SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ચોમાસું ઉતરે પટણાની આસપાસનાં બધાં તીર્થોની યાત્રા કરી છે. એ પ્રમાણે પૂર્વ દેશનાં સમસ્ત તીર્થોની યાત્રાનું વર્ણન કરી ૧૩ મી ઢાલથી સેરઠ અને બીજાં ગુજરાત અને મારવાડનાં તીર્થોનું વર્ણન કર્યું છે. છેવટે આ તીર્થમાળા સં. ૧૭૫૦ માં પૂરી કરી છે. આ ઉપરથી જણાય છે કે આ કવિએ સં. ૧૭૪૬ ના ચાતુર્માસ પછીથી સં. ૧૭૫૦ સુધી જ્યાં જ્યાં યાત્રાઓ કરી તેનું વર્ણન આપ્યું છે. કવિ પણ કહે છે જે તીરથ ઈણ મહિં વિષયાં નયણે દીઠાં તેજી; અણદીઠાં પણ ભક્તિ વંદુ ત્રિકાલ લહું તેજી. હિટ ૧૩ (જૂઓ પૃ. ૯) પાંચમી તીર્થમાળા પં. શિવવિજયજીના શિષ્ય કવિ શીલવિજયજીએ સં. ૧૭૪૬ માં બનાવી છે. કવિએ આ તીર્થમાળામાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એમ ચારે દિશાનાં તીર્થોનું વર્ણન કર્યું છે. ખાસ કઈ પણ સંઘે અથવા કવિએ પોતે કરેલા યાત્રાવાળાં તીર્થોનું જ નહિં, પરંતુ “જેએલાં” અને “સાંભળેલાં તમામ તીર્થોનું વર્ણન આમાં કર્યું છે. કવિ પ્રારંભમાંજ કહે છે – જગમાં તીરથ સુંદરે તિવત ઝમાલ; પભણસ દીઠાં સાંભળ્યાં સુણતાં અમી રસાલ.” * (જૂઓ પૃ. ૧૦૧) ઉપરની પાંચ તીર્થમાળાઓમાં પૂર્વદેશનાં તીર્થોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ તીર્થમાળાઓમાં મુખ્ય મુખ્ય જે જે તીર્થોનું, ખાસ કરીને કલ્યાણકેનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમ ખાસ ખાસ જાણવા જેવી છે જે હકીકતોને ઉલ્લેખ તેમાં કરેલ છે, તેને પરસ્પર મુકાબલો કરી જોઈએ. આ મુકાબલે કરવા પહેલાં એક વાત કહી દેવી જરૂરી છે અને તે એ છે કે પં. વિજયસાગરે પિતાની “સમેતશિખર-તીર્થમાળામાં પ્રારંભની ત્રીજી કડીમાં જણાવ્યું છે કે-“આગરાના દેરાસરમાં હીરવિજયસૂરિએ સં. ૧૬૪૮ માં પ્રતિષ્ઠા કરી હતી.” પરન્તુ તે ઠીક નથી. પં. ભાગ્યવિજયજીએ જણાવ્યું છે – . [ પ ]
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy