________________
૧૯૫
સપ્તતિકા ટીકાનુવાદ પર્યાપ્તાને ઉચ્છવાસને ઉદય થતાં પહેલાં આતપ કે ઉદ્યોત બેમાંથી કેઈ એકને ઉદય થાય તે પણ છવ્વીસને ઉદય થાય છે. અહિં આતપ અને પ્રત્યેક સાથે યશકીનિં– અપયશકીત્તિને ફેરવતાં બે ભંગ થાય છે. સાધારણને આતપનો ઉદય હોતું નથી, માટે સદાશ્રિત વિક૫ થતા નથી. ઉદ્યોત સાથે પ્રત્યેક–સાધારણને યશ-અપયશકીર્તિ સાથે ફેરવતાં ચાર ભંગ થાય છે. સઘળા મળી છવ્વીસના ઉદયના અગીઆર ભંગ થાય છે. - ત્યારબાદ પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસ સહિત છવ્વીસના ઉદયમાં આપ કે ઉદ્યોત બેમાંથી એક મેળવતાં સત્તાવીસને ઉદય થાય છે. અહિં આતપ સાથે છે અને ઉદ્યોત સાથે ચાર ભંગ થાય છે. સત્તાવીસના ઉદયના સઘળા મળી છ ભાંગા થાય છે.
બ દર પર્યાપ્તાને પાંચે ઉદયસ્થાનના સઘળા મળી એગણત્રીશ ભાંગા થાય છે.
પર્યાપ્ત સંસિને વીસ સિવાયના શેષ સઘળાં ઉદયસ્થાનકે હોય છે. ચોવીસ ઉદય એકેન્દ્રિયમાં જ હોય છે, અન્ય કેઈને હોતે નથી માટે તેને નિષેધ કર્યો છે ઉદયસ્થાન અને તેના ભાંગાઓ દેવ, નારકી, તિર્યંચ અને મનુષ્ય આશ્રયી જે પહેલાં કહ્યા છે, તે પ્રમાણે પર્યાપ્ત સંજ્ઞિને કહેવા
શેષ પર્યાપ્ત બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંગ્નિ પંચેન્દ્રિયને ૨૧-૦૬-૨૮ -૨-૩૦-૩૧ એ છ ઉદયસ્થાને હોય છે. તેમાં બેન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયને પહેલાં જે પ્રમાણે ઉદયથાનકે અને તેના ભાંગાએ કહી ગયા તે પ્રમાણે કહેવા
જે પ્રમાણે પ્રાકૃત-સામાન્ય તિર્યંચ પંચેન્દ્રિયને પહેલાં ભાંગા કહ્યા તે પ્રમાણે પર્યાપ્ત અસંઝિને પણ કહેવા. માત્ર બેઈન્દ્રિયાદિ સઘળાને એકવીસ અને છવ્વીસના ઉદયે અપર્યાપ્ત આશ્રયી જે એક એક ભંગ પહેલાં કહ્યો છે તે અહિં ન કહે. કારણ કે અહિં પર્યાપ્તાઓ આશ્રયી જ વિચાર કર્યો છે માટે.
આ પ્રમાણે ચૌદ છવસ્થાનકમાં ઉદયસ્થાનકે કહ્યાં. ૧૩૮ હવે સત્તાસ્થાનોને પ્રતિપાદન કરવા માટે કહે છેतेरससु पंच संता तिण्णधुवा अहसीइ बाणउइ । सण्णिस्स होति बारस गुणठाणकमेण नामस्स ॥१३९॥ त्रयोदशसु पञ्च सन्ति त्रीण्यध्रुवाण्यष्टाशीतिनिवतिः।
संज्ञिनि भवन्ति द्वादश गुणस्थानक्रभेण नाम्नः ॥ १३९ ॥
અર્થ: તેર જીવભેદમાં ત્રણ અધુવ, અાશી અને બાણે એમ પાંચ સત્તાસ્થાનકે - હેય છે. સંઝિને ગુણસ્થાનકના કામે નામકર્મનાં બારે સત્તાસ્થાનકે હેય છે.