SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ સંધ્યાના સમયે તે ગોપયુવક સ્નાનાદિથી નિવૃત્ત થઈ સુંદર વસ્ત્રાભૂષણ પહેરીને એ ગણિકાના ઘરની તરફ ચાલવા લાગ્યો. એક દેવીએ અનુકંપાવશ એ યુવકને એ ઘોર અનાચારથી બચાવવા માટે સવત્સા ગાયનું રૂપ ધારણ કર્યું અને માર્ગમાં વચ્ચોવચ બેસી ગઈ. માર્ગમાં એ યુવકનો એક પગ માર્ગમાં પડેલા માનવમળથી લિપ્ત થઈ ગયો. એ વ્યક્તિએ મળથી ખરડાયેલો પોતાનો પગ પેલા વાછરડાની પીઠ પર લૂછી નાખ્યો. મનુષ્યની ભાષામાં બોલતાં એ વાછરડાએ પોતાની માતાને પૂછ્યું: “મા! તે એવો કેવો પુરુષ છે, જે વિણ(મળ)થી ખરડાયેલો પોતાનો પગ મારા શરીરથી લૂછી રહ્યો છે?” ગાયે પણ મનુષ્યની વાણીમાં ઉત્તર આપ્યો : “વત્સ ! આ નિકૃષ્ટ નરાધમ ઉપર ક્રોધ ન કરીશ. આ અભાગિયો તો પોતાની માતાની સાથે સંભોગ કરવા જઈ રહ્યો છે. આ પ્રકારનું દુષ્કૃત્ય કરવાવાળો માનવ જો તારા શરીર પર પોતાના વિષ્ટા-લિપ્ત પગ લૂછે તો એ કંઈ આશ્ચર્યની વાત નથી.” આમ કહી ગાય પોતાના વાછરડાની સાથે અંતર્ધાન(અદેશ્ય) થઈ ગઈ. પશુઓના મોઢે અશ્રુતપૂર્વ માનવભાષા સાંભળી ગોપયુવકને આશ્ચર્યની સાથે-સાથે એમની વાતની પ્રામાણિકતા ઉપર પણ વિશ્વાસ થયો. એણે વિચાર કર્યો કે - ડાકુ લોકોએ એની માતાનું અપહરણ કર્યું હતું. સંભવ છે કે તે ગણિકા બની ગઈ હોય.” ક્ષણભરના ઊહાપોહ પછી એણે નિશ્ચય કર્યો કે - “તે એ ગણિકાની પાસે જઈ વાસ્તવિકતાની તપાસ અવશ્ય કરશે.' - પોતાના નિશ્ચય અનુસાર ગોપયુવક એ ગણિકાના ઘરે પહોંચ્યો. ચતુર ગણિકાએ એ યુવકની સમક્ષ સ્વાદિષ્ટ ખાન-પાન પ્રસ્તુત કરી નૃત્ય-સંગીત આદિથી એનું મનોરંજન કરવાનો ઉપક્રમ કર્યો. યુવાગોરે કહ્યું : “આ બધું રહેવા દો. બધાથી પહેલા તમે મને એ કહો કે તમે કોણ છો અને ક્યાંના રહેવાસી છો?” | ગણિકાએ ઉત્તર આપ્યો : “તરુણ ! તેં મારા જે ગુણો પર મુગ્ધ થઈ શુલ્કના રૂપમાં વિપુલ ધન આપ્યું છે, એના સંબંધમાં તું તારા મતલબની વાત કર. મારા પરિચયમાં તારું કર્યું પ્રયોજન છે?” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) D 99999999999 ૧૧૫]
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy