________________
'૭૩૨
પંચસંગ્રહ-૨ સહિત ચાર અર્થાધિકારો હોય છે એમ સમજાય છે.
સમ્યક્વોત્પાદ અધિકાર ચારે ગતિમાં રહેલ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય ઉપશમ, ઉપદેશશ્રવણ અને ઉપશમન ક્રિયાને યોગ્ય ઉત્કૃશ્યોગ આ ત્રણ લબ્ધિયુક્ત જીવો યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણ કરી ઉપશમ સમ્યક્ત પામી શકે છે. પરંતુ કરણકાળની પહેલાં પણ અંતર્મુહૂર્ત કાળ પર્યત આ યોગ્યતાઓ હોય છે.
(૧) ગ્રંથિદેશ પાસે આવેલ અભવ્યની વિશુદ્ધિથી પણ ઉત્તરોત્તર પ્રતિસમયે અનંતગુણ વર્ધમાન વિશુદ્ધિ હોય છે.
(૨) આયુષ્ય વિના સાત-કર્મની અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિસત્તા અને અશુભ પ્રકૃતિઓના સત્તાગત ચતુઃસ્થાનક રસને દ્વિસ્થાનક તેમજ શુભપ્રકૃતિઓના કિસ્થાનક સત્તાગત રસને ચતુઃસ્થાનિક કરે છે એમ કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગાથા પાંચમાં તથા તેની ચૂર્ણિ અને બન્ને ટીકામાં કહેલ છે પરંતુ આ મૂળગ્રંથમાં અને એની ટીકાઓમાં શુભપ્રકૃતિઓના સત્તાગત રસને અનંતગુણ અધિક અને અશુભપ્રકૃતિઓના રસને અનંતગુણહીન કરે છે એમ સામાન્યથી જ બતાવેલ છે છતાં અર્થ સમાન હોય તેમ લાગે છે.
(૩) મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનમાંથી કોઈપણ એક સાકારોપયોગમાં વર્તતા અને જઘન્ય પરિણામે તેજોલેશ્યા, મધ્યમ પરિણામે પાલેશ્યા, તેમજ ઉત્કૃષ્ટ પરિણામે શુક્લલશ્યામાં વર્તતા હોય છે.
(૪) સ્વભૂમિકાનુસાર જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ યોગે બધ્યમાન પ્રકૃતિઓનો સ્વભૂમિકાનુસાર ક્રમશઃ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કરે છે.
(૫) જો સમ્યક્ત પ્રાપ્ત કરનાર મનુષ્યો અથવા તિર્યંચો હોય તો સુડતાળીસ ધ્રુવબંધી પ્રકૃતિઓ અને સાતવેદનીય, હાસ્ય-રતિ, પુરુષવેદ, ઉચ્ચ ગોત્ર આ પાંચ તેમજ દેવદ્રિક, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિયદ્રિક, પ્રથમસંસ્થાન, શુભવિહાયોગતિ, ઉચ્છવાસ, પરાઘાત અને ત્રણદશક આ ઓગણીસ નામકર્મની એમ કુલ પરાવર્તમાન ચોવીસ પ્રકૃતિઓને બાંધે છે. પણ જો દેવો અને નારકો હોય તો ધ્રુવબંધી સુડતાળીસ, સાતાવેદનીય, હાસ્ય-રતિ, પુરુષવેદ, ઉચ્ચ ગોત્ર, આ પાંચ તેમજ મનુષ્યદ્ધિક, પંચેન્દ્રિય જાતિ, ઔદારિકદ્રિક, પ્રથમસંઘયણ, પ્રથમ સંસ્થાન, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ અને ત્રસદશક આ વીસ નામકર્મની એમ કુલ પરાવર્તમાન પચીસ પ્રકૃતિઓ બાંધે છે. પરંતુ સમ્યક્ત પ્રાપ્ત કરનાર જો સાતમી નરક પૃથ્વીના નારકો હોય તો તેઓ મિથ્યાત્વ અવસ્થામાં મનુષ્યદ્ધિક અને ઉચ્ચ ગોત્રનો બંધ જ કરતા ન હોવાથી મનુષ્યદ્ધિક અને ઉચ્ચ ગોત્રના બદલે તિર્યંચદ્ધિક અને નીચ ગોત્ર સહિત પચીસ અથવા ઉદ્યોતનો બંધ કરે તો છવ્વીસ પરાવર્તમાન પ્રકૃતિઓ બાંધે છે.
આયુષ્ય ઘોલના અર્થાત્ ચડતા-ઊતરતા પરિણામે બંધાય છે. પરંતુ અહીં એકધારા ચડતા પરિણામ હોવાથી આયુષ્યની કોઈપણ પ્રકૃતિ બાંધતા નથી.