________________
પંચસંગ્રહ-૨
૭૪૬
પ્રમાણ દર્શનત્રિકની સ્થિતિસત્તા રહે છે.
ત્યારપછી દર્શનત્રિકની જેટલી સ્થિતિસત્તા છે તેના સંખ્યાતા ભાગ કરી એક સંખ્યાતમો ભાગ બાકી રાખી શેષ સંખ્યાતમાભાગોનો નાશ કરે છે. પુનઃ બાકી રહેલ સંખ્યાતમાભાગના સંખ્યાતા ભાગો કરી એક સંખ્યાતમો ભાગ રાખી શેષ સઘળા સંખ્યાતા ભાગોનો નાશ કરે છે. એમ બાકી રહેલ સંખ્યાતમા ભાગના હજારો વાર સંખ્યાતા-સંખ્યાતા ભાગો કરી એક એક સંખ્યાતમો ભાગ રાખી શેષ સઘળા સંખ્યાતા ભાગોનો નાશ કરે છે.
એ પ્રમાણે હજારો સ્થિતિઘાત ગયા પછી મિથ્યાત્વમોહનીયની જે સ્થિતિસત્તા છે તેની અસંખ્યાતા ભાગ કરી તેમાંથી એક અસંખ્યાતમો ભાગ રાખી શેષ સઘળા અસંખ્યાતા ભાગોનો નાશ કરે છે. પુનઃ શેષ રહેલ એક અસંખ્યાતમા ભાગના અસંખ્યાત ભાગ કરી એક અસંખ્યાતમો ભાગ રાખી શેષ સઘળા અસંખ્યાતા ભાગોનો નાશ કરે છે. એ પ્રમાણે શેષ રહેલ મિથ્યાત્વના એક એક અસંખ્યાતમા ભાગના અસંખ્યાતા-અસંખ્યાતાભાગો કરી એક-એક અસંખ્યાતમો ભાગ બાકી રાખી શેષ બધા અસંખ્યાત ભાગોનો નાશ કરે છે. એ રીતે ઘણા સ્થિતિઘાતો થવાથી મિથ્યાત્વની સ્થિતિ માત્ર એક ઉદયાવલિકા પ્રમાણ રહે છે, અને શેષ સઘળી નાશ થઈ જાય છે.
જે સમયથી સત્તાગત મિથ્યાત્વની સ્થિતિના અસંખ્યાતમો ભાગો કરી એક અસંખ્યાતમો ભાગ રાખી અસંખ્યાતા-અસંખ્યાતા ભાગોનો નાશ કરવાની શરૂઆત કરી છે તે સમયથી મિશ્ર અને સમ્યક્ત્વમોહનીયના સત્તાગત સ્થિતિના સંખ્યાતા ભાગ કરી એક એક સંખ્યાતમો ભાગ રાખી શેષ સઘળા સંખ્યાતાભાગોનો નાશ કરે છે. એમ મિશ્ર તથા સમ્યક્ત્વમોહનીયના પણ ઘણા સ્થિતિઘાતો વ્યતીત થાય છે અને જ્યારે મિથ્યાત્વની સ્થિતિ ઉદયાવલિકા પ્રમાણ રહે છે ત્યારે મિશ્ર તથા સમ્યક્ત્વમોહનીયની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસત્તા રહે છે.
દ્વિચરમ સ્થિતિખંડ સુધી સ્થિતિઘાતથી ઉતારેલ મિથ્યાત્વનાં દલિકોને નીચે સ્વમાં અને મિશ્ર તેમજ સમ્યક્ત્વમાં તથા મિશ્રમોહનીયના સ્થિતિઘાતથી ઉતારેલ ઇલિકોને સ્વમાં અને સમ્યક્ત્વમાં નાખે છે તેમજ ચરમ સ્થિતિઘાતથી ઉતારેલ મિથ્યાત્વનાં દલિકોને મિશ્ર તથા સમ્યક્ત્વ મોહનીયમાં અને મિશ્રમોહનીયનાં દલિકોને સમ્યક્ત્વમોહનીયમાં નાખે છે. તેમજ સમ્યક્ત્વ મોહનીયનાં દલિકોને પોતાના ઉદયસમયથી ગુણશ્રેણિના ક્રમે ગોઠવે છે.
મિથ્યાત્વની ઉદયાવલિકાને સ્તિબુકસંક્રમથી સમ્યક્ત્વમોહનીયમાં સંક્રમાવી ભોગવી મિથ્યાત્વની સ્થિતિનો સંપૂર્ણ નાશ કરે છે.
જે સમયે મિથ્યાત્વમોહનીય માત્ર ઉદયાવલિકા જેટલી સ્થિતિ રહે છે, તે સમયથી સત્તાગત મિશ્ર અને સમ્યક્ત્વમોહનીયની સ્થિતિના અસંખ્યાતા ભાગો કરી એક અસંખ્યાતમો ભાગ રાખી શેષ સઘળા અસંખ્યાતા ભાગોનો નાશ કરે છે. બાકી રહેલ એક અસંખ્યાતમા ભાગના પુનઃ અસંખ્યાતા ભાગો કરી એક અસંખ્યાતમો ભાગ રાખી શેષ સઘળા અસંખ્યાત ભાગોનો નાશ કરે છે. એમ બાકી રહેલ અસંખ્યાતમા ભાગના વારંવાર અસંખ્યાતા ભાગો કરી એક એક અસંખ્યાતમો ભાગ રાખી શેષ અસંખ્યાતા ભાગોનો નાશ કરી-કરી ઘણા સ્થિતિઘાતો