________________
સપ્તતિકા ટીકાનુવાદ
खवगे सुहुमंमि चउ बंधगंमि अबंधगंमि खीणम्मि । छस्संतं चउरुदओ पंचण्हवि केइ इच्छंति ॥१४॥
क्षपके सूक्ष्मे चतुर्बन्धके अबन्धके क्षीणे ।
पण्णां सत्ता चतुर्णामुदयः पञ्चानामपि केऽपि इच्छन्ति ॥१४॥ અર્થ - ક્ષપકશ્રેણિમાં થીણદ્વિત્રિકને સત્તામાંથી ક્ષય થયા બાદ નવમે, દશમે ગુણઠાણે અને અબંધક ક્ષીણહ ગુણઠાણે છની સત્તા અને ચારને ઉદય હોય છે. કેટલાક આચાર્યો પાંચને પણ ઉદય માને છે.
ટીકાનુ–ક્ષપકશ્રેણિમાં દર્શનાવરણીયકર્મની ચાર પ્રકૃતિના બંધકને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણઠાણે સત્તામાંથી થીણદ્વિત્રિકને ક્ષય થયા બાદ અને સૂમસંપાય ગુણસ્થાનકે છની સત્તા અને ચારને ઉદય હોય છે. તેમજ દર્શનાવરણીય કર્મના અબંધક ક્ષીણહીને પણ છની સત્તા અને ચારને ઉદય હોય છે. જેથી એ પ્રમાણે બે ભાંગા થાય છે. તે આ-૧૦, ચારને બંધ, ચારને ઉદય, છની સત્તા, આ વિકહ૫ થીણુદ્વિત્રિકને સત્તામાંથી ક્ષય થયા બાદ સૂમસં૫રાય ગુણસ્થાનકના થરમ સમયપર્યત હોય છે. તથા ૧૧ ચારને ઉદય, છની સત્તા. આ વિકલપ ક્ષીણમોહે પિતાના દ્વિચરમ સમયપર્યત હોય છે આ પ્રમાણે સપ્તતિકાકારના મતે દર્શનાવરણીય કર્મના અગિયાર ભાંગા કહ્યા.
હવે અનિવૃત્તિ બાદરપરાય ક્ષેપક આશ્રય મતાંતર બતાવે છે-કર્મ સ્તવકારકિ કેટલાક આચાર્ય મહારાજે ક્ષપકશ્રેણિમાં નવમે ગુણસ્થાનકે, દશમે ગુણસ્થાનકે અને દ્વિચરમ સમય પર્યત બારમા ગુણસ્થાનકે નિદ્રા સાથે પાંચને ઉદય પણ માને છે. તેથી તેમના મતે બીજા બે ભાંગા થાય છે, તે આ પ્રમાણે -૧૨ ચારને બંધ, પાંચને ઉદય, છની સત્તા. આ વિકલ૫ થીણદ્વિત્રિકનો ક્ષય થયા પછીથી સૂક્ષ્મ સંપરાય પર્યત હોય છે બંધાભાવે પાંચને ઉદય, છની સત્તા ક્ષીણમેહ દ્વિચરમ સમય પર્યત હોય છે. સઘળા મળી તેમના મતે તેર ભાંગા થાય છે.
આ રીતે દર્શનાવરણીય કર્મના બંધ, ઉદય અને સત્તાસ્થાનને સંવેધ કહ્યો. હવે ગોત્રકના પ્રથમ કહી ગએલ બંધ, ઉદય અને સત્તાસ્થાસ્થાનને સંવેધ કહેવા ઈચ્છતા કહે છે.
बंधो आदुग दसमं उदओ पण चोदसं तु जा ठाणं । निच्चुच्चगोत्तकम्माण संतया होइ सव्वेसु ॥१५॥
बन्धः आद्वितीयं दशमं उदयः पञ्चमं चतुर्दशं तु यावत्स्थानम् । नीचैरुच्चैर्गोत्रकर्मणोः सत्ता भवति सर्वेषु ॥१५॥