________________
૧૨
પંચસંગ્રહ તૃતીય ખંડ પરભવાયુને બંધ થયા બાદ દ મનુષ્પાયુને ઉદય, નારક-મનુષ્પાયુની સત્તા ૭ મનુષ્યાને ઉદય, તિર્યંચ-મનુષ્પાયુની સત્તા. ૮ મનુષ્પાયુને ઉદય, મનુષ્ય-મનુષ્યાયની સત્તા આ ત્રણે વિકપિ અપ્રમત્ત ગુણસ્થાનક પર્યત હેાય છે. કેમકે નરક, તિર્યંચ કે મનુષ્યાયુને બંધ કર્યા પછી મનુષ્યને સમ્યક્ત્વ, દેશવિરતિ કે સર્વવિરતિની પ્રાપ્તિને સંભવ છે. ૯ મનુષ્કાયુને ઉદય, દેવ-મનુષ્પાયુની સત્તા. આ વિકલપ ઉપશાંતમોહ ગુણસ્થાનક પર્યત હોય છે, દેવાયુને બંધ થયા બાદ મનુષ્ય ઉપશમણિ પર આરોહણ કરી શકે છે, અને અગિયારમા ગુણસ્થાનક પર્યત જઈ શકે છે.
આ પ્રમાણે મનુષ્યના નવ ભંગ કહ્યા. આ રીતે દેવ અને નારકે આશ્રયી પાંચ પાંચ અને તિર્યંચ તથા મનુષ્ય આશ્રયી નવ નવ, કુલ આયુના અઠાવીશ ભંગ થાય છે.
હવે દર્શનાવરણીય કર્મના બંધ, ઉદય અને સત્તાસ્થાનનું પ્રતિપાદન કરવા ઈચ્છતા સૂત્રકાર કહે છે
नव छच्चउहा बज्झइ दुगदसमेण दंसणावरणं । नव बायरम्मि सन्तं छक्कं चउरो य खीणम्मि ॥१०॥
नवषट्चतुर्दा बध्यते द्विकाष्टमदशमेषु दर्शनावरणम् । __नव बादरे सत्यः षट् चतस्रश्च क्षीणे ॥१०॥
અર્થ—નવ, છ અને ચાર પ્રકારે દર્શનાવરણીય કર્મ અનુક્રમે બે, આઠ અને દશમ સુધીમાં બંધાય છે. ક્ષપકશ્રેણિમાં નવમાના આદ્ય વિભાગ પર્યત તેની નવ પ્રકૃતિઓ સત્તામાં હોય છે અને ત્યાર પછી છ સત્તામાં હોય છે. ક્ષણમેહના ચરમસમયે ચાર સત્તામાં હોય છે.
ટીકાનુ – દર્શનાવરણીય કર્મના નવ, છે અને ચાર એમ ત્રણ બંધસ્થાનક હોય છે. એક સાથે દર્શનાવરણીય કર્મની નવે પ્રકૃતિ બંધાય તે નવનું પહેલું બંધસ્થાન અને તે મિથ્યાદષ્ટિ અને સાસ્વાદને હેય છે. દર્શનાવરણીયકર્મની નવે પ્રકૃતિ પહેલે બીજે ગુણઠાણે દરેક જીવને બંધાયા કરે છે. ત્યાનદ્ધિ ત્રિક સિવાય છે પ્રકૃતિનું બીજું બંધસ્થાન. આ બંધસ્થાન સમ્યગૃમિથ્યાબિટથી આરંભી અપૂર્વકરણના પહેલા ભાગ પર્યત હોય છે, કેમકે અહિં થિણદ્વિત્રિકને બંધ થતું નથીત્યાન દ્વિત્રિક અને નિદ્રાદ્ધિક વિના ચક્ષુદંશ , નાવરણીય આદિ ચાર પ્રકૃતિનું ત્રીજુ બંધસ્થાન અપૂર્વકરણના બીજા ભાગથી આરંભી સૂમસં૫રાય પર્યત હોય છે. અહિં નિદ્રાદ્ધિકને પણ બંધ હેતે નથી માટે. આ રીતે દર્શનાવરણીયકર્મનાં ત્રણ બંધસ્થાનકે કહ્યાં.
૧ એક સાથે જેટલી પ્રકૃતિ બંધ ઉદય, કે સત્તામાં હેય છે તે બંધાદિ સ્થાન કહેવાય છે.