________________
નિદ્ધત્તિ નિકાચનાકરણ સારસંગ્રહ
૭૭૫
પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગથી થાય છે. અર્થાત્ તેમાં મુખ્યત્વે અધ્યવસાય કારણ નથી, પરંતુ સ્થિતિબંધ અને તેના ઉપલક્ષણથી અનુભાગબંધ કાષાયિક અધ્યવસાયોથી થાય છે. માટે અહીં સ્થિતિબંધના અધ્યવસાયોથી બંધનકરણના અધ્યવસાયો સમજવાના છે. અને તે હવે પછી બતાવવામાં આવશે તે અધ્યવસાયોની અપેક્ષાએ થોડા છે. છતાં અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે. બંધનકરણના અધ્યવસાયોથી ઉદીરણાકરણના અધ્યવસાયો અસંખ્યાતગુણ છે, તે થકી સંક્રમણ, ઉદ્ધના અને અપવર્તન એ ત્રણે કરણના સમુદિત અધ્યવસાયો અસંખ્યાતગુણ છે. અને એ અધ્યવસાયોથી પણ ઉપશમના, નિદ્ધત્તિ અને નિકાચનાકરણના અધ્યવસાયો ક્રમશઃ એક એકથી અસંખ્યાતગુણ છે.
| નિદ્ધત્તિ નિકાચનાકરણ સારસંગ્રહ સમાપ્ત .