________________
૫૦
પંચસંગ્રહ-૨
તે જ હકીકત કહે છે–
इय एयविहाणेणं छव्विहवुड्डी उ ठाणेसु ॥३४॥
इति एतद्विधानेन षड्विधवृद्धिस्तु स्थानेषु ॥३४॥ અર્થ–ઉપર કહેલાં પ્રકાર વડે અનંતભાગ, અસંખ્યયભાગ, સંખ્યયભાગ, સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ, અને અનંતગુણ રૂપ એ પ્રકારની વૃદ્ધિ શરીરસ્થાનોમાં થાય છે. પહેલું સ્થાન જે રીતે કહ્યું તે પ્રમાણે બીજાં અસંખ્યાતાં ષસ્થાનો થાય છે અને અસંખ્યલોકાકાશ પ્રદેશપ્રમાણ શરીરસ્થાનો થાય છે. ૩૪. તે જ બાબત કહે છે –
अस्संखलोगतुल्ला अणंतगुणरसजुया य इय ठाणा । સંવંતિ સ્થ મન્ન અંગુનમાયો માંનો રૂકા . असंख्यलोकतुल्यान्यनन्तगुणरसयुक्तानि चेति स्थानानि ।
कण्डकमित्यत्र भण्यते अङ्गुलभागोऽसंख्येयः ॥३५॥ અર્થ–આ પ્રમાણે અનન્તગુણસ્નેહવાળાં અસંખ્યાતા લોકાકાશ પ્રદેશપ્રમાણ શરીરસ્થાનો થાય છે. અહીં કંડક એ અંગુલના અસંખ્યાતમા ભાગની સંખ્યાને કહેવાય છે.'
ટીકાનુ–અનન્તગુણ સ્નેહયુક્ત સ્થાનો સઘળાં મળીને પણ અસંખ્ય લોકાકાશ પ્રદેશપ્રમાણ થાય છે. ચ શબ્દ નહિ કહેલ વસ્તુનો સમુચ્ચય કરતો હોવાથી અસંખ્યયગુણ સ્નેહાશિવાળાં પણ દરેક સ્થાનો અસંખ્ય લોકાકાશ પ્રદેશપ્રમાણે થાય છે એમ સમજવું. અહીં સ્થાનના વિચારમાં અંગુલના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય તે સંખ્યાને કંડક નામ આપેલ છે. એટલે કે તેટલી સંખ્યાની કંડક સંજ્ઞા છે.
હવે તે તે બંધનને યોગ્ય શરીરના પરમાણુઓનું અલ્પબહત્વ કહે છે–ઔદારિક ઔદારિક બંધનયોગ્ય પગલો અલ્પ છે, તેનાથી ઔદારિક તૈજસ બંધન યોગ્ય પગલો અનંતગુણ છે, તેથી ઔદારિક કાર્પણ બંધનયોગ્ય પુદ્ગલો અનન્તગુણ છે, તેનાથી ઔદારિક તૈજસ કાર્પણ બંધનયોગ્ય પુદ્ગલ અનંતગુણ છે.
વૈક્રિય વૈક્રિય બંધન યોગ્ય પુદ્ગલો અલ્પ છે, તે કરતાં વૈક્રિય તૈજસ બંધનયોગ્ય પુગલો અનન્તગુણ છે, તેથી વૈક્રિય કાર્પણ બંધનયોગ્ય પુદ્ગલો અનન્તગુણ છે, તે કરતાં વૈક્રિય તૈજસ કાર્મણ બંધનયોગ્ય પુદ્ગલો અનંતગુણ છે.
આહારક આહારક બંધનયોગ્ય પગલો અલ્પ છે, તે કરતાં આહારક તૈજસ બંધનયોગ્ય પુદ્ગલો અનંતગુણ છે, તેનાથી આહારક કાર્પણ બંધન યોગ્ય પુદ્ગલો અનન્તગુણ છે, તે કરતાં આહારક તૈજસ કર્મણ બંધનયોગ્ય પુદ્ગલો અનંતગુણ છે, તેથી તૈજસ તૈજસ બંધનયોગ્ય પુદ્ગલો અનન્તગુણ છે, તેનાથી તૈજસ કાર્પણ બંધન યોગ્ય પુદ્ગલો અનંતગુણ છે અને તેનાથી કાર્પણ કાર્પણ બંધનયોગ્ય પુગલો અનંતગુણ છે. એ પ્રમાણે નામપ્રત્યયસ્પદ્ધકનું