________________
સંતિકા ટીકાનુવાદ આજ ભાંગે ઘટે છે. માટે પૂર્વભવનું એક, અને પછીના ભવનું એક એમ બે અન્તર્મુહૂર્ત અને તેત્રીશ સાગરોપમ નારકના, આ પ્રમાણે આ ભાંગીને ઉત્કૃષ્ટ કાળ બે અન્તર્મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ છે.
(૩) નીચને બંધ, ઉચ્ચ ઉદય અને બેની સત્તાને કાળ બંધ આશ્રયી નીચ અને ઉચ્ચ ગોત્ર પરાવર્તમાન હવાથી જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તમુહૂર્ત છે.
(૪) ઉચ્ચને બંધ, નીચને ઉદય અને બેની સત્તાને કાળ બંધ આશ્રયી પરાવર્તમાન હેવાથી જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બે અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ પ્રમાણ છે. કારણકે નરકમાં નીચને ઉદય હોય છે. અને સામાન્યથી સાતમી નરકમાં મિથ્યાદિષ્ટિને ભવસ્વભાવે નીચને જ બંધ હોય છે પરંતુ સાતમી નરકમાં ઉત્પન્ન થઈ અન્તર્મુહૂર્તમાં જ પશમ સમ્યકત્વ પામી ભવના દ્વિચરમ અન્તર્મુહૂર્ત સુધી સમ્યકત્વમાં રહેનાર નારક ઉચ્ચગેત્રને જ બંધ કરે છે માટે તેવા જીવને આશ્રય આટલો અને છમાસ બાકી હોય ત્યારે આયુષ્ય બધે જ એ મતે આયુષ્ય બાંધતાં મિથ્યાત્વ જ હેવાથી અન્તર્મુદત અધિક છ માસ ન્યૂન તેત્રીશ સાગરેપમ ઉત્કૃષ્ટ કાળ ઘટી શકે છે.
(૫) ઉચ્ચને બંધ, ઉચ્ચને ઉદય અને બેની સત્તાનો કાળ નીચ અને ઉચ્ચ બંધમાં પરાવર્તમાન હવાથી જઘન્યથી એક સમય અને નીચને બંધ પ્રથમના બે ગુણસ્થાનક સુધી હોવાથી તેમજ મિથ્યાત્વ પામ્યા વિના જીવ દેવ અને મનુષ્યભવમાં સાધિક ૧૩૨ સાગરેપમ કાળ પ્રમાણ જ સંસારમાં રહી શકે છે માટે ઉત્કૃષ્ટથી સાધિક ૧૩ સાગરોપમ પ્રમાણ છે.
(૬) ઉચ્ચને ઉદય અને બે ની સત્તાને કાળ અગિયારમા ગુણસ્થાનકથી ભવક્ષયે પડનારને આશ્રયી જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી તેરમાં ગુણસ્થાનક આશ્રયી દેશેન પૂર્વકોડ વર્ષ છે.
(૭) ઉચ્ચને ઉદય તેમજ ઉચ્ચની સત્તાને કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બને રીતે એક સમયને જ છે.
આજ ભાંગાઓને અવસ્થાનક આશ્રયી વિચાર
પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયમાં સર્વ ગુણસ્થાનકેની વિવક્ષા કરીએ તે સાત, અને બાર ગુણસ્થાનકની વિવક્ષા કરીએ તે પ્રથમના છ હોય છે, લબ્ધિ પર્યાપ્ત અને કરણ અપર્યાપ્ત એવા સંજ્ઞી પંચેન્દ્રિયની વિવક્ષા કરીએ તે તેમાં પહેલું–બીજું અને શું ગુણસ્થાનક હોવાથી તેમજ ચારે ગતિના જીવે આવતા હોવાથી પ્રથમના પાંચ અને જે લબ્ધિ અપર્યાપ્તની વિવક્ષા કરીએ તે તેમાં માત્ર નીચ ગોત્રને જ ઉદય હેવાથી પહેલ,