________________
પંચસંગ્રહ-૨
થાય છે. ત્યારબાદ બે સમયનૂન બે આવલિકા કાળે અવેદી તે આત્મા હાસ્યષક અને પુરુષવેદનો એક સાથે નાશ કરે છે.
જ્યારે સ્ત્રીવેદ ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય ત્યારે પહેલાં નપુંસકવેદનો નાશ કરે. ત્યારબાદ સ્ત્રીવેદનો ક્ષય કરે. અને સ્ત્રીવેદના ક્ષય સમયે જ પુરુષવેદનો બંધવિચ્છેદ થાય. ત્યારબાદ અવેદી તે આત્મા હાસ્યષર્ક અને પુરુષવેદનો એક સાથે નાશ કરે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન વદે શ્રેણિ આરંભનાર આશ્રયી પ્રકૃતિના ક્ષયનો ક્રમ છે.
હવે પછી પુરુષવેદે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થનાર આશ્રયીને શું થાય છે, તે કહે છે – પુરુષવેદનો જે સમયે બંધ અને ઉદય વિચ્છેદ થાય છે તે પછીના સમયથી આત્મા સંજવલન ક્રોધને નાશ કરવાનો મુખ્યપણે પ્રયત્ન કરે છે. પુરુષવેદનો ઉદયવિચ્છેદ જે સમયે થાય છે તે પછીના સમયથી આરંભી નવમા ગુણસ્થાનકના જે સમય સુધી સંજવલન ક્રોધનો ઉદય-રસોદય રહેવાનો હોય છે, તેટલા કાળને ત્રણ ભાગમાં વહેંચી નાખે છે. ત્રણ ભાગમાં વહેંચવાનું કારણ જુદા જુદા કાળમાં જુદી જુદી ક્રિયા થાય છે, તે છે. પહેલા ભાગમાં અપૂર્વ સ્પર્ધક થવાની ક્રિયા થાય છે. બીજા ભાગમાં કિઓિ થવાની ક્રિયા થાય છે, અને ત્રીજા ભાગમાં કરેલી કિઠ્ઠિઓને વેદવાની ક્રિયા થાય છે. આ ત્રણેના અનુક્રમે આ નામો છે–૧. અશ્વકર્ણકરણાદ્ધા, ૨. કિકિરણોદ્ધા, ૩. કિટિવેદનાદ્ધા.
અદ્ધાનો અર્થ કાળ છે, જે કાળમાં અપૂર્વસ્પર્ધ્વક થવાની ક્રિયા થાય છે, તેને અશ્વકર્ણકરણોદ્ધા, જે કાળમાં કિઠ્ઠિઓ થવાની ક્રિયા થાય છે તેને કિટ્ટિકરણાદ્ધા, અને જે કાળમાં કરેલી કિઠ્ઠિઓનો અનુભવ કરવાની ક્રિયા થાય છે, તેને કિટ્ટિવેદનાદ્ધ કહેવામાં આવે છે. અપૂર્વસ્પદ્ધક અને કિટિઓનું સ્વરૂપ ઉપશમના કરણમાં કહેવાઈ ગયું છે, એટલે તે ત્યાંથી જોઈ લેવું.
અપૂર્વસ્પદ્ધક ક્રિયા કાળમાં વર્તમાન આત્મા અંતરકરણ ઉપરની બીજી સ્થિતિમાં સંજવલન ક્રોધ, માન, માયા અને લોભ એ ચારેનાં પ્રતિસમય અનંતસંખ્યા પ્રમાણ અપૂર્વસ્પદ્ધકો કરે છે. તથા આ જ કાળમાં સમયોન બે આવલિકા જેટલા કાળમાં બંધાયેલું પુરુષવેદનું જે દલિક સત્તામાં રહેલું હતું તેને તેટલા જ કાળે ગુણસંક્રમ વડે ક્રોધમાં સંક્રમાવતાં ચરસમયે સર્વસંક્રમ વડે સંક્રમાવી નાશ કરે છે. આ પ્રમાણે પુરુષવેદની સત્તાનો નાશ થયો.
૧. અન્ય વેદે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થનાર પણ આ ક્રમે જ સંજવલન ક્રોધાદિનો નાશ કરે છે. ૨. કાળની આ ગણના બંધવિચ્છેદ સમયની અપેક્ષાએ છે.
૩. પુરુષવેદનો જે સમયે બંધવિચ્છેદ થાય છે, તે સમયે સમયગૂન બે આવલિકા કાળમાં બંધાયેલુંઅસત્કલ્પનાએ સાત સમયમાં બંધાયેલું જ સત્તામાં બાકી રહે છે, શેષ સર્વ દળનો નાશ થઈ જાય છે. અવેદીના પ્રથમ સમયે છ સમયમાં બંધાયેલું, બીજા સમયે પાંચ સમયમાં બંધાયેલું, ત્રીજા સમયે ચાર સમયમાં બંધાયેલું, ચોથા સમયે ત્રણ સમયમાં બંધાયેલું. પાંચમા સમયે બે સમયમાં બંધાયેલું, અને અવેદીના છઠ્ઠા સમયે માત્ર એક સમયમાં બંધાયેલું એટલે કે બંધવિચ્છેદ સમયમાં જ બંધાયેલું બાકી રહે છે, ત્યાર પછીના સમયે કંઈ સત્તામાં જ રહેતું નથી.