________________
પંચસંગ્રહ તૃતીયખંડ સાસ્વાદન, મિત્ર, અવિરતિસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત અને અપૂર્વકરણમાં અનુક્રમે અઠાવીશ આદિ ત્રણ, બે, ત્રણ, બે, બે, ચાર, અને પાંચ બંધસ્થાનકે હેય છે. તેમાં સાસ્વાદને અડાવીશ, ઓગણત્રીશ અને ત્રીશ એમ ત્રણ બંધસ્થાનકો હોય છે. તેમાં સાસ્વાદન ગુણસ્થાનકે વર્તતા પર્યાપ્ત સંસી તિર્યંચ અથવા મનુષ્યને દેવગતિ
ગ્ય બાંધતાં અઠાવીશનું અને સાસ્વાદન ગુણસ્થાનકે વર્તતા દેવ અથવા નારકીને તિર્યંચ કે મનુષ્યગતિ એગ્ય બાંધતાં ઓગણત્રીસનું, અને ઉઘાત નામકર્મ સાથે તિર્યંચગતિ એગ્ય બંધ કરતાં ત્રીશનું એમ બીજે ગુણસ્થાનકે ત્રણ બંધસ્થાનકે હેય છે.
સમ્યગૃમિથ્યાષ્ટિ ગુણસ્થાનકે અહાવીશ અને એગણત્રીશ એમ બે બંધસ્થાનકે હોય છે. તેમાં પર્યાપ્ત સંસિ તિર્યંચ અથવા મનુષ્યને દેવગતિ એગ્ય બંધ કરતાં અડાવીશનું, અને દેવ અથવા નારકીને મનુષ્યગતિ યોગ્ય બંધ કરતાં એગણત્રીશનું બંધસ્થાન હોય છે. ત્રીજું ગુણસ્થાનક પર્યાપ્તાવસ્થામાં અને સંાિઓને જ હોય છે. ત્યાં દેવો તથા નારકીએ મનુષ્યગતિગ્ય અને મનુષ્ય તથા તિર્યંચે દેવગતિ ગ્ય જ બંધ કરે છે.
અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે અડાવીશ, એગણત્રીશ અને ત્રીસ એમ ત્રણ બંધસ્થાનકે હોય છે. આ ગુણસ્થાનક ચારે ગતિના સંછિને કરણ અપર્યાપ્તાવસ્થામાં અને પર્યાપ્તાવસ્થામાં હોય છે, ત્યાં યથાયોગ્ય રીતે ઉપરનાં બંધસ્થાનકે સંભવે છે. તેમાં તિર્યંચ કે મનુષ્યને દેવગતિશ્ય બંધ કરતાં અડાવીશનું, માત્ર મનુષ્યને તીર્થકર નામકર્મ સાથે દેવગતિ યોગ્ય બંધ કરતાં ઓગણત્રીશનું, દેવ-નારકીઓને મનુષ્યગતિ યંગ્ય બંધ કરતાં ઓગણત્રીસનું, અને તીર્થકર નામકર્મ સાથે બાંધતાં તેઓને ત્રીશનું બંધરથાન હેય છે.
દેશવિરતે અને પ્રમત્તે બે બે બંધસ્થાન હોય છે. તે આ–અાવીશ અને ઓગણત્રીશ. તેમાં દેવગતિગ્ય બંધ કરતા દેશવિરતિ મનુષ્ય અને તિર્યને અઠાવીશનું, તથા તીર્થકર નામકર્મ સાથે દેવગતિ એગ્ય બંધ કરતા મનુષ્યને ઓગણત્રીશનું બંધસ્થાન હોય છે. પ્રમત્તે પણ એ રીતે જ બે બંધસ્થાનકે સમજવાં, પરંતુ મનુષ્યને જ. કેમકે પ્રમત્તાદિ ગુણસ્થાનકે મનુષ્યગતિમાં જ હોય છે.
૧ બીજે ગુણસ્થાનકે મનુષ્ય કે તિર્યને પણ મનુષ્યગતિ કે તિર્યંચગતિ યે બંધ થઈ શકે છે.
૨ અપર્યાપ્તાવસ્થામાં નવું કઈ સમ્યકાવ ઉત્પન થતું નથી, પરંતુ પૂર્વ જન્મનું લાવેલું હોઈ શકે છે. •
૩ સંખ્યાત વરસના આયુવાળા તિર્યને જ પાંચ ગુણસ્થાન હોય છે. યુગલિયાને તે ચાર ગુણસ્થાનક જ હોય છે વળી તીર્થકર નામનો બંધ તિય કરતા જ નથી. એટલે તીર્થકર સાથેના કોઈ બંધસ્થાનને તિર્યંચગતિમાં બંધ હેતે નથી.