________________
પંચસંગ્રહ તૃતીયખંડ ટીકાનુ એંશીમી ગાથાની ટીકામાં પચીસ આદિ જે ઉદયસ્થાને કહી ગયા તેને સૂત્રકાર પિતેજ કહે છે–ચોસના ઉદયમાં પરાવાતને ઉદય મેળવીએ એટલે પચીસ થાય છે. પચીસના ઉદયમાં ઉચ્છવાસને ઉદય મેળવીએ એટલે છવીસ થાય છે. તેમાં આપને ઉદય મેળવીએ એટલે સત્તાવીસ થાય છે. અહિં આપનું ગ્રહણ ઉપલક્ષણ છે. તેથી ઉદ્યોત પણ ગ્રહણ કરવાનું છે. એટલે ઉદ્યોતને ઉદય મેળવતાં પણ સત્તાવીસને ઉદય થાય છે. આતપ અને ઉદ્યોતને ઉદય એક સાથે એક જીવને હેત નથી.
જેઓને ઉદ્યોતને ઉદય હોય છે તેઓને આતપને ઉદય હેતું નથી, અને જેઓને આપને ઉદય હોય છે તેઓને ઉદ્યોતને ઉદય હેતું નથી. ભવાંતરમાં જવાથી આરંભી સ્વગ્ય પર્યાયિઓ પૂર્ણ કરે ત્યાં સુધીમાં જે કમથી પ્રકૃતિઓને ઉદય થાય છે તે અહિં બતાવેલ છે.
આ પ્રમાણે એકેન્દ્રિયોનાં ઉદયસ્થાનકે અને તેમાં થતા વિકલ્પ કહ્યા. હવે બેઈન્દ્રિયનાં ઉદયસ્થાને અને તેમાં થતા વિકલ્પ કહે છે.
બેઈન્દ્રિયને ૨૧-૨૬-૨૮-૨૯-૩૦-૩૧ એમ છ ઉદયસ્થાનકે હેય છે.
તેમાં પહેલાં એકેન્દ્રિયને જે એકવીશ પ્રકૃતિ કહી તેજ કેટલીએક પ્રકૃતિઓને ફેરફાર કરી બેઈન્દ્રિયને કહેવી, તે આ–તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, બેઈન્દ્રિય જાતિ, ત્રસનામ, બાદરનામ, પર્યાપ્ત-અપર્યાપ્તમાંથી એક, દુર્ભગ, અનાદેય, યશ-અપયશકીર્તિ માંથી એક, તેજસ, કાર્મણ, અગુરુલઘુ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને નિર્માણ. આ એકવીશ પ્રકૃતિને ઉદય ભવાંતરમાં જતા બેઈન્દ્રિયોને હેય છે. અહિં ત્રણ ભાંગા થાય છે. તે આ પ્રમાણે-અપર્યાપ્ત નામના ઉદયવાળા બેઈન્દ્રિયને અપયશકીર્તાિ સાથે એક ભંગ અને પર્યાપ્ત નામના ઉદયવાળા બેઈન્દ્રિયને યશકીર્તિ અને અપયશકીર્તિ સાથે બે ભંગ કુલ ત્રણ ભંગ થાય છે.
ત્યારબાદ શરીરસ્થ–ઉત્પત્તિ સ્થળે ઉત્પન્ન થયેલા બેઈન્દ્રિયને પૂર્વોકત એકર્વાશના ઉદયમાંથી આનુપૂર્વી નામ દૂર કરી તેમાં પ્રત્યેક, ઉપઘાત, ઔદારિકશરીર, ઔદારિક અંગે પાંગ, હેંડસંસ્થાન અને છેવટું સંઘયણ છ મેળવતાં છવ્વીસને ઉદય થાય છે. અહિં પણ એકવીશના ઉદયની જેમ ત્રણ ભંગ થાય છે. એકેન્દ્રિયેને અંગોપાંગ અને સંઘયણને ઉદય હેત નથી, બેઈન્દ્રિયેને હેય છે, એટલે શરીરસ્થ એકેન્દ્રિયના ચોવીસન ઉદયમાં એ બે મેળવતાં છવ્વીસને ઉદય થાય છે. ત્યારબાદ શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત અને વિહાગતિ નામ મેળવીએ એટલે અઠ્ઠાવીશને ઉદય થાય છે.