________________
૧૧૪.
પંચસંગ્રહ તૃતીયખંહ
હેતાં નથી. એક ગુણસ્થાનકે અનેક સત્તાસ્થાને ભિન્નભિન્ન છની અપેક્ષાએ હોય છે. ૯૮.
આ પ્રમાણે ગુણકથાનકમાં સત્તાસ્થાનકો કહ્યાં. હવે બંધ, ઉદય અને સત્તાસ્થાને પરસ્પર સંવેધ કહે છે –
नवपंचोदयसत्ता तेविसे पणवीस छब्बीसे ॥ अठ्ठ चउरहवीसे नवसत्तिगुणतीसतीसे य ॥९९॥ एक्के के इगतीसे एकके एक्कुदय अट्ठ संतंसा । उवस्यबंध दस दस नामोदयसंतठाणाणि ॥१०॥ नवपश्चोदयसत्ते प्रयोविंशतौ पञ्चविंशतौ पइविंशतौ । अष्टौ चत्वार्यष्टाविंशतौ नव सप्तकोनविंशति च ॥९९॥ एकैकमेकत्रिंशत्येकस्मिन् एक उदयोऽष्टौ सत्तांशाः ।
उपरतबन्धे दश दश नाम्न उदय-सत्स्थानानि ॥१०॥ અર્થ–તેવીસ, પચીસ અને છવ્વીસના બંધે નવ ઉદયસ્થાને અને પાંચ સત્તાસ્થાને હોય છે, અડ્ડાવીશના બંધે આઠ ઉદયસ્થાને અને ચાર સત્તાસ્થાને હોય છે, ઓગણત્રીશ અને ત્રીશના બધે નવ ઉદયસ્થાન અને સાત સત્તાસ્થાને હોય છે, એકત્રીશના બધે એક ઉદયસ્થાન અને એક સત્તાસ્થાન હોય છે. એકના બંધે એક ઉદયસ્થાન અને આઠ સત્તાસ્થાને હોય છે, અને બંધવિ છેદ થયા પછી નામકર્મનાં દશ ઉદયસ્થાન અને દશ સત્તાસ્થાને હોય છે.
ટીકાનુ -વીસ, પચીસ અને ઇવીસના બંધે નવ નવ ઉદયસ્થાને અને પાંચ પાંચ સત્તાસ્થાન હોય છે. તેમાં ત્રેવીસ પ્રકૃતિને બંધ અપર્યાપ્ત એકેન્દ્રિય ગ્ય છે. એટલે કે અપર્યાપ્ત એકેન્દ્રિય ગ્ય બાંધતાં ત્રેવીસ પ્રકૃતિ બંધાય છે. અને તેના બાંધનારા પર્યાપ્ત-અપર્યાપ્ત એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો છે.
- અપર્યાપ્ત અને પર્યાપ્ત એકેનિદ્રયાદિ સઘળા તિર્યંચે અને મનુષ્ય ત્રેવીસ પ્રવૃતિઓ બાંધી શકતા હોવાથી અપર્યાપ્ત અને પર્યાપ્તાવસ્થામાં મનુષ્ય અને તિર્યંચોને સંભવતાં સઘળાં ઉદયસ્થાનકે ત્રેવીસને બંધ કરતાં સંભવે છે. તે નવ ઉદયસ્થાનકે આ પ્રમાણે છે-૨૧-૨૪૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ આ ઉદયસ્થાનકે કયારે હેય? તેનું વિવરણ કરે છે
૧ અમુક બંધસ્થાન બાંધતી વખતે અમુક ઉદયસ્થાને કે અમુક રુઝાસ્થાને ઉyકઈ સમજવામાં તે તે બંધસ્થાનક કઈગતિ કે કયા જીવો યોગ્ય છે, અને તેના બાંધનારા કોણ છે ? તેને ખ્યાલ રાખવો જોઈએ. કેમકે તે ઉપરથી જ તે તે બંધસ્થાન બાંધતાં અમુક ઉદયસ્થાન કે સત્તાસ્થાના નિર્ણય થઈ શકે છે.