________________
સપ્તનિકા ટીકાનુવાદ
૨૧૭ ત્યાં પાંચનું બંધસ્થાન એકથી દશ ગુણસ્થાનક સુધી અને તેને કાળ અભવ્ય આશ્રયી અનાદિ-અનંત, મેક્ષગામી ભવ્યજીવ આશ્રયી અનાદિ-સાત અને અગિયારમાં ગુણસ્થાનકથી પડેલા જીવ આશ્રયી સાદિ-સાત એમ ત્રણ પ્રકારે છે, અગિયારમાથી પડે ત્યારે સાદિ અને પુના શ્રેણી માંડી ૧૧ મે અથવા ૧૨ મે જાય ત્યારે સાન્ત, માટે સાદિ-સાન્ત ભાંગાને કાળ જઘન્યથી અન્તર્મુહૂર્તા, કારણ કે ઉપશમશ્રેણીથી પર્ડ ફરીથી અન્તર્મુહૂર્તમાં શ્રેણી કરી શકે છે. અને ઉત્કૃષ્ટથી દેશના અર્ધ પુદ્ગુગલ પરાવર્તા, કારણકે ઉપશમ શ્રેણીથી પડેલા છે વધુમાં વધુ આટલે કાળ જ સંસારમાં રખડે છે. અને પછી અવશ્ય ક્ષે જાય છે.
પાંચનું ઉદયસ્થાન અને સત્તાસ્થાન બારમા સુધી હોય છે. માટે એ બન્નેને કાળ અભવ્ય આશ્રયી અનાદિ-અનંત, મેક્ષગામી ભવ્ય આશ્રયી અનાદિ-સાન્ત, એમ બે પ્રકારે હોય છે. આ ને કર્મના ઉદય અને સત્તાને અભાવ તેરમે હેાય છે. પરંતુ ત્યાંથી પડવાને અભાવ હોવાથી પાંચના ઉદય અને સત્તાને સાદિ-સાન્ત કાળ નથી.
દશમા ગુણસ્થાન સુધી પાંચને બંધ, પાંચને ઉદય અને પાંચની સત્તા હોય છે. તેને કાળ અભવ્ય આશ્રયી અનાદિ-અનંત, મિક્ષગામી ભવ્ય આશ્રય અનાદિ–સાન અને પતિત આશ્રયી જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશનાર્ધ પુદ્ગલ પરાવર્તે છે.
અગિયારમે અને બારમે અબંધ, પાંચને ઉદય અને પાંચની સત્તા હોય છે એને કાળ અગિયારમાં ગુણસ્થાનકથી ભવક્ષયે પડનારને આશ્રયી એક સમય અને ઉત્કૃષ્ટથી બેમાંથી ગમે તે ગુણસ્થાનક આશ્રયી અન્તમુહૂર્ત પ્રમાણુ હોય છે, કારણ કે આ ગુણસ્થાનકને ઉત્કૃષ્ટકાળ આટલોજ છે.
સંજ્ઞ-પંચેન્દ્રિય પર્યાપ્તમાં બાર અથવા ચૌટે ગુણસ્થાનકને સંભવ હોવાથી આ અને કર્મના ઉપર જણાવેલ બને સંવેધ-ભાંગા, અને શેષ તેર જીવસ્થાનકમાં યથાસંભવ પ્રથમના એક-બે અને ચાર ગુણસ્થાનક જ હોવાથી પાંચને બંધ, પાંચને ઉદય અને પાંચની સત્તા રૂપ એક જ સંવેધ હોય છે.
દર્શનાવરણીય આ કર્મની ઉત્તર પ્રકૃતિઓ નવ છે અને પ્રથમના બે ગુણસ્થાનકસુધી નવે બંધાય છે, તેમજ ત્રીજાથી આઠમાના પહેલા ભાગ સુધી થીણદ્વિત્રિક વિના છે અને આઠમાના બીજા ભાગથી દશમાં ગુણસ્થાનક સુધી નિદ્રાદ્ધિક વિના ચાર બંધાય છે, માટે નવ-છ અને ચાર પ્રકૃતિના સમૂહ રૂપ કુલ ત્રણ બંધસ્થાને છે.
ત્યાં નવ પ્રકૃતિના બંધસ્થાનને કાળ-અભને આશ્રયી અનાદિ-અનન્ત, ભવ્યને આશ્રયી અનાદિ-સાન્ત, સમ્યકત્વથી પડેલા ને આશ્રય સાદિ-સાન્ત એમ ત્રણ પ્રકારે