________________
ઉપશમનાકરણ સારસંગ્રહ
૭૭૩
ચરમસમયે બતાવેલ છે; પરંતુ દેશોપશમના આઠમા ગુણસ્થાનક સુધી જ થાય છે. અને આઠમા ગુણસ્થાનકવર્તી જીવોને એકેન્દ્રિયોની અપેક્ષાએ આ પ્રકૃતિઓનો અનંતગુણ અધિક રસ સત્તામાં હોય છે, તેથી આ પ્રવૃતિઓના પણ જઘન્ય અનુભાગ દેશોપશમનાના સ્વામી પૂર્વે બતાવેલ એકેન્દ્રિયાદિ જેવો જ છે. પ્રદેશદેશોપશમના
આ દેશોપશમના પણ મૂળ તેમજ ઉત્તરપ્રકૃતિઓની થાય છે અને તે દરેક ઉત્કૃષ્ટ અને જધન્ય એમ બન્ને પ્રકારે છે.
તેમાં પૂર્વે સંક્રમણકરણમાં જે જીવો ઉત્કૃષ્ટપ્રદેશ સંક્રમના સ્વામી કહ્યા છે તે જ જીવો ઉત્કૃષ્ટ પ્રદેશ દશોપશમનાના સ્વામી છે. પરંતુ જે જે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશ સંક્રમના સ્વામી અપૂર્વકરણગુણસ્થાનકથી ઉપરના જીવો બતાવેલ હોય તે તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશ દેશોપશમનાના સ્વામી અપૂર્વકરણગુણસ્થાનક સુધીના જીવો જ હોય છે. કારણ કે આ ગુણસ્થાનક પછી કોઈપણ પ્રકૃતિઓની દેશોપશમના થતી જ નથી.
તેમજ તીર્થકર નામકર્મના જે જીવો જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે તે જ જઘન્ય પ્રદેશ દશોપશમના સ્વામી છે. પર્યાપ્ત અસંક્ષીપંચેન્દ્રિય તિર્યંચો સ્વપ્રાયોગ્ય જઘન્યયોગે વર્તમાન અને નાનામાં નાના જેટલા અંતર્મુહૂર્તમાં આયુષ્ય બાંધી શકાય તેટલા અંતર્મુહૂર્તકાળમાં દસ હજાર વર્ષ પ્રમાણ દેવ તથા નરકાયુષ્ય બાંધી તેની બંધાવલિકા વ્યતીત થયા બાદ પ્રથમ સમયે આ બન્ને આયુષ્યની જઘન્ય દેશોપશમનાના સ્વામી હોય છે. શેષ શુભ અને અશુભ સઘળી પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશ દશોપશમનાના સ્વામી અભવ્ય પ્રાયોગ્ય જઘન્યસ્થિતિમાં વર્તમાન એકેન્દ્રિય જીવો જ હોય છે.
આ પ્રમાણે ઉપશમના કરણનું સ્વરૂપ બતાવી હવે નિદ્ધત્તિ અને નિકાચનાકરણનું સ્વરૂપ બતાવે છે.
છે ઉપશમનાકરણ સારસંગ્રહ સમાપ્ત .