________________
સારસંહ
૩૫ તિર્યંચ ના (૧૧પર) અગ્યારસે બાવન, સામાન્ય મનુષ્યના પ૭૬, શૈક્રિય તિર્યંચના ૧૬ અને વૈકિય મનુષ્યના ૮ એમ (૧૭૫૨) સત્તર બાવન. ૩૦ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના (૧૭૨૮) સત્તર અઠ્ઠાવીસ, સામાન્ય મનુષ્યના (૧૧પર) અગ્યારસે બાવન, વૈક્રિય તિર્યંચના ૮ એમ કુલ (૨૮૮૮) અઠ્ઠાવીસસે અઠયાસી, અને ૩૧ના સામાન્ય પંચંદ્રિય તિર્યંચના (૧૧૫૨) અગ્યારસે બાવન છે.
સત્તાસ્થાન સામાન્યથી ૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ એમ છે, ત્યાં ૨૧ અને ૨૬ ના ઉદયે ૫-૫ માટે ૧૦, ૨૫ અને ૨૭ ના ઉદયે ૯૨-૮૮ બેબે તેથી ૪ અને ૨૮ આદિ ચારે ઉદયસ્થાનોમાં ૭૮ વિના ૪-૪ માટે ૧૬-એમ ઉદયસ્થાન ગુણિત કુલ સત્તાસ્થાને ૩૦ થાય છે. આ ઉદયભંગવાર વિચારીએ તે ૨૧ ના તિર્યંચના ૯ માં ૫-૫ તેથી ૪૫; અને મનુષ્યના ૯ માં ૭૮ વિના ૪-૪ માટે ૩૬ એમ ૮૧ ૨૫ ના ૧૬ ભાંગામાં ૯૨-૮૮ બેબે માટે ૩૨, ૨૬ ના તિર્યંચના ૨૮માં પપ તેથી (૧૪૪૫) ચૌદસ પિસ્તાલીશ, અને મનુષ્યના ૨૮૯માં ૭૮ વિના ૪-૪ તેથી ૧૧૫૬ કુલ (૨૦૦૧) છવ્વીશ એક. ૨૭ ના ૨૫ પ્રમાણે ૩૨/ ૨૮ ના બૈક્રિય તિર્યંચ અને મનુષ્યના ૨૪ માં ૨-૨ માટે ૪૮, અને શેષ (૧૧પર) અગ્યારસે બાવનમાં ૪-૪ માટે ૪૬૦૮ કુલ (૪૬૫૬) બેંતાલીશ છપન. ૨૯ ના વૈક્રિય તિર્યંચ અને મનુષ્યના ૨૪ માં ૯૨-૮૮ બે-બે તેથી ૪૮, શેષ ૧૭૨૮ માં ૯૨ આદિ ૪-૪ તેથી (૬૯૧૨) છહજાર નવસે બાર, કુલ (૧૯૬૦) છહજાર નવો સાઠ. ૩૦ ના વૌ. તિ. ને ૮ માં ૯૨-૮૮ એ માટે ૧૬ અને શેષ ૨૮૮૦માં ૯૨ આદિ ૪-૪ તેથી (૧૧૫ર૦) અગ્યાર હજાર પાંચ વીશ, કુલ (૧૧૫૩૬) અને ૩૧ના અગ્યારસે . બાવનમાં ૯૨ આદિ ૪ તેથી (૪૬૦૮) છેતાલીસે આઠ એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાને (૩૦૫૦૬) ત્રીસ હજાર પાંચસે છ થાય છે.
૨૫ અને ૨૬ ના બંધને સંવેધ ૨૩ ના બંધ પ્રમાણે જ છે. માત્ર ૨૩ ને બંધ મિથ્યાદછી મનુષ્ય અને તિર્યંચ કરે છે. પરંતુ ૨૫ અને ૨૬ ને બંધ ઈશાન સુધીના દેવે પણ કરે છે તેથી દેવતાના ૬૪ ઉદયભાંગા અધિક હોવાથી કુલ ૭૫૯૬ ને બદલે (૭૬૬૦) સાત હજાર છસે સાઠ થાય છે. અને દેવેને સંભવતા ૨૧ આદિ છ ઉદયસ્થામાં પિતાના ૮-૮-૮-૧૬–૧૬ અને ૮ ઉદયભાંગે અધિક જાણવા. અને આ દરેક ભાંગાઓમાં ૯૨-૮૮ બે-બે સત્તાસ્થાને હોવાથી ર૩ ના બંધમાં બતાવેલ જે ઉદયસ્થાનવાર ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને છે. તેમાં ૨૧-૨૫ અને ૨૭ માં ૧૬-૧૬, ૨૮ અને ૨હ્માં ૩૨-૩૨ અને ૩૦ માં ૧૬ સત્તાસ્થાને અધિક હોય છે. અને ઉદયભંગ ગુણિત પૂર્વે બતાવેલ સર્વ સત્તાસ્થાનમાં દેવતાના ૬૪ ભાંગાનાં ૧૨૮ સત્તાસ્થાને અધિક કરતાં કુલ (૩૦૬૩૪) ત્રીસ હજાર છસે ચોવીશ થાય છે.