________________
પરિશિષ્ટ-૧
૩૩ (૩) વધારે પ્રકૃતિની સંખ્યાવાળા બંધસ્થાનમાં જે પ્રકૃતિ બંધાતી હોય, તેની અપેક્ષાએ તેનાથી ઓછી સંખ્યાવાળા પ્રકૃતિના બંધસ્થાનમાં જે પ્રકૃતિ બંધાતી હોય તેના ભાગમાં જે વિશેષાધિક દલિક પ્રાપ્ત થાય છે. તે પ્રાયઃ સર્વમાં સંખ્યાત ભાગ અધિક હોય છે.
દષ્ટાંત તરીકે-બેઈન્દ્રિયાદિ ૪ જાતિને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ બેઈન્દ્રિયાદિ પ્રાગ્ય ૨૫ ના બંધસ્થાનમાં, અને જઘન્ય પ્રદેશબંધ બેઈન્દ્રિયાદિ પ્રાગ્ય ૩૦ ના બંધસ્થાનમાં થાય છે. અને એકેન્દ્રિય જાતિને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ એકેન્દ્રિય પ્રાગ્ય ૨૩ ના બંધસ્થાનમાં અને જઘન્ય પ્રદેશબંધ ૨૬ ના બંધસ્થાનમાં થાય છે. તેથી બેઈન્દ્રિયાદિ ચારે જાતિઓના ઉત્કૃષ્ટ અને જઘન્ય પ્રદેશબંધમાં જેટલાં દલિક આવે તેનાથી એકેન્દ્રિય જાતિમાં બંને પ્રકારના બંધસ્થાનમાં દલિક સંખ્યાતભાગ અધિક આવે છે.
કઈ ઠેકાણે સંખ્યાત ગુણ અધિક પણ આવે છે. દાંત તરીકે મૂળ પ્રકૃતિના સવિધ બંધકને અયશ-કીતિને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ નામકર્મના ૨૩ ના બંધસ્થાનમાં થાય છે. અને યશ-કીતિને ઉત્કટ પ્રદેશબંધ દશમાં ગુણસ્થાનકે ૬ મૂળ પ્રકૃતિના બંધકને નામકર્મની માત્ર યશકીર્તિ બંધાય ત્યારે થાય છે. તેથી અયશકીતિને ઉત્કૃષ્ટપદે પ્રાપ્ત થયેલ દલિકની અપેક્ષાએ યશકીર્તિને ઉત્કૃષ્ટપદે પ્રાપ્ત થયેલ દલિક સંખ્યાત ગુણ હોય છે.
(૪) જે પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ અથવા જઘન્ય પ્રદેશબંધ જે સ્થાનથી થતું હોય તેની અપેક્ષાએ બીજી જે પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ અથવા જઘન્ય પ્રદેશબંધ અસંખ્યાત ગુણ અધિક યોગસ્થાનથી થતું હોય તે તેના ભાગમાં દલિક અસંખ્યાત ગુણ આવે છે.
દષ્ટાંત તરીકે મનુષ્યગતિને જઘન્ય પ્રદેશબંધ સર્વથી અ૫ વીર્યવાળા લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગેદિયાને ઉત્પત્તિના પ્રથમ સમયે ર૯ ના બંધસ્થાનમાં પ્રાપ્ત થાય છે. અને દેવગતિને જઘન્ય પ્રદેશબંધ સમ્યગ્દષ્ટી મનુષ્યને ઉત્પત્તિના પ્રથમ સમયે જિનનામ સહિત દેવપ્રાગ્ય ૨૯ ના બંધસ્થાનમાં પ્રાપ્ત થાય છે. અહિં મનુષ્યને લબ્ધિ અપર્યાપ્ત સૂમ નિદિયાના ઉત્પત્તિના પ્રથમ સમયની અપેક્ષાએ અસંખ્યાત ગુણ વૃદ્ધિવાળું ભેગસ્થાન હોય છે માટે મનુષ્ય ગતિને જઘન્ય પદે પ્રાપ્ત થયેલ દલિકની અપેક્ષાએ જઘન્યપદે દેવગતિને પ્રાપ્ત થયેલ કર્મલિક અસંખ્યાત ગુણ હોય છે. - (૫) જે સમયે ૧૪ મુખ્ય પિંડ પ્રકૃતિઓમાંથી જેટલી પ્રકૃતિએ બંધાતી હોય તેટલાજ ભાગ પડે, પરંતુ શરીર આદિન પિટાભેદે વધારે બંધાતા હોય તે પણ ચૌદમાંથી તેને અલગ ભાગ પડતું નથી. પણ શરીરને મળેલ દલિકમાંથી જ જે સમયે જેટલાં શરીર બંધાતાં હેય તેટલા પેટા વિભાગ પડે છે. - દષ્ટાંત તરીકે–દેવગતિ પ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિ બંધાય ત્યારે તેમાં સંઘયણ વિના મુખ્ય પિંડ પ્રકૃતિએ ૧૩ બંધાય છે. તેથી તેને ૧૩, અગુરુલઘુ ચતુષ્ક, ઉપઘાત, ત્રસ