SearchBrowseAboutContactDonate
Page Preview
Page 789
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૦ પંચસંગ્રહ-૨ માયાને ઉપશમાવવાની શરૂઆત કરે છે, અને સંજ્વલન માયાની પ્રથમ સ્થિતિ સમય ન્યૂન ત્રણ આવલિકા રહે ત્યારે સંજ્વલન માયા અપતદ્ગહ થવાથી અન્ય પ્રકૃતિનાં દલિકો તેમાં સંક્રમતાં નથી પરંતુ લોભમાં જ સંક્રમે છે. તેમજ સંજ્વલન માયાની પ્રથમ સ્થિતિ બે આવલિકા બાકી રહે ત્યારે આગાલ બંધ પડે છે, અને એક આવલિકા બાકી રહે ત્યારે સંજ્વલન માયાના બંધ-ઉદયઉદીરણા એકીસાથે વિચ્છેદ થાય છે, અને તે જ સમયે અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય માયાનો સંપૂર્ણ ઉપશમ થઈ જાય છે. પરંતુ સંજ્વલન માયાનું પ્રથમ સ્થિતિમાં એક આવલિકા અને દ્વિતીય સ્થિતિમાં સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ દલિક અનુપશાંત હોય છે. અને તે અનુપશાંત દલિકને પણ તે સમયથી સમયોન બે આવલિકા કાળમાં ઉપશમાવે છે. સંજ્વલન માયાના બંધવિચ્છેદ સમયે સંજ્વલન માયા અને લોભનો એક માસ પ્રમાણ અને શેષ કર્મોનો સંખ્યાત વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. માયોદયના વિચ્છેદ પછીના સમયે લોભના દ્વિતીય સ્થિતિમાં રહેલ દલિકોને આકર્ષી હવે પછી જેટલો કાળ લોભનો ઉદય રહેવાનો છે તેટલા કાળના ત્રણ ભાગ કલ્પી તેના બે ભાગ પ્રમાણ કાળમાં એટલે કે નવમા ગુણસ્થાનકના કાળથી એક આલિકા અધિક કાળ પ્રમાણ અંતરકરણરૂપ ખાલી જગ્યામાં દલિકો લાવી પ્રથમ સમયથી અસંખ્યાત ગુણાકારે ગોઠવી પ્રથમ સ્થિતિ બનાવી તેનો ઉદય શરૂ કરે છે. તેમ જ સંજ્વલન માયાના બંધવિચ્છેદ પછીના સમયે અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન એ ત્રણે લોભને ઉપશમાવવાની શરૂઆત કરે છે. તેમજ સંજ્વલન લોભની પ્રથમ સ્થિતિ સમયન્યૂન ત્રણ આવલિકા બાકી રહે ત્યારે સંજ્વલન લોભ અપતગ્રહ થવાથી બંને લોભને સ્વસ્થાને જ ઉપશમાવે છે પરંતુ પતગ્રહના અભાવે સંક્રમાવતો નથી, અને નવમા ગુણસ્થાનકના ચરમસમયે અપ્રત્યાખ્યાનીય તેમજ પ્રત્યાખ્યાનીય લોભ સંપૂર્ણ ઉપશમ થઈ જાય છે. જે સમયે સંજ્વલન લોભનો ઉદય થાય છે તે સમયથી લોભના ઉદયકાળના ત્રણ વિભાગ કરે છે, અને તેમાંથી પ્રથમ બે ભાગમાં દલિકો ગોઠવે છે. એ વાત ઉપર બતાવવામાં આવેલ છે. તેમાં લોભ વેદવાના પહેલા ભાગનું અશ્વકર્ણક૨ણાદ્ધા, બીજા ભાગનું કિટ્ટિકરણાદ્વા અને ત્રીજા ભાગનું નામ કિટ્વિવેદનાદ્ધા છે. ત્યાં સંખ્યાતા સ્થિતિઘાત પ્રમાણ અશ્વકર્ણકરણાદ્વા કાળમાં દ્વિતીય સ્થિતિમાં રહેલ સંજ્વલન લોભના દલિકોના દરેક સમયે અપૂર્વ સ્પર્ધકો કરે છે. એટલે કે—અનાદિ સંસારમાં બંધ દ્વારા કોઈવાર સંજ્વલન લોભનાં ન કર્યાં હોય તેવાં હમણાં બધ્યમાન લોભના રસ સ્પર્ધકોની સમાન સત્તાગત દલિકોના રસ સ્પર્ધ્વકોમાંથી કેટલાયે નવાં રસ સ્પર્ધ્વકો બનાવે છે, એટલે કે ચડતા ચડતા રસાણુઓનો ક્રમ તોડ્યા વિના સત્તાગત રસ સ્પર્ધ્વકોને અનંતગુણ હીન રસવાળા કરી નવાં રસ સ્પર્ધકો બનાવે છે. અને તે જ અપૂર્વ સ્પÁકો કહેવાય છે. ત્યારબાદ લોભ વેદવાના બીજા ભાગમાં પ્રવેશ કરે છે અને તે જ કિટ્ટિકરણાદ્વાનો કાળ છે. તે કિટ્ટિકરણાદ્વાના પ્રથમ સમયે સંજ્વલન લોભનો સ્થિતિબંધ દિવસ પૃથક્ક્સ અને શેષ કર્મોને વર્ષ પૃથક્ક્સ પ્રમાણ થાય છે. કિટ્ટિકરણાદ્ધાના પ્રથમ સમયથી ચરમ સમય સુધી દરેક દ્વિતીય સ્થિતિમાં રહેલ સંજ્વલન
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy