________________
પંચસંગ્રહ તૃતીયખંડ વેદમાંથી કોઈ પણ વેદના ઉદયવાળા હોય છે, માટે તે બેને ત્રણે ગુણતાં છ ભંગ થાય છે. તે છએ ભગવાળા છ ક્રોધાદિ ચારમાંથી કોઈ પણ કષાયના ઉદયવાળા હોય છે માટે છ ને ચારે ગુણતાં ચેસ ભંગ થાય છે. આ પ્રમાણે યુગલ, વેદ અને ક્રોધાદિ-ક્રોધ માન-માયા અને લેભ ફેરવતાં વીસ ભંગ થાય છે. હવે તે સાતના ઉદયમાં ભય, જુગુ
સા કે અનન્તાનુબંધિના ઉદયમાંથી કઈ પણ એક વધતાં આઠનો ઉદય થાય છે, અને તે દરેક ઉદયની એક એક ચેવીસી થાય છે, એટલે કે તે દરેક ઉદયમાં સાતના ઉદયની જેમ યુગલ, વેદ અને ક્રોધાદિ ચારને ફેરવતાં વીસ વીસ ભંગ થાય છે, આ પ્રમાણે ત્રણ વીસી થાય છે.
અહીં એક શંકા થાય છે કે-મિથ્યાદષ્ટિને તે અનંતાનુબંધિને ઉદય અવશ્ય સંભવે છે. તે પછી શા માટે સાતને ઉદય અને ભય કે જુગુપ્સા સહિત આઠને ઉદય અનંતાનુબંધિના ઉદય રહિત હોય છે તેમ કહે છે ? અહિં ઉત્તર આપતાં કહે છે કે કઈ ક્ષાપશમિક સ. દષ્ટિ જીવે અનંતાનુબંધિ આદિ દર્શનમોહનીય સપ્તકને ક્ષય કરતાં પહેલાં માત્ર અનંતાનુબંધિ કષાયની વિસંજના કરી, આટલું કરીને જ વિરમે; મિથ્યાત્વ આદિ ત્રણ દશનામહનીયના ક્ષય માટે તથા પ્રકારના વિશુદ્ધ અધ્યવસાયરૂપ સામગ્રીના અભાવથી પ્રયત્ન કરી શકે નહિ. ત્યારબાદ કાળાંતરે પડતા પરિણામે મિથ્યાત્વે ગયે અને ત્યાં મિથ્યાત્વરૂપ હેતુથી અનંતાનુબંધિ કષાયના બંધની શરૂઆત કરી. પરંતુ તેની બંધાવલિકા જ્યાં સુધી પૂર્ણ ન થઈ હોય ત્યાં સુધી તેને ઉદય થઈ શક નથી. બંધાવલિકા પૂર્ણ થયા બાદ થાય છે. # વળી અહિં શંકા થાય છે કે–અનંતાનુબંધિ કષાયની માત્ર એક બંધાવલિકા ગયા બાદ જ તેને ઉદય કઈ રીતે થાય? કારણ કે દરેક પ્રકૃતિને અમુક અબાધાકાળ હોય છે. અને તેને ક્ષય થાય ત્યારે ઉદય થાય છે. અહિં અનંતાનુબંધિ કષાયને ઓછામાં ઓછે અબાધાકાળ અંતમુહૂર્ત અને વધારેમાં વધારે ચાર હજાર વર્ષ પ્રમાણ છે તેથી કમમાં કામ પણ અંતર્મુહૂર્ત ગયા બાદ જ ઉદય થ જોઈએ. માત્ર આવલિકા ગયા બાદ જ તેને ઉદય કેમ હોઈ શકે ? ઉત્તર આપતાં કહે છે કે-અહિં ઉપર જણા તે દોષ નથી. કારણ કે બંધ સમયથી આરંભી તેની સત્તા થાય છે, જ્યારે સત્તા થઈ ત્યારે બંધકાળ પર્યત તે પતગ્રહ તરીકે હેય છે અને જ્યારે પત૬ ગ્રહ તરીકે હોય ત્યારે તેમાં સમાન જાતીય શેષ પ્રકૃતિના દલિકેને સંક્રમ થાય છે. સંમેલું તે દલિક પતગ્રહ પ્રકૃતિરૂપે પરિણમે છે. સંક્રમેલા દલિકને સંક્રમાવલિકા ગયા બાદ ઉદય થાય છે. તેથી બંધાવલિકા ગયા બાદ ઉદય કહ્યો છે તે વિરૂદ્ધ નથી.
તે (૧) અહિં જે સમયે અનંતાનુબંધિ બંધાયા તે સમયથી આરંભી તે પતદમહ થાય છે. તેથી તેમાં જેને આબાધકાળ વીતી ગયો છે તેવા અપ્રત્યે માનાવરણીયાદિ કવાયાનાં દલિયાંઓ સંક્રમે છે