________________
૫૮
પંચસંગ્રહ-૨ અથવા પ્રતિપક્ષ પ્રકૃતિઓની અપેક્ષાએ વિચારાય છે, જેમ સૌભાગ્ય-દુર્ભાગ્યના સંબંધમાં. નિર્માણનામકર્મ આદિ પ્રકૃતિઓ ન તો પરસ્પર સ્વજાતીય છે, કેમકે પિડપ્રકૃતિ નથી માટે. ન તો પરસ્પર વિરુદ્ધ છે, કારણ કે એકીસાથે તે દરેકનો બંધ થઈ શકે છે માટે.
ગોત્રકર્મમાં નીચગોત્રનું પ્રદેશપ્રમાણ અલ્પ છે. તેથી ઉચ્ચગોત્રનું વિશેષાધિક છે.
અંતરાયકર્મમાં દાનાંતરાયનું પ્રદેશપ્રમાણ અલ્પ છે, તેથી લાભાંતરાયનું વિશેષાધિક, તેથી ભોગાંતરાયનું વિશેષાધિક, તેથી ઉપભોગવંતરાયનું વિશેષાધિક, અને તેથી વીર્યંતરાયકર્મનું વિશેષાધિક પ્રદેશપ્રમાણ છે. આ પ્રમાણે ઉત્તરપ્રકૃતિઓના સંબંધમાં ઉત્કૃષ્ટપદે પ્રદેશ પ્રમાણ કહ્યું.
હવે જઘન્યપદે અલ્પબદુત્વ કહે છે–તેમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયની પ્રકૃતિઓનું અલ્પબદુત્વ જેમ ઉત્કૃષ્ટપદે કહ્યું છે તેમ અહીં પણ જાણવું.
મોહનીયકર્મમાં અપ્રત્યાખ્યાનાવરણ માનનું પ્રદેશ પ્રમાણ અલ્પ છે, તે કરતાં અનુક્રમે અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માયા અને લોભનું વિશેષાધિક વિશેષાધિક પ્રદેશપ્રમાણ છે. તેનાથી પ્રત્યાખ્યાનાવરણમાનનું વિશેષાધિક દળપ્રમાણ છે, તેથી અનુક્રમે પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માયા અને લોભનું વિશેષાધિક વિશેષાધિક દળ પ્રમાણ છે. તેથી અનન્તાનુબંધિમાનનું દળ પ્રમાણ વિશેષાધિક છે, તે કરતાં અનુક્રમે અનંતાનુબંધિ ક્રોધ, માયા અને લોભનું વિશેષાધિક છે. તેથી મિથ્યાત્વનું વિશેષાધિક દળ પ્રમાણ છે. તે કરતાં જુગુપ્સાનું અનંતગુણ, તેથી ભયનું વિશેષાધિક, તે કરતાં હાસ્ય અને શોકનું વિશેષાધિક અને સ્વસ્થાને પરસ્પર તુલ્ય, તેથી રતિ અને અરતિનું વિશેષાધિક અને સ્વસ્થાને પરસ્પર તુલ્ય, તે કરતાં કોઈ પણ વેદનું વિશેષાધિક, તે કરતાં અનુક્રમે સંજવલન માન, ક્રોધ, માયા અને લોભનું વિશેષાધિક વિશેષાધિક દળ પ્રમાણ છે.
આયુમાં તિર્યંચ અને મનુષ્યાયુનું પ્રદેશ પ્રમાણ અલ્પ છે, અને સ્વસ્થાને તુલ્ય છે. તેનાથી દેવ અને નરકાયુનું અસંખ્યાતગુણ છે, સ્વસ્થાને તુલ્ય છે.
નામકર્મમાં તિર્યંચગતિનું પ્રદેશ પ્રમાણ અલ્પ છે, તેથી મનુષ્યગતિનું વિશેષાધિક, તેથી દેવગતિનું અસંખ્યયગુણ, અને તેનાથી નરકગતિનું અસંખ્યગુણ દળપ્રમાણ છે. તથા જાતિમાં દ્વીન્દ્રિયાદિ ચાર જાતિનામકર્મનું અલ્પ દળપ્રમાણ છે, તે કરતાં એકેન્દ્રિયજાતિનું વિશેષાધિક છે. તથા શરીરનામકર્મમાં ઔદારિક શરીર નામકર્મનું અલ્પ પ્રદેશપ્રમાણ છે, તેથી તૈજસ નામનું વિશેષાધિક, તે કરતાં કાર્મણ નામનું વિશેષાધિક, તેથી વૈક્રિયશરીર નામનું અસંખ્ય ગુણ અને તે કરતાં આહારશરીર નામકર્મનું અસંખ્ય ગુણ પ્રદેશ પ્રમાણ છે. આ પ્રમાણે સંઘાતનનામકર્મનું અલ્પબદુત્વ કહેવું. અંગોપાંગનામકર્મમાં ઔદારિક અંગોપાંગનામનું પ્રદેશ પ્રમાણ અલ્પ છે, તેથી વૈક્રિયઅંગોપાંગનામનું અસંખ્યયગુણ છે, અને તેથી આહારક અંગોપાંગનામનું અસંખ્યગુણ છે. તથા દેવ અને નરકાનુપૂર્બિનું પ્રદેશ પ્રમાણ અલ્પ છે, તેથી મનુષ્યાનુપૂર્બિનું વિશેષાધિક છે, અને તેથી તિર્યંચાનુપૂર્બિનું વિશેષાધિક છે.
ત્રસનામકર્મનું અલ્પ પ્રદેશ પ્રમાણ છે, તે કરતાં સ્થાવરનામકર્મનું વિશેષાધિક છે. એ પ્રમાણે બાદર-સૂક્ષ્મ, પર્યાપ્ત-અપર્યાપ્ત અને પ્રત્યેક-સાધારણ સંબંધમાં સમજવું. •
શેષ નામકર્મની પ્રકૃતિઓનું અલ્પબદુત્વ નથી, સરખે જ ભાગે વહેંચાય છે એમ