________________
360
પંચસંગ્રહ તૃતીયખંડ આહારદિક, અને વેકિયદ્ધિક આ ૧૧ પ્રકૃતિઓ બાંધતા જ ન હોવાથી શેષ ૧૦૯ પ્રકૃ. તિઓ બાંધે છે. અસંશી પર્યાપ્ત જિનનામ અને આહારદ્ધિક વિના ૧૧૭ અને સંસી ૧૨૦ પ્રકૃતિઓ બાંધે છે.
ગુણસ્થાનકમાં દ્રવ્ય પ્રરૂપણું પહેલે જિનનામ અને આહારકદ્ધિક વિના ૧૧૭, બીજે આ ૩ તેમજ મિથ્યાત્વના નિમિત્તવાળી નરકત્રિક, પ્રથમની ૪ જાતિ, સ્થાવર આદિ ૪, હુંડક, આતપ, સેવા સંહનન, મિથ્યાત્વ મેહનીય અને નપુંસક વેદ એમ ૧૯ વિના ૧૦૧ બાંધે. ત્રીજે આ ૧૯ તેમજ અનંતાનુબંધીના નિમિત્તવાળી તિર્યચત્રિક, થીણદ્વિત્રિક, દૌભગ્યત્રિક, અનંતાનુબંધી ચતુષ્ક, મધ્યમનાં ૪ સંઘયણ, ૪ સંસ્થાન, સ્ત્રી વેદ, ઉદ્યોત, નીચગેત્ર, અને અશુભવિહાયોગતિ, આ ૪૪ અને દેવ-મનુષ્પાયુને અબંધ હોવાથી ૪૬ વિના ૭૪,
થે ગુણસ્થાનકે સમ્યકત્વના નિમિત્તથી કેઈક જિનનામ પણ બાંધે અને અહીં દેવમનુષ્ય આયુષ્ય પણ બંધાય, માટે ૭૪ + ૩ એમ કુલ ૭૭ બંધાય. પાંચમે બીજા કષાયના નિમિત્તવાળી અપ્રત્યાખ્યાનીય ૪ કષાય, મનુષ્ય ત્રિક, વાષભ નારા સંઘયણ અને
ઔદારિકદ્ધિક આ ૧૦ અને પૂર્વે બતાવેલ ૪૪ માંથી જિનનામ વિના ૪૩ એમ ૫૩ વિના ૬૭ પ્રકૃતિ બંધાય છે.
છઠે પ્રત્યાખ્યાનીય કષાયના નિમિત્તથી બંધાતા પ્રત્યાખ્યાનીય ૪ કષાય અને પૂર્વોક્ત પ૩ એમ પ૭ વિના ૬૩, સાતમે આહારદ્ધિક વિના પૂર્વોકત ૫૫ અને શેક, અરતિ, અસ્થિરદ્ધિક, અયશ અને અસાતા વેદનીય આ ૬ એમ ૬૧, તેમજ જે દેવાયુ બાંધતે સાતમે ન જાય તે દેવાયુ સહિત ૬૨ વિના ૫૮, અને દેવાયુ બાંધતે સાતમે જાય તે ૫૯ બંધાય છે. આઠમાના પ્રથમ ભાગે દેવાયુ વિના આજ ૫૮ અને બીજાથી છઠ્ઠાભાગ સુધી નિદ્રાદ્ધિક વિના પ૬ અને છઠ્ઠાભાગના અંતે દેવપ્રાગ્ય ૩૦ પ્રકૃતિએને બંધ વિચ્છેદ થવાથી સાતમા ભાગે ૨૬ બંધાય છે. નવમાને પહેલા ભાગે હાસ્ય-રતિ અને ભય-જુગુપ્સા વિના ૨૨, બીજા ભાગે પુરૂષ વેદ વિના ૨૧, ત્રીજા ભાગે સંક્રોધ વિના ૨૦, ચેથાભાગે સંજવલન માન વિના ૧૯, સં. માયા વિના પાંચમે ભાગે ૧૮ અને આ ગુણસ્થાનકના અંતે સંજવલન લેભને પણ બંધ વિચ્છેદ થવાથી ૧૦ માં ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિએ બંધાય છે.
એથી ઉપરના ૩ ગુણસ્થાનકમાં સૂક્ષમ તેમજ બાદર કેઈપણ પ્રકારના કષાયને ઉદય ન હેવાથી કષાયના નિમિત્તવાળી ૧૬ પ્રકૃતિએ પણ બંધાતી નથી તેથી માત્ર પેગ નિમિત્તક એક સાતવેદનીય જ બંધાય છે. અને ચૌદમાં ગુણસ્થાનકે યેગને પણ અભાવ હોવાથી બંધને પણ અભાવ હોય છે.