________________
૭૬૨
પંચસંગ્રહ-૨
ત્યાં પ્રથમ સમયે કરાયેલ જે અનંતી કિઠ્ઠિઓ છે તેમાં સર્વથી અલ્પ રસવાળી જે કિટ્ટિ છે તેને પ્રથમ સ્થાપન કરી તે પછી ચડતા ચડતા અધિક રસવાળી પ્રથમ સમયે કરાયેલી બધી કિઠ્ઠિઓને અનુક્રમે સ્થાપન કરીએ તો પ્રથમ કિટ્રિમાં સર્વથી અલ્પ રસ હોય છે. તેથી બીજી કિટ્રિમાં અનંતગુણ, તે થકી ત્રીજી કિટ્રિમાં અનંતગુણ એમ પૂર્વ-પૂર્વની કિટ્ટિની અપેક્ષાએ પછી પછીની કિટિમાં અનંતગુણ રસ હોય છે.
તે જ પ્રથમ સમયે કરાયેલી અનંતી કિટ્ટિઓમાંની જે સર્વાલ્પ રસવાળી પ્રથમ કિટ્ટિ છે. તેમાં તે જ પ્રથમ સમયે કરાયેલ અન્ય કિઓિના દલિકની અપેક્ષાએ ઘણા દલિક હોય છે, અને અનંતગુણ અધિક રસવાળી પછી પછીની કિટ્રિમાં વિશેષ હીન-હીન દલિક હોય છે.
એમ બીજા-ત્રીજા યાવત્ કિકિરણોદ્ધાના ચરમસમય સુધી કરાયેલ કોઈપણ એક સમયની કિઠ્ઠિઓમાં રસ અને દલિકોનું અલ્પબદુત્વ હોય છે. કારણ કે તથાસ્વભાવે જ અલ્પ અલ્પ રસવાળી કિષ્ટિઓમાં દલિકો ઘણાં ઘણાં, અને ઘણા ઘણા રસવાળી કિક્રિઓમાં દલિકો અલ્પ અલ્પ હોય છે.
હવે પ્રથમ સમયે કરાયેલ કિઠ્ઠિઓમાંની જે કિટ્ટિ સર્વથી અલ્પ રસવાળી છે તે પણ બીજા સમયે કરાયેલ કિઠ્ઠિઓમાંની સર્વથી અધિક રસવાળી કિટ્ટિની અપેક્ષાએ અનંતગુણ અધિક રસવાળી છે. અને બીજા સમયે કરાયેલ કિઠ્ઠિઓમાંની જે કિટ્ટિ સર્વથી અલ્પ રસવાળી છે તે પણ ત્રીજા સમયે કરાયેલ સર્વથી અધિક રસવાળી કિટ્ટિની અપેક્ષાએ પણ અનંતગુણ રસવાળી છે. એમ પૂર્વ-પૂર્વના સમયમાં કરાયેલ કિટ્ટિઓમાંની જે કિટ્ટિ સર્વથી અલ્પ રસવાળી છે તે પણ પછી-પછીના સમયે કરાયેલ સર્વથી અધિક રસવાળી કિટ્ટિની અપેક્ષાએ અનંતગુણ રસવાળી હોય છે.
પ્રથમ સમયે કરાયેલ કિટ્ટિઓમાંની જે કિટ્ટિ સર્વથી અભ્યરસ અને ઘણા પ્રદેશોવાળી છે, તેના દલિકની અપેક્ષાએ પણ બીજા સમયે કરાયેલ કિઠ્ઠિઓમાં જે સર્વથી ઘણા રસ અને અલ્પ પ્રદેશવાળી છે તે પણ અસંખ્યાતગુણ દલિતવાળી છે. તેની અપેક્ષાએ ત્રીજા સમયે કરાયેલ કિઠ્ઠિઓમાં જે કિ િસર્વથી ઘણા રસ અને અલ્પ દલિકવાળી છે તે પણ અસંખ્યાતગુણ દલિકવાળી છે. તેની અપેક્ષાએ ચોથે સમયે કરાયેલ કિઠ્ઠિઓમાં જે કિષ્ટિ સર્વથી અધિક રસ અને અલ્પ પ્રદેશવાળી છે તે પણ અસંખ્યાતગુણ પ્રદેશવાળી છે. એમ ચરમ સમય સુધી સમજવું.
| કિટ્ટિકરણાદ્ધાના ઘણા સંખ્યાતા ભાગ જાય ત્યારે સંજવલન લોભની સ્થિતિબંધ અંતર્મુહૂર્ત પ્રમાણ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયકર્મનો દિવસ પૃથક્ત અને શેષ ત્રણ કર્મનો ઘણાં હજારો વર્ષ પ્રમાણ થાય છે. અને તે પણ હીન-હીન થતાં કિટ્ટિકરણાદ્ધાના ચરમસમયે એટલે કે નવમા ગુણસ્થાનકના ચરમસમયે હમણાં બતાવેલ અંતર્મુહૂર્તની અપેક્ષાએ સંજવલન લોભનો ઘણાં નાનાં અંતર્મુહૂર્તપ્રમાણ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો એક અહોરાત્રપ્રમાણ અને શેષ ત્રણ કર્મનો કંઈક ન્યૂન બે વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. અને ત્યારપછીના સમયે જીવ દશમાં ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે.
જે સમયે દેશમાં ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે તે સમયે લોભ વેદનાદ્ધારૂપ સંજવલન