________________
સપ્તતિકા ટીકાનુવાદ
૨૩૫ સત્તાસ્થાન ? –૨૮-ર૭–૨૬-૨૪-૨૩-૧૨-૨૧-૧૩-૧૨-૧૧-૫-૪-૩- ૨-૧ પ્રકૃતિ રૂપ મેહનીય કર્મનાં ૧૫ સત્તાસ્થાને છે. ત્યાં સર્વ પ્રકૃતિએ સત્તામાં હોય ત્યારે ૨૮, અને મિથ્યાદિષ્ટીને સમ્યકત્વ મેહનીય ઉવેલ્યા બાદ મિશ્ર મેહનીયની ઉદૂવલના ન થાય ત્યાં સુધી ૨૭, અને આ બન્નેની ઉવલના થયા બાદ અથવા અનાદિ મિથ્યાદષ્ટિને આ બે સત્તામાં જ ન હોવાથી ૨૬, ક્ષાશિક સમ્યકત્વ ચેથાથી સાતમા સુધીમાં અનંતાનુબંધીને ક્ષય કરે ત્યારે ૨૪, તેમાંથી મિથ્યાત્વ મેહનીય ક્ષય કરે ત્યારે ૨૩, મિશ્ર મોહનીય ક્ષય કરે ત્યારે ૨૨, સમ્યકત્વ મેહનીય ક્ષય કરે ત્યારે ક્ષાયિક સમ્યકવીને ૨૧ની સત્તા હેય. ક્ષપક શ્રેણિમાં નવમા ગુણસ્થાનકે એ ૨૧ માંથી બીજા અને ત્રીજા કષાયને ક્ષય કરે ત્યારે ૧૩, નપુંસક વેદને ક્ષય કરે ત્યારે ૧૨. સ્ત્રીવેકને ક્ષય કરે ત્યારે ૧૧. હાસ્યષકને ક્ષય કરે ત્યારે પાંચ અને તેમાંથી પુરુષવેદ, સંજવલન ક્રોધ-માન-માયાને ક્ષય કરે ત્યારે અનુક્રમે ચાર-ત્રણ-બે અને એકનું સત્તાસ્થાન હોય છે.
હવે ગુણસ્થાનક આશ્રયી વિચારીએ તે પહેલે ગુણસ્થાનકે ૨૮–૨૭–૨૬ એ ત્રણ બીજે ગુણસ્થાનકે ૨૮નું એક, ત્રીજે ગુણસ્થાનકે ૨૮-૨-૨૪ એમ ત્રણ, ચેથાથી સાતમા સુધી ૨૮-૨૪–૨૩-૨-૨૧ એમ પાંચ, આઠમા ગુણસ્થાનકે મૂળમતે ૨૪-૨૧ એ બે, અને અન્યમતે ૨૮ સહિત ત્રણ, નવમે મૂળમતે ૨૪-૨૧ અને ૧૩ થી ૧ પર્વતનાં એમ કુલ ૧૦, અને મતાંતરે ૨૮ સહિત ૧૧, દશમે મૂળમતે ૨૪, ૨૧-૧ એ ત્રણે અને મતાંતરે ૨૮ સહિત ચાર, તેમજ અગિયારમે મૂળમતે ૨૪-૨૧ એ બે, અને મતાંતરે ૨૮ સહિત ત્રણ સત્તાસ્થાનો હોય છે. બારમાં ગુણસ્થાનક વગેરેમાં–મેહનીયની સત્તા જ હોતી નથી.
આજ પંદર સત્તાસ્થાનમાંથી કયું કયું સત્તાસ્થાનક કયા કયા ગુણસ્થાનકે હેય . છે તેને વિચાર કરીએ, જેથી સંવેધ સમજવામાં વિશેષ સુગમતા રહે
૨૮ નું સત્તાસ્થાન સમ્યકત્વ મેહનીયની ઉદૂવલના ન કરે ત્યાં સુધી પહેલે-બીજે અને ૨૮ની સત્તાવાળા જીવને ત્રીજે તથા અનંતાનુબંધીના અવિસંજક ક્ષાપશમિક સમ્યગ્દષ્ટિને ચારથી સાતમા સુધી અને પશમિક સમ્યકાવીને ચેથાથી સાતમા સુધી, તેમજ મતાંતરે અગિયારમા સુધી હેય છે સત્તાવીશની સત્તા સમ્યકત્વ મેહનીયની ઉદૂવલના કરી મિશ્રન ઉદૂવલના ન કરે ત્યાં સુધી પહેલે, અને તેવા છે પહેલેથી ત્રીજે જાય ત્યારે ત્રીજે, એમ બે ગુણસ્થાનકે હેય છે.
છવ્વીસની સત્તા અનાદિ મિથ્યાષ્ટિને તેમજ પતિતને પહેલે ગુણસ્થાનકે સમ્યકત્વ અને મિશ્ર મહનીયની ઉદૂવલના કર્યા બાદ જ હોય છે. - ૨૪ ની સત્તા ક્ષાપશમિક સભ્યત્વને અનંતાનુબંધીની વિસંજના કરી ત્રીજે