________________
૨૩૮
પંચસંગ્રહ તૃતીયખંડ તેમાં પણ પુરુષવેદે શ્રેણિ માંડનારને પાંચના બંધ ૨૧-૧૩-૧૨-૧૧ એમ ચાર, અને ચારના બંધે ૫-૪ એમ બે સત્તાસ્થાન આવે છે, પરંતુ સ્ત્રીવેદે એણિ માંડનારને પાંચના બંધે ૨૧-૧૩-૧૨ એમ ત્રણ, અને ચારના બંધે ૧૧-૪ એમ બે, તેમજ નપુંસક વેદ શ્રેણિ માંડનારને પાંચના બંધ ૨૧-૧૩ એમ બે, અને ચારના બંધે ૧૧-૪ એમ બે સત્તાસ્થાન હોય છે અર્થાત્ પુરુષવેદે શ્રેણિ માંડનારને ૨૧ થી ૪ સુધીનાં દરેક સત્તાસ્થાને હોય. પણ પાંચનું અને ચારનું સત્તાસ્થાન ચારના બંધે હોય અને સ્ત્રીવેદે તથા નપુંસકવેદે શ્રેણિમાંડનારને ૫ નું, તેમજ નપુંસકવેદે શ્રેણિ માંડનારને બારનું સત્તાસ્થાન ઘટતું જ નથી. તેમાં પણ આ બન્ને વેદે શ્રેણિ માંડનારને ૧૧-૪નું સત્તાસ્થાન ચારના બંધે જ હોય.
સંવેધ:-પહેલા ગુણસ્થાનકે ૨૨ ના બંધે ૭૮-૯-૧૦ એમ ચાર ઉદયસ્થાને છે. અને સામાન્યથી ૨૮-ર૭-૨ આ ત્રણ સત્તાસ્થાને હોય છે. પરંતુ સાતને ઉદય ૨૪ ની સત્તાવાળા ક્ષાપશમિક સમ્યકત્વી પડીને આવે ત્યારે તેને એક બંધાવલિકા સુધી જ હોય છે માટે તે વખતે નિયમા ૨૮ નું એક જ, તેમજ આઠ-નવના ઉદયમાં અનંતાનુબંધી વિનાના વિકલ્પમાં ઉપર પ્રમાણે ૨૮ નું એક, અને અનંતાનુબંધીવાળા વિકપમાં તેમજ દશના ઉદયે ૨૮, ૨૭, ૨૬ એમ ત્રણ સત્તાસ્થાને હોય છે. માટે ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાને ૧૦ હેાય છે.
તેમજ ઉદયભંગવાર વિચારીએ તે સાતના ઉદયના ૨૪, અને અનંતાનુબંધી વિનાના આઠના ઉદયના ૪૮, તેમજ નવના ઉદયના ૨૪, એમ કુલ ૯૬ ભાંગામાં ૨૮ નું એક જ સત્તાસ્થાન હોય છે માટે ૯૬, અને અનંતાનુબંધીવાળા આઠના ઉદયના ૨૪, નવના ઉદયના ૪૮, અને ૧૦ ના ઉદયના ૨૪, આ ૯૬ ભાંગામાં ૨૮ આદિ ત્રણે સત્તા
સ્થાન હોવાથી ૯૬ ને ત્રણે ગુણતાં ૨૮૮, અને પહેલાના ૯૬ એમ કુલ મળી ૨૨ ના બંધે ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાન ૩૮૪ થાય છે. તેમજ ૨૨ ને બંધ ૬ પ્રકારે હેવાથી અને એકેક પ્રકારના બાવીસના બંધમાં ૩૮૪ સત્તાસ્થાને હોવાથી ૩૮૪ x ૬ એ ગુણતાં બંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત કુલ તેવસેને ચાર સત્તાસ્થાને થાય છે.
બીજે ગુણસ્થાનકે ૨૧ ના બંધે ૭-૮-૯ (સાતથી નવ સુધીનાં) ત્રણ ઉદયસ્થાને છે. અને અહીં ૨૮ નું એક સત્તાસ્થાન હોય છે. માટે ઉદયસ્થાન ગુણિત ત્રણ, અને આ ગુણસ્થાનકના ૯૬ ભાંગામાં એકેક હેવાથી ઉદયભંગ ગુણિત ૯૬ તેમજ ૨૧ ને બંધ ચાર પ્રકારે છે તેમાંના એકેક પ્રકારના બંધમાં ૯૬,૯૬, ભાંગા હેવાથી ૯૯ ને ૪થી ગુણતાં કુલ બંધ ભંગ યુક્ત ઉદયભંગ ગુણિત ૩૮૪ સત્તાસ્થાને થાય છે.
ત્રીજે-થે ગુણસ્થાનકે ૧૭ના બંધે સામાન્યથી છ થી નવ સુધીનાં ચાર ઉદયસ્થાન અને ૨૮-ર૭-૨૪-૨૩-૨૨-૨૧ એમ છ સત્તાસ્થાને હોય છે. ત્યાં ત્રીજે ગુણસ્થાનકે