________________
ઉપશમનાકરણ સારસંગ્રહ
ઉપશમશ્રેણિ કરી શકે છે. માટે બદ્ધા, ઉપશમશ્રેણિ કરે અને ઉપશમ સમ્યક્તના કાળમાં ગમે તે ગુણઠાણે કાળ કરે તો અવશ્ય વૈમાનિક દેવમાં જ જાય છે. અને જો અબદ્ધાયુ હોય તો અંતરકરણપૂર્ણ થયા પછી–એટલે કે ઉપશમ સમ્યક્તનો કાળ પૂર્ણ થયા પછી જ પરિણામના અનુસારે ચારમાંથી ગમે તે આયુષ્ય બાંધી કાળ કરી તે તે ગતિમાં જાય છે.
એક ભવની અંદર એક વાર ઉપશમશ્રેણિ કરી બીજી વાર ક્ષપકશ્રેણિ કરી આત્મા મોક્ષમાં પણ જઈ શકે છે અને જો ક્ષપકશ્રેણિ ન કરે તો ભવની અંદર બે વાર ઉપશમલેણિ કરી શકે છે. પરંતુ બે વાર ઉપશમશ્રેણિ કર્યા પછી તે ભવમાં ક્ષપકશ્રેણિ કરી શકતો નથી. આખા ભવચક્રની અંદર ઉપશમશ્રેણિ ચાર વાર કરી શકે છે. પણ સિદ્ધાંતના મતે એક ભવની અંદર ક્ષપક અથવા ઉપશમ આ બેમાંથી ગમે તે એક જ શ્રેણિ કરી શકે છે. એટલે એક ભવમાં ઉપશમશ્રેણિ કરી હોય તો તે ભવમાં ક્ષપકશ્રેણિ ન જ કરી શકે. આ પ્રમાણે પુરુષવેદના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થનારની અપેક્ષાએ બતાવ્યું.
પરંતુ સ્ત્રીવેદે શ્રેણિ માંડનાર પ્રથમ નપુંસકવેદને ઉપશમાવે છે, અને ત્યારબાદ એક ઉદય સમય વર્જી શેષ સંપૂર્ણ સ્ત્રીવેદને પણ ઉપશમાવે છે. અને સ્ત્રીવેદના ઉદયવિચ્છેદની સાથે જ પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે. પછીના સમયે અવેદક એવો તે આત્મા હાસ્યષક અને પુરુષવેદ આ સાતે પ્રકૃતિઓને એકીસાથે ઉપશમાવે છે.
નપુંસકવેદના ઉદય શ્રેણિ માંડનાર, પ્રથમ પુરષવેદે અથવા સ્ત્રીવેદે શ્રેણિ માંડનાર જે જગ્યાએ નપુંસકવેદને ઉપશમાવે છે, ત્યાં સુધી એકલા નપુંસકવેદને ઉપશમાવવાની ક્રિયા કરે છે પરંતુ નપુંસકવેદનો અમુક ઉપશમ થયા પછી તેની સાથે જ સ્ત્રીવેદને ઉપશમાવવાની પણ શરૂઆત કરે છે અને નપુંસકવેદના ઉદયના ચરમ સમયે નપુંસક તથા સ્ત્રીવેદ બન્ને એકસાથે સંપૂર્ણ ઉપશાંત થઈ જાય છે. અને તે જ સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે. અને પછીના સમયથી અવેદક થઈ હાસ્યષર્ક અને પુરુષવેદ એ સાતે પ્રકૃતિઓને એકીસાથે ઉપશમાવે છે. ત્યારબાદ તો પ્રથમ પુરુષવેદોદયે શ્રેણિ ઉપર આરૂઢ થનાર ક્રોધાદિને જેમ ઉપશમાવે છે તેમ અહીં પણ ઉપશમાવે છે.
એમ સર્વોપશમનાનું સ્વરૂપ બતાવી હવે દેશોપશમનાનું સ્વરૂપ કહે છે.