઉત્પન્ન કરવાવાળી) વ્યક્તિ મૃત્યુ પછી સ્વર્ગમાં નિવાસ કરે છે. લોકોક્તિ પ્રસિદ્ધ છે કે અપુત્રની ગતિ નથી થતી, એને સ્વર્ગની પ્રાપ્તિ નથી થતી.” જબૂકુમારે પ્રભવની યુક્તિનો ઉત્તર આપતા કહ્યું : “પ્રભવ ! તે પિતૃઋણથી ઉન્મુક્ત વ્યક્તિ સંબંધમાં સ્વર્ગપ્રાપ્તિની જે વાત કહી છે, તે સાચી નથી. મૃત્યુ પછી અન્ય ભવમાં ઉત્પન્ન પિતાનો ઉપકાર કરવાની બુદ્ધિથી કરવામાં આવેલ કાર્ય દ્વારા પુત્ર ક્યારેક-ક્યારેક મોટો અપકાર પણ કરી નાખે છે, જ્યારે કે બીજા ભવમાં ગયેલા પિતાને પુત્રની તરફથી વાસ્તવમાં કોઈ પણ પ્રકારની શાંતિ નથી મળતી, કારણ કે બધાં પ્રાણીઓને સ્વયં દ્વારા કરવામાં આવેલાં શુભાશુભ કર્મોનું જ સુખ અને દુઃખરૂપ ફળ પ્રાપ્ત થાય છે, નહિ કે કોઈ બીજા દ્વારા કરવામાં આવેલ કર્મનું. પિતાના મૃત્યુ પછી પુત્ર દ્વારા એની તૃપ્તિ અથવા શાંતિ માટે કરવામાં આવેલ કાર્યથી મૃતપ્રાણીને તૃપ્તિ અથવા શાંતિ તો કોઈ પણ દશામાં નથી મળી શકતી. પ્રત્યક્ષ દેખાય છે કે એક ગ્રામાન્તરમાં રહેલા એક મિત્રની પણ શ્રાદ્ધમાં બ્રાહ્મણોને ખવડાયેલા ભોજનથી તૃપ્તિ નથી થતી, તો પછી લોકાત્તરમાં સ્થિત જીવની આ પ્રકારના તર્પણથી તૃપ્તિ કેવી રીતે થઈ શકે છે ? જળ આદિ તર્પણથી તૃપ્તિના વિપરીત ક્યારેક કીડા અથવા કીડી જેવાં નાનાં-નાનાં જંતુઓના રૂપમાં ઉત્પન્ન થયેલા પિતાને પુત્ર દ્વારા એમના તર્પણહેતુ છાંટવામાં આવેલા જળથી મૃત્યુ આદિનું કષ્ટ અવશ્ય થઈ શકે છે. લોકધર્મની અસંગતિ સંબંધમાં હું તને એક દષ્ટાંત સંભળાવું છું. (મહેશ્વરદત્તનું આખ્યાન) કોઈ એક સમયે તામ્રલિપ્તિ નામક નગરમાં મહેશ્વરદત્તા નામક એક સાર્થવાહ (વણિક) રહેતો હતો. એના પિતા સમુદ્રદત્ત અત્યંત છળકપટ અને લોભવૃત્તિના કારણે મૃત્યુ પામીને એ જ નગરમાં મહિષ (પાડો)ની યોનિમાં ઉત્પન્ન થયો અને મહેશ્વરદત્તની માતા પણ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 9969696969696969999 ૧૧૦ |
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy