________________
૭૫૬
પંચસંગ્રહ-૨
સંજ્વલન માયા અને લોભમાં થાય પરંતુ પુરુષવેદ અને સંજવલન ક્રોધમાં ન થાય, સંજવલન માયાનો સંક્રમ સંવલન લોભમાં થાય પરંતુ પુરુષવેદ તેમજ સંજ્વલન ક્રોધ તથા માનમાં ન થાય તેથી સંજ્વલન લોભનો કોઈમાં સંક્રમ ન થાય, અર્થાત્ સંક્રમનો જ અભાવ થાય.
(૫) હવેથી મોહનીયકર્મનો નવો નવો સ્થિતિબંધ પૂર્વ-પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ સંખ્યાતગુણ હીન-હીન અર્થાત્ સંખ્યાતમા ભાગ પ્રમાણ થાય.
(૬) શેષ કર્મોનો નવો નવો સ્થિતિબંધ પૂર્વ-પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ અસંખ્યાતગુણ હીન-હીન અર્થાત્ અસંખ્યાતમા ભાગ પ્રમાણ થાય.
(૭) દ્વિતીય સ્થિતિગત નપુંસક વેદનાં દલિકોને ઉપશમાવવાની શરૂઆત થાય.
ત્યાં પૂર્વ પૂર્વના સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્યાતગુણ ઉપશમાવે છે. અને જે જે સમયે જેટલું જેટલું દલિક ઉપશમાવે છે તેની અપેક્ષાએ અસંખ્યાતગુણ પરપ્રકૃતિઓમાં સંક્રમાવે છે, એમ નપુંસકવેદ ઉપશમાવવાના દ્વિચરમ સમય સુધી સમજવું, પરંતુ ચરમ સમયે તો જે અન્ય પ્રકૃતિમાં સંક્રમે છે, તેના કરતાં અસંખ્યાતગુણ ઉપશમાવે છે.
અહીં વેદ્યમાન સઘળાં કર્મોની ઉપરની સ્થિતિઓમાંથી ઘણાં દલિકો ઉતારી ગુણશ્રેણિમાં ગોઠવેલ હોવાથી અને ગુણશ્રેણિની ઉપરની સ્થિતિઓમાં દલિતો અલ્પ હોવાથી ઉદીરણાથી થોડાં દલિકો ઉદયમાં આવે છે. અને તેની અપેક્ષાએ સ્વાભાવિક રીતે ઉદયમાં આવતાં દલિકો અસંખ્યાતગુણ હોય છે.
આ રીતે નપુંસકવેદનો ઉપશમ થયા બાદ હજારો સ્થિતિઘાત પ્રમાણ કાળમાં એ જ ક્રમે સ્ત્રીવેદનો ઉપશમ કરે છે, પરંતુ સ્ત્રીવેદની ઉપશમન ક્રિયાના કાળનો સંખ્યાતમી ભાગ ગયા પછી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અને અંતરાય આ ત્રણ ઘાતી કર્મનો સ્થિતિબંધ સંખ્યાત વર્ષ પ્રમાણ કરે છે. ત્યારબાદ આ ત્રણે કર્મનો નવો નવો સ્થિતિબંધ પૂર્વ-પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ સંખ્યાતગુણ હીન-હીન એટલે કે સંખ્યાતમા ભાગ પ્રમાણ કરે છે. અને હમણાં સુધી કેવલજ્ઞાનાવરણ વિના ચાર જ્ઞાનાવરણ અને કેવલદર્શનાવરણ વિના ત્રણ દર્શનાવરણ આ સાત પ્રકૃતિઓનો જઘન્ય દ્રિસ્થાનિક રસ બંધાતો હતો પરંતુ તેના બદલે જે સમયથી જ્ઞાનાવરણ વગેરે ત્રણ કર્મનો સંખ્યાત વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે તે સમયથી એકસ્થાનિક રસબંધ થાય છે. ત્યાર પછી હજારો સ્થિતિઘાત વ્યતીત થયે છતે સંપૂર્ણપણે સ્ત્રીવેદ ઉપશમી જાય છે. સ્ત્રીવેદનો ઉપશમ થયા પછી તુરત જ હાસ્યષક અને પુરુષવેદ આ સાત પ્રકૃતિઓની નપુંસકવેદની જેમ એકીસાથે ઉપશમન ક્રિયા શરૂ કરે છે.
આ સાત પ્રકૃતિઓની ઉપશમન ક્રિયાના કાળનો એક સંખ્યાતમો ભાગ ગયા પછી નામ અને ગોત્ર આ બે કર્મનો સ્થિતિબંધ સંખ્યાતવર્ષ પ્રમાણ થાય છે અને તે વખતે વેદનીય કર્મનો સ્થિતિબંધ અસંખ્યાતવર્ષ પ્રમાણ થાય છે. પણ તે વેદનીયકર્મનો અસંખ્યાત વર્ષ પ્રમાણ છેલ્લો સ્થિતિબંધ પૂર્ણ થયા પછી સર્વ કર્મનો સ્થિતિબંધ સંખ્યાત વર્ષ પ્રમાણ થાય છે.
હવે પછી પૂર્વ-પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ દરેક કર્મનો નવો નવો સ્થિતિબંધ સંખ્યાતગુણ હીન-હીન અર્થાત્ સંખ્યાતમા ભાગ પ્રમાણ થાય છે. ત્યાર બાદ હજારો સ્થિતિઘાત