________________
પાંચસંગ્રહ તૃતીયખડ
અથ—તિય ચાનાં છવ્વીસ આદિ જે ઉદયસ્થાનકા કહ્યાં, સંઘયણ વિનાનાં તે સઘળાં ઉદયસ્થાના વક્રિયશરીર કરતાં તિય ચ અને મનુષ્યને તથા આહારક શરીર કરતાં યતિઓને હાય છે.
૯૪
ટીકાનુ૦—તિય ચાને છવ્વીસ, અટ્ઠાવીશ, એગણત્રીશ, ત્રશ અને એકત્રીશ રૂપ જે ઉદયસ્થાનકો કહ્યાં, સંઘયણ નામકમ વિનાનાં તે સધળાં ઉદયસ્થાનકે ઉત્તરવૈક્રિયશરીરી તિય ચાને અને મનુષ્યાને તથા આહારક શરીરી યતિને હોય છે. અતિસંક્ષેપે કહેલી આ હકીકતના વિસ્તારથી વિચાર કરે છે-વૈક્રિય અને આહારકશરીર કરતા મનુષ્યેાનાં ઉદ્દયસ્થાનક આગળ ઉપર કહેશે.
અહિ' ઉત્તરવૈક્રિયશરીર કરતા તિય ચાનાં ઉદયસ્થાનકા કહે છે, તે પાંચ છે. તે આ-૨૫-૨૭-૨૮-૨૯-૩૦. વૈક્રિય અને આહારક શરીરની વિધ્રુણા ૧પર્યાપ્તાવસ્થામાંજ થાય છે. એટલે ભવાંતરમાં જતાં સંભવતું એકીશનુ ઉદયસ્થાન અહિં હાતુ નથી. . તથા વૈક્રિય અને આહારક શરીરમાં હાડકાં નહિ હોવાથી હાડના ધરૂપ સાંઘયણ પણુ ડાતું નથી. એટલે સામાન્ય તિય ચાનાં જે છવ્વીસ આદિ ઉદયસ્થાનકે કહ્યાં તે દરેકમાંથી સંઘયણ નામકમ દૂર કરતાં ઉપર કહ્યાં તે પૌંસ આદિ પાંચ ઉદયસ્થાનકે થાય છે જે અહિં કહ્યાં છે. તેમાં પૌ પ્રકૃતિએ આ પ્રમાણે-વૈક્રિયશરીર, વૈક્રિય અંગોપાંગ, સમચતુરસસંસ્થાન, ઉપઘાત, પ્રત્યેક, તિય ચગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસ, ખાદર, પાઁપ્ત સુભગ, દુગમાંથી એક, આદ્રેય-અનાદેયમાંથી એક, યશ- અપયશમાંથી એક, તેજસ, કાણુ, અનુરૂલઘુ, સ્થિર, અસ્થિર શુભ, અણુપ્ત, વર્ણાદિ ચાર, અને નિર્માણુ, અહિં સુભગ-દુર્ભાગ આદ્રેય, અનાદેય, અને યશ-અપયશ સાથે સાથે આઠ ભંગ થાય છે. તે આ પ્રમાણેસુભગ–દેય-યશ,સુભગ-દેય-અપયશ; સુભગ-અનાદેય-યશ, સુભગ-અનાદેય-અપયશ, દુર્લંગ-દ્વેષ-યશ, દુગ-આદેય-અપયશ, દુગ અનાદેય-યશ, દુગ-અનાદેય-અપયશ.
ત્યાર બાદ શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત અને પ્રશસ્ત વિહાયાતના ઉદય મેળવતાં સત્તાવીસના ઉદય થાય છે. અહિં પણ પૂર્વવત્ આઠ ભાંગા થાય છે.
ત્યારબાદ ઉચ્છ્વાસ પર્યાપ્તએ પર્યાપ્તાને શ્વાસેાાસના ઉદય મેળવતાં અઠ્ઠાવીશના ઉદય થાય છે. અહિં પણ પૂવત્ આઠ ભાંગા થાય છે. અથવા શરીરપર્યાપ્તએ પર્યાપ્તાને ઉચ્છ્વાસના ઉદય થતાં પહેલાં કાઇને ઉદ્યોતના ઉદયે પણુ અઠ્ઠાવીસના ઉદય થાય છે. તેમાં પણ પૂર્વવત્ આઠ ભંગ થાય છે સઘળા મળી અઠ્ઠાવીશના ઉદ્દયના સાળ ભંગ થાય છે.
ત્યારખાદ ભાષાપર્યાપ્તએ પર્યાપ્તાને ઉચ્છ્વવાસ સહિત અઠ્ઠાવીશના ઉદયમાં
૧ વૈક્રિય અને આદારકારીર કરતાં પણ તે તે શરીરને યોગ્ય તમામ પ્રકારની વ્યવસ્થા માટે શરૂઆતના અંતમાં પર્યાપ્તિએ કરવી પડે છે.