________________
પંચ સંગ્રહ વતીયખંડ દરેક તિર્યમાં એકત્રીશને ઉદય ઉઘાત સાથે થાય છે, અને મનુષ્યમાં એકત્રીશને ઉદય તીર્થંકરનામ સાથે થાય છે. બેઈન્દ્રિયના સઘળા ઉદયસ્થાનના સરવાળે બાવીસ ભાંગા થાય છે.
એજ પ્રમાણે તેન્દ્રિય અને ચઉરિદ્રિને પણ છ છ ઉદયસ્થાન અને બાસ બાવીસ ભાંગાઓ કહેવા. માત્ર બેઈન્દ્રિય જાતિના સ્થાને તેઈન્દ્રિયને તેઈન્દ્રિયજાતિ, અને ચૌરિન્દ્રિયોને ચૌરિન્દ્રિય જાતિ કહેવી. આ પ્રમાણે વિકલેનિદ્રાને કુલ છાસઠ ભાંગા થાય છે.
- હવે પ્રાકૃત–સામાન્ય તિર્યંચ પંચેન્દ્રિના ઉદયસ્થાનેને વિચાર કરે છે–પ્રાકૃતતિર્યફ પંચેન્દ્રિયેને છ ઉદયસ્થાનકે હેય છે. તે આ પ્રમાણે–૨૧-૬-૨૮–૨૯-૩૦ ૩૧. જો કે આ સઘળાં ઉદયસ્થાનેને નિg ગાથા ૮૧ એ પદ કહેતાં સામાન્યથી કહ્યાં છે, તે પણ શિષ્યને સમહ ન થાય એટલા માટે વિશેષતઃ વિચાર કરે છે.
- તિર્યંચગતિ, તિર્યંચાનુપૂથ્વ, પંચેન્દ્રિય જાતિ, સનામ, બાદરનામ, પર્યાપ્ત–અપર્યાપ્ત માંહેથી એક, સુભગ-દુર્ભાગમાંથી એક, આદેય–અદેયમાંથી એક, યશકીર્તાિ–અપયશકીર્તિ માંહેથી એક, રૌજસ, કાર્મણ, અગુરુલઘુ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ; નિર્માણ અને વર્ણાદિ ચતુષ્ક. આ એકવીશ પ્રકૃતિઓને ઉદય ભવાંતરમાં જતા તિર્યંચ-પંચેન્દ્રિયોને હોય છે. અહિં નવ ભાંગા થાય છે. તેમાં પર્યાપ્ત નામના ઉદયવાળાને સુભગ-દુર્ભાગ, આય-અનય અને યશ-અપયશ સાથે આઠ ભાંગા થાય છે. અપર્યાપ્ત નામના ઉદયવાળાને દુર્ભગ અદેય અને અપયશ સાથે એક ભંગ થાય છે. અપર્યાપ્ત નામના ઉદયવાળાને પરાવર્તમાન અપ્રશસ્ત પ્રકૃતિએનેજ ઉદય હેય છે, એટલે તેને એક જ ભંગ થાય છે.
કેટલાક આચાર્ય મહારાજ એમ કહે છે કે કેસુભગના ઉદયવાળાને આદેયને અને દુર્ભગ નામના ઉદયવાળાને અનાદેયને ઉદય અવશ્ય હોય છે, એટલે સુભગ-આદેય અને દર્ભગ–અનાદેયને સાથે જ ઉદય હોય છે. એટલે પર્યાપ્તાને સુભગ–અદેય યુગલ અને દુર્ભગ–અનાદેય યુગલને યશકીર્તિ અને અપયશકીર્તાિ સાથે ફેરવતાં ચાર ભાંગા થાય છે. અને અપર્યાપ્તાને એક ભંગ થાય છે. આ રીતે મતાંતરે કુલ પાંચ ભંગ થાય છે. હવે પછીના ઉદયસ્થાનમાં પણ મતાંતરે ભંગની વિષમતા પિતાની બુદ્ધિ વડે વિચારી લેવી.
ત્યારબાદ શરીરસ્થને આનુપૂવના ઉદય વિનાના વશમાં ઔદારિક શરીર, દારિક અંગે પાંગ, છ સંસ્થાનમાંથી એક સંસ્થાન, છ સંઘયણમાંથી એક સંઘયણ, ઉપઘાત અને પ્રત્યેક એ છને ઉદય ઉમેરતાં છવ્વીસન ઉદય થાય છે. અહિં ૨૮૯ ભાંગા થાય છે. તેમાં પર્યાપ્તાને છ સંઘયણ, છ સંસ્થાન, સુભગ-દુર્ભાગ, આધેય-અનાય, અને યશકીર્તાિ -અપયશકીર્તિ સાથે ફેરવતાં બસે અઠયાસી ભંગ થાય છે. અપર્યાપ્તાને પરાવર્તમાન હું સંસ્થાન આદિ સઘળી પ્રકૃતિઓ અશુભ હોવાથી એક જ ભંગ થાય છે. મતાંતરે ૧૪૫ ભંગ થાય છે.