SearchBrowseAboutContactDonate
Page Preview
Page 751
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષપકશ્રેણિનું સ્વરૂપ ઉપશમનાકરણમાં મોહનીયકર્મની સર્વોપશમનાનું સ્વરૂપ કહેવાના પ્રસંગે ઉપશમશ્રેણિનું સવિસ્તર સ્વરૂપ કહ્યું છે, અવશિષ્ટ ક્ષપકશ્રેણિનું સ્વરૂપ આ. શ્રીમલયગિરિજી મહારાજ કૃત છઠ્ઠા કર્મગ્રંથની ટીકાને અનુસરીને અહીં ઉતારવામાં આવ્યું છે. તેમાં પણ અનંતાનુબંધિની વિસંયોજના અને દર્શનત્રિકની ક્ષપણાનું સ્વરૂપ ઉપશમના કરણમાં વિસ્તારપૂર્વક કહેવામાં આવ્યું છે, એટલે તે અહીં નહિ ઉતારતાં માત્ર ચારિત્રમોહનીયની ક્ષપણાનું સ્વરૂપ જ ઉતારવામાં આવ્યું છે. ચારિત્રમોહનીયનો ક્ષય કરવા માટે પ્રયત્ન કરતો આત્મા યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ, અને અનિવૃત્તિકરણ એમ ત્રણ કરણ કરે છે. એ ત્રણે કરણનું સ્વરૂપ ઉપશમનાકરણમાં કહેલા ત્રણ કરણના સ્વરૂપને અનુસરી અહીં પણ કહેવાનું છે. માત્ર અહીં યથાપ્રવૃત્તકરણ અપ્રમત્તગુણસ્થાનકે, અપૂર્વકરણ અપૂર્વકરણ ગુણસ્થાનકે, અને અનિવૃત્તિકરણ અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે સમજવું. એટલે કે અહીં એ ત્રણે ગુણસ્થાનકો જ ત્રણ કરણરૂપે જાણવાં. અપૂર્વકરણ ગુણસ્થાનકે સ્થિતિઘાતાદિ વડે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એ આઠ કષાયને તેવી રીતે ક્ષય કરે છે કે જેની સ્થિતિ અનિવૃત્તિકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયે પલ્યોપમના અસંખ્યાતમા ભાગપ્રમાણ રહે છે. અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ જાય ત્યારે સ્થાનર્જિંત્રિક, નરકદ્ધિક, તિર્યગ્વિક, એકેન્દ્રિય, બેઇન્દ્રિય તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જાતિ, સ્થાવર, આતપ, ઉદ્યોત, સૂક્ષ્મ અને સાધારણ. ઉદ્વલના સંક્રમ વડે ઉવેલાતી. આ સોળ પ્રકૃતિઓની પલ્યોપમના અસંખ્યાતમા ભાગપ્રમાણ સ્થિતિ થાય. અને તેનો બધ્યમાન પ્રકૃતિઓમાં પ્રતિસમય ગુણસંક્રમ વડે સંક્રમાવતાં સંપૂર્ણપણે ક્ષય થાય. જો કે અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાનાવરણ કષાયાષ્ટકનો ક્ષય કરવાનો આરંભ પહેલાં જ કર્યો હતો, પરંતુ હજી સુધી તેનો ક્ષય કર્યો નથી. વચમાં જ પૂર્વોક્ત સોળ પ્રકૃતિઓનો ક્ષય કર્યો. ત્યારબાદ અંતર્મુહૂર્તકાળે કષાયાષ્ટકનો પણ ક્ષય કરે છે. ૧. ક્ષપકશ્રેણિમાં અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે આઠ કષાય, થીણદ્વિત્રિકાદિ સોળ હાસ્યષક, ત્રણ વેદ અને સંજ્વલનત્રિક એ છત્રીસ પ્રકૃતિઓનો સર્વથા નાશ કરે છે, યથાયોગ્ય રીતે અબધ્યમાન પ્રકૃતિઓમાં અપૂર્વકરણના પ્રથમ સમયથી જ ઉદ્દલનાનુવિદ્ધ ગુણસંક્રમ પ્રવર્તે છે. ગુણસંક્રમ વડે ૫૨માં અસંખ્ય-અસંખ્ય ગુણાકારે સંક્રમાવે છે, અને ઉદ્ગલના સંક્રમ વડે સ્વમાં નીચે ઉતારે છે. ઉદ્ગલના સંક્રમ જે પ્રકૃતિને સર્વથા નાશ કરવો હોય ત્યાં પ્રવર્તે છે. અહીં એટલું ધ્યાનમાં રાખવું કે જે જે પ્રકૃતિનો પહેલાં ક્ષય થાય તેમાં ક્ષય કરવાની મુખ્ય ક્રિયા પ્રવર્તે છે, અન્ય ઉપ૨ ગૌણ પ્રવર્તે છે. અહીં અપૂર્વકરણે પ્રથમ આઠ કષાયોનો ક્ષય કરવા માટે મુખ્યપણે ક્રિયા શરૂ કરી અને તેની સ્થિતિ નવમાના પ્રથમ સમયે પલ્યોપમના અસંખ્યાતમાભાગ પ્રમાણ રાખી; આઠમાથી સોળ પ્રકૃતિનો પણ નાશ કરતો જ હતો પરંતુ નવમાના પ્રથમ સમયે તેની વધારે સ્થિતિ હતી. કારણ કે તેમાં ગૌણ ક્રિયા પ્રવર્તતી હતી. નવમાના પ્રથમ સમયથી પહેલાં સોળ પ્રકૃતિનો ક્ષય થાય છે, માટે આઠ કષાયના ક્ષયની ક્રિયા ગૌણ કરી સોળ પ્રકૃતિઓનો ક્ષય કરવાની ક્રિયા મુખ્યપણે કરી, અને તેનો નાશ કર્યો. ત્યારબાદ પલ્યોપમના અસંખ્યાત ભાગ પ્રમાણ જે આઠ કષાયની સ્થિતિ રહી હતી, તેનો નાશ કર્યો. આ પ્રમાણે અહીં ક્ષય કરવા યોગ્ય અન્ય પ્રકૃતિઓ માટે પણ સમજવું. સર્વથા નાશ પામતી જે પ્રકૃતિઓમાં એકલો ગુણસંક્રમ જ્યારે પ્રવર્તે ત્યારે તે તે પ્રકૃતિનો માત્ર છેલ્લો એક ખંડ રહ્યો છે તેમ સમજવું.
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy