________________
૧૪s
પંચસંગ્રહ તુતીયખડ અર્થ_એ પ્રમાણે વેગ, ઉપગ અને વેશ્યાદિના ભેદે મોહનીયકર્મના ભાંગાએ અને પદેના પણ ઘણા ભેદો થાય છે. જે ગુણસ્થાનકમાં ગાદિની જે સંખ્યા હોય, તે સંખ્યા તે ગુણસ્થાનકમાં ગુણક હોય છે. એટલે કે ગાદિની સંખ્યા સાથે તે તે ગુણસ્થાનકના ભાંગા અને પદસંખ્યાને ગુણતાં જે આવે તે મોહનીયકર્મનાં પદેની સંખ્યા થાય છે.
ટીકાનુ–પૂર્વની ગાથામાં જે રીતે કહી ગયા તેને અનુસરીને ઉદયભાંગાઓના અને ઉદયપદના ગ, ઉપગ અને કેયાના ભેદે ઘણા ભેદે થાય છે. તે ભેદની સંખ્યા લાવવાને ઉપાય કહે છે–
- જે કંઈ પણ ગુણસ્થાનકે યોગાદિની જેટલી સંખ્યા હોય તે સંખ્યા સાથે તે તે ગુણસ્થાનકે થતા ભાંગાઓને અને પદને ગુણાકાર કરવાથી તે તે ગુણસ્થાનકના રોગ આદિના ભેદે થતા ભાંગાઓની અને પદેની સંખ્યા આવે છે. જેને નીચેની ગાથામાં કહેવામાં આવશે. ૧૧૭.
ગાદિના ભેદે થતી સંખ્યા આ ગાથામાં કહે છેउदयाणुवयोगेसुं सगसयरिसया तिउत्तरा होति । पण्णासपयसहस्सा तिण्णिसया चेव पण्णरसा ॥११॥ उदयानामुपयोगेषु सप्तसप्ततिशतानि व्युत्तराणि भवन्ति ।
पञ्चाशत्पदसहस्राणि त्रीणि शतान्येव पश्चदश ॥११८॥ અર્થ—ઉપગના ભેદે થતા ઉદયભંગની સંખ્યા સતેરસે ત્રણ થાય છે, અને ઉદયપદની સંખ્યા પચાસ હજાર ત્રણ અને પંદર થાય છે.
ટીકાનુ–ગોના સંબંધમાં ઘણું કહેવાનું હોવાથી તેને છોડીને પહેલાં ઉપગના ભેદ થતા મેહનીયકર્મના ઉદયભાંગાની સંખ્યા કહે છે-મિથ્યાદિષ્ટ ગુણસ્થાનકે આઠ એવીશીઓ છે, સાસ્વાદને ચાર, મિ. ચાર, અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે આઠ, દેશવિરતિ ગુણસ્થાનકે આઠ, પ્રમસંવતે આઠ, અપ્રમત્તસંયતે આઠ અને અપૂર્વકરણ ગુણસ્થાનકે ચાર વિશીઓ થાય છે. કુલ બાવન વીશીઓ થાય છે.
તથા મિથ્યાદષ્ટિ, સાસ્વાદન અને મિશ્રદૃષ્ટિમાં મતિજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન કુલ પાંચ ઉપયોગ હોય છે. અવિરતિ સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિ ગુણસ્થાનકે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન કુલ છ ઉપગે હોય છે. પ્રમત્તસંયતથી સૂમસં૫રાય સુધીમાં તેજ છમાં મનપર્યાવજ્ઞાન મેળવતાં સાત ઉપગે હોય છે.'
આ પ્રમાણે જે ગુણસ્થાનકે જેટલી વીશીઓ થતી હોય તેને તે ગુણસ્થાનકે જેટલા ઉપગે હેય તેની સાથે ગુણાકાર કરે, ત્યારબાદ તેને વીશે ગુણવા અને તેમાં નવમા,