________________
૭૧૮
પંચસંગ્રહ-૨
स्थितेरुत्कृष्टा उपशमना संक्रमेण तुल्या ।।
इतराऽपि किंतु अभव्योद्वलकापूर्वकरणेषु ॥१००॥ અર્થ–સ્થિતિની ઉત્કૃષ્ટ દેશોપશમના ઉત્કૃષ્ટ સંક્રમ તુલ્ય છે. જઘન્ય દેશોપશમના પણ જઘન્ય સંક્રમ તુલ્ય છે, પરંતુ તે અભવ્ય યોગ્ય જઘન્ય સ્થિતિમાં વર્તતા એકેન્દ્રિયને ઉદ્વલકને અથવા અપૂર્વકરણવર્તી જીવને થાય છે.
ટીકાનુ–મૂળ પ્રકૃતિવિષયક અને ઉત્તરપ્રકૃતિવિષયક એમ સ્થિતિદેશોપશમના બે પ્રકારે છે. વળી તે દરેક ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ બે બે ભેદે છે. તેની અંદર મૂળ અથવા ઉત્તરપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિદેશોપશમના સંક્રમી સમાન છે. એટલે કે વધારેમાં વધારે જેટલી સ્થિતિનો સંક્રમ થાય છે તેટલી સ્થિતિની દેશોપશમના પણ થઈ શકે છે. તથા જે સંક્રમણકરણમાં ઉત્કૃષ્ટસ્થિતિસંક્રમના સ્વામી બતાવ્યા છે, અને જે રીતે ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના વિષયમાં સાદિ આદિ ભાંગાઓનો વિચાર કર્યો છે તે જ રીતે ઉત્કૃષ્ટદેશોપશમનાના સંબંધમાં પણ સમજવાનું છે. એટલે કે દરેક રીતે ઉત્કૃષ્ટદેશોપશમના ઉત્કૃષ્ટ સંક્રમણની સમાન છે.
ઇતર-જઘન્યસ્થિતિશોપશમના પણ જઘન્યસ્થિતિસંક્રમના સરખી છે. પરંતુ તે અભવ્યપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિમાં વર્તતા એકેન્દ્રિયને સમજવી. કારણ કે પ્રાયઃ સઘળાં કર્મની અતિ જઘન્યસ્થિતિ તેને જ હોય છે. પરંતુ ઉદ્વલના યોગ્ય ત્રેવીસ પ્રકૃતિઓની જે આત્મા તે પ્રકૃતિઓનો ઉલક છે તે આત્મા તે પ્રકૃતિઓની ઉદ્ધલના કરતાં છેલ્લો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિખંડ શેષ રહે ત્યારે જઘન્ય સ્થિતિ દેશોપશમના કરે છે. તેની અંદર આહારકસપ્તક, સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયની ઉદ્ધલના એકેન્દ્રિયાદિ સઘળા જીવો પણ કરે છે. અને શેષ ચૌદ પ્રકૃતિઓનો ઉલક એકેન્દ્રિય જ છે. એટલે તેની જઘન્ય સ્થિતિ દેશોપશમના તે જ કરે છે. તેમાં પણ આહારકસપ્તકની ઉઠ્ઠલના ચાર ગુણઠાણા સુધી થઈ શકે છે માટે ત્યાં સુધીના જીવો તેની જઘન્ય સ્થિતિદેશોપશમનાના સ્વામી છે.) તથા જે પ્રકૃતિની મિથ્યાત્વીને જઘન્ય સ્થિતિદેશોપશમના થઈ શકતી નથી તે તીર્થકર નામકર્મની અપૂર્વકરણે જઘન્ય સ્થિતિ દેશોપશમના થાય છે. ૧૦૦
આ ગાથામાં રસ અને દેશની દેશોપશમના કહે છે–
अणुभाग पएसाणं सुभाण जा पुव्व मिच्छ इयराणं । उक्नोसियरं अभविय एगेंदि देससमणाए ॥१०१॥ अनुभागप्रदेशयोः शुभानां यावदपूर्वः मिथ्यादृष्टिरितरासां ।
उत्कृष्टेतराया अभव्यैकेन्द्रियः देशोपशमनायाः ॥१०१॥
અર્થ–રસ અને પ્રદેશની દેશોપશમના સંક્રમ તુલ્ય છે. પરંતુ શુભ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ અને પ્રદેશની દેશોપશમના અપૂર્વકરણે થાય છે, ઇતરની મિથ્યાત્વીને થાય છે. અને જઘન્ય દેશોપશમના અભવ્ય યોગ્ય જઘન્ય સ્થિતિમાં વર્તતા એકેન્દ્રિયને થાય છે.