________________
ઉપશમનાકરણ પ્રશ્નોત્તરી
૭૮૭
ઉદ્વર્તરાકરણ–દશમા ગુણસ્થાનક સુધી અથવા અપેક્ષાએ તેરમા ગુણસ્થાનક સુધી પ્રવર્તે છે અને તેનાથી થયેલ ફેરફારવાળી કર્મસત્તા ચૌદમા ગુણસ્થાનક સુધી હોય છે.
ઉદીરણાકરણ આ કરણ અને તેનું કાર્ય તેરમા ગુણસ્થાનક સુધી હોય છે.
સર્વોપશમનાકરણ–પહેલે અને ચોથાથી દશમ ગુણસ્થાનક સુધી પ્રવર્તે છે, તેનાથી ઉપશાંત થયેલ કર્મદલિક યથાસંભવ ત્રીજા વિના એકથી અગિયાર ગુણસ્થાનક સુધી હોય છે.
દેશોપશમા, નિદ્ધત્તિ અને નિકાચના આ ત્રણ કરો અને તેનાથી ઉપશાંત, નિદ્ધત્ત અને નિકાચિત થયેલ કર્મ આઠમા ગુણસ્થાનક સુધી રહે છે પણ પછી રહેતાં નથી.
પ્રશ્ન–પ૨. અનાદિ મિથ્યાદષ્ટિ પ્રથમ ઉપ્રશમ સમ્યક્ત પ્રાપ્ત કરે છે ત્યારે જેમ મિથ્યાત્વની સર્વોપશમના કરે છે તેમ અનંતાનુબંધીની ઉપશમના કરે કે નહીં ? કારણ કે અનંતાનુબંધીનો ઉદય હોય ત્યાં સુધી ઉપશમ સમ્યક્ત પ્રાપ્ત ન થાય, છતાં અનંતાનુબંધિની ઉપશમના કેમ બતાવી નથી ?
ઉત્તર–અનાદિ મિથ્યાદૃષ્ટિ ઉપશમ સમ્યક્ત પામે ત્યારે જેમ મિથ્યાત્વની સર્વોપશમના કરે છે, તેમ અનંતાનુબંધિની સર્વોપશમના કરતો નથી. પરંતુ અનંતાનુબંધિનો ક્ષયોપશમ કરતો હોય તેમ લાગે છે. - તેનું પહેલું કારણ–જો અનંતાનુબંધિનો પણ ઉપશમ કરતો હોય તો જેમ અનાદિમિથ્યાદષ્ટિને ઉપશમ સમ્યક્ત પ્રાપ્ત કરતાં અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી મિથ્યાત્વમોહનીય વિના ર૫ની દશોપશમના બતાવી, તેમ અનંતાનુબંધીની પણ દેશોપશમના ન થવાથી ૨૧ પ્રકૃતિઓની દેશોપશમના બતાવવી જોઈએ, પણ તેમ બતાવેલ નથી.
બીજું કારણ જેમ મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ સમયાધિક આવલિકા બાકી રહે ત્યારે મિથ્યાત્વની જઘન્ય સ્થિતિ ઉદીરણા બતાવી, તેમ અનંતાનુબંધિની પણ જઘન્ય સ્થિતિ ઉદીરણા આવી શકે છતાં તેમ ન બનાવતાં અનંતાનુબંધિની જઘન્ય સ્થિતિ ઉદીરણા એકેન્દ્રિયોમાં બતાવવામાં આવેલ છે. - ત્રીજું કારણ—જેમ પુરુષવેદના બંધવિચ્છેદ પછી બે સમયનૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ પુરુષવેદના દલિકને તેટલા જ કાળમાં સંક્રમાવે છે, ત્યારે સંક્રમના ચરમ સમયે પુરુષવેદનો જઘન્ય અનુભાગ સંક્રમ બતાવેલ છે. તેમ અનંતાનુબંધિનો પણ ઉપશમ સમ્યક્ત પામ્યા પછી બે સમય ન્યૂન બે આવલિકા જેટલા અંતિમકાળમાં બંધાયેલ દલિકોને સંક્રમાવતાં સંક્રમના ચરમ સમયે ઘણો ઓછો રસ સંક્રમતો હોવાથી જઘન્ય અનુભાગ સંક્રમ બતાવવો જોઈએ. પરંતુ તેમ ન બનાવતાં અનંતાનુબંધિની વિસંયોજના કરી પ્રથમ ગુણસ્થાનકે આવેલ આત્માને પ્રથમ સમયે બંધાયેલ રસ અનંતગુણ હોવા છતાં બંધાવલિકા પછીના પ્રથમ સમયે તે રસને સંક્રમાવતાં જઘન્ય અનુભાગ સંક્રમ બતાવેલ છે.