________________
સારસ પ્રહ
૩૪૧
તિર્યંચગતિ – બંધસ્થાન - ૩૧ અને ૧ ને બંધ માત્ર મનુષ્યગતિમાં મુનિઓને જ હોવાથી આ ૨ વિના શેષ ૨૩ થી ૩૦ સુધીનાં ૬ બંધસ્થાને હોય છે. તિર્યંચો સામાન્યથી ચારે ગતિ પ્રાયોગ્ય બંધ કરી શકે છે. માટે દરેક બંધસ્થાનના બધા જ બંધ ભાંગા પણ હોય છે. પરંતુ આ જ જિનનામાને બંધ કરતા ન હોવાથી જિનનામ સહિત દેવપ્રાગ્યના ર૯ ના ૮ તેમજ જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ ના બંધના ૮ અને આહારકટ્રિક સહિત દેવપ્રાગ્ય ૩૦ ના બંધનો ૧ એમ કુલ ૧૭ અને ૩૧ તથા ૧ ના બંધને ૧-૧ એમ ૧૯ બંધભાંગા વિના શેષ (૧૩૯૨૬) તેર હજાર નવસે છવ્વીશ બંધમાંગ હોય છે.
ત્યાં ૨૩ ના બંધના ૪, ૨૫ ના બંધના ૨૫, ૨૬ ના બંધના ૧૬, ૨૮ ના ૯, ૨૯ ના ૯૨૪૦ અને ૩૦ ના બંધના ૪૬૩૨ બંધભાંગા હોય છે.
ઉદયસ્થાન :- સામાન્યથી ૨૧ અને ૨૪ થી ૩૧ પર્યંતનાં ૯ ઉદયસ્થાન હોય છે. અને એકેન્દ્રિયના ૪૨, વિકલેન્દ્રિયના ૬૬, સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના (૪૯૦૬) ચાર હજાર નવસો છે, અને વૈક્રિય તિર્યંચના ૫૬-એમ નવે ઉદયસ્થાને મળી (૫૦૭૦) પાંચ હજાર સીત્તેર ઉદયભાંગા હેય છે.
- ઉદયસ્થાન વાર ભંગ સંખ્યા - ૨૧ ના ઉદયે એકેન્દ્રિયના ૫, વિકલેન્દ્રિયના નવ પંચેન્દ્રિય તિર્યંચના ૯, એમ ૨૩/૧૪ ના એકેન્દ્રિયના ૧૧, ૨૫ ના એકેન્દ્રિયના ૭, વૈકિય તિર્યંચના ૮ એમ ૧૫, ૨૬ ના એકેન્દ્રિયના ૧૩, વિકલેન્દ્રિયના , સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના (૨૮૯) બસે નેવ્યાસી એમ ત્રણ અગિયાર, ૨૭ ના એકેન્દ્રિયના ૬, વૈક્રિય તિર્યંચના ૮ એમ ૧૪. ૨૮ ના વિકલેન્દ્રિયના ૬, સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના પ૭૬, વૈક્રિય તિર્યંચના ૧૬ એમ પાંચ અઠ્ઠાણું, ૨ ના વિકલેન્દ્રિયના ૧૨, સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર, વૈક્રિય તિર્યંચના ૧૬ એમ અગિયારસે એંશી, ૩૦ ના વિકલેન્દ્રિયના ૧૮, સા. પં. તિ. ના ૧૭૨૮, વૈક્રિય તિર્યંચના ૮ એમ સત્તરસે ચોપન, ૩૧ ના ઉદયે વિકસેન્દ્રિયના ૧૨, સામાન્ય પચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર, એમ અગિયારસો ચોસઠ ઉદય ભાંગા હોય છે.
સત્તાસ્થાન – ૯૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ સામાન્યથી આ ૫ સત્તાસ્થાને હોય છે. ૯૩ અને ૮૯ જિનનામ સહિત હેવાથી અને ૭૯ આદિ ૫ સત્તાસ્થાને માત્ર ક્ષેપક શ્રેણીમાં જ ઘટતાં હોવાથી આ ૭ સત્તાસ્થાને અહીં સંભવતાં નથી.
૨૩ આદિ પ્રથમનાં ત્રણ બંધસ્થાનને સંવેધ - ૨૩, ૨૫ અને ૨૬ ના 'બંધે ઉપર બતાવેલ ૨૧ આદિ નવ ઉદયસ્થાને અને પાંચ હજાર સીત્તેર ઉદયભાંગે હોય છે.