________________
૭૧૬
પંચસંગ્રહ-૨
નથી. ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન જેણે પ્રાપ્ત કર્યું નથી તેઓ આશ્રયી અનાદિ, અભવ્યો તે સ્થાન પ્રાપ્ત જ નહિ કરે માટે તેઓ આશ્રયી અનંત, અને ભવ્યો તે સ્થાનનો સ્પર્શ કરશે ત્યારે દેશોપશમનાનો અંત થશે માટે તેઓ આશ્રયી સાંત. આ પ્રમાણે મૂળ કર્મોની દેશોપશમનામાં ચાર ભાંગી વિચાર્યા. હવે અનાદિસત્તાવાળી ઉત્તરપ્રવૃતિઓમાં એ જ ચાર ભાંગાનો વિચાર કરે છે–
વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, મનુષ્યદ્ધિક, દેવદ્ધિક નરકદ્ધિક, સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય અને ઉચ્ચ ગોત્રરૂપ ઉઠ્ઠલનયોગ્ય ત્રેવીસ પ્રકૃતિ તથા તીર્થંકરનામ અને ચાર આયુ એમ અઠ્યાવીસ વર્જીને શેષ એકસો ત્રીસ પ્રવૃતિઓ અનાદિસત્તાવાળી છે. તેની અંદર મિથ્યાત્વ અને અનંતાનુબંધિની દેશોપશમના પોતપોતાના અપૂર્વકરણથી આગળ ન થાય અને શેષ સઘળી પ્રકૃતિઓની અપૂર્વકરણ ગુણસ્થાનકથી આગળ ન થાય. તે સ્થાનથી પડે ત્યારે થાય માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત નથી કર્યું તેઓ આશ્રયી અનાદિ, અભવ્યની અપેક્ષાએ અનંત અને ભવ્યોની અપેક્ષાએ સાંત. અને જે ઉપરોક્ત અઠ્યાવીસ અધુવ સત્તાવાળી પ્રકૃતિઓ છે તેઓની દેશોપશમના તેઓ અધુવસત્તાવાળી હોવાથી સાદિ અને સાંત એમ બે ભાંગે છે. ૯૮ હવે પ્રકૃતિસ્થાનોની સાદ્યાદિ પ્રરૂપણા કરે છે–
गोयाउयाण दोण्हं चउत्थ छट्ठाण होइ छ सत्तण्हं । साइयमाइ चउद्धा सेसाणं एगठाणस्स ॥१९॥ गोत्रायुषोढ़े चतुर्थषष्ठयोर्भवन्ति षट् सप्त ।
साद्यादिचतुर्द्धा शेषाणां एकस्थानम् ॥१९॥ અર્થ– ગોત્ર અને આયુનાં બે સ્થાન, ચોથા મોહનીયનાં છ સ્થાન અને છઠ્ઠા નામકર્મના સાત સ્થાન છે. તે સઘળાં સ્થાનો સાદિ આદિ ચાર ભેદે છે. શેષ કર્મોનું એક એક સ્થાન છે.
ટીકાનુ–સ્થાન એટલે સત્તામાં રહેલ એક કે ઘણી જેટલી પ્રકૃતિઓની એક સાથે દેશોપશમના થઈ શકતી હોય તેનો સમુદાય. ગોત્રકર્મની દેશોપશમના આશ્રયી બે પ્રકૃતિસ્થાનો છે. ૧. બે, ૨. એક–જ્યાં સુધી ઉચ્ચ ગોત્રની ઉધલના કરી હોતી નથી ત્યાં સુધી ગોત્રની બંને પ્રકૃતિઓ સત્તામાં હોય છે. માટે બે પ્રકૃતિઓનું પહેલું પ્રકૃતિસ્થાન, અને ઉચ્ચર્ગોત્ર ઉવેલે ત્યારે એક નીચ ગોત્રની સત્તા હોય છે માટે તે એક પ્રકૃતિનું બીજું પ્રકૃતિસ્થાન.
આયુકર્મનાં પણ બે પ્રકૃતિસ્થાન છે ઃ ૧. બે પ્રકૃતિરૂપ, ૨. એક પ્રકૃતિરૂપ. જ્યાં સુધી પરભવાય બાંધ્યું નથી ત્યાં સુધી ભોગવાતા એક જ આયુની સત્તા છે માટે એક પ્રકૃતિનું પહેલું, અને જ્યારે પરભવાયુ બાંધે ત્યારે બે પ્રકૃતિનું બીજું પ્રકૃતિસ્થાન થાય છે. આ પ્રમાણે ગોત્રના બે અને આયુના બે એમ ચારે સ્થાનોની દેશોપશમના એ ચારે સ્થાનો અદ્ભવ હોવાથી સાદિ અને સાંત એમ બે ભેદે છે.
ચોથા મોહનીયકર્મનાં દેશોપશમનાને યોગ્ય છ પ્રકૃતિસ્થાનો છે, અને તે આ–એકવીસ ચોવીસ, પચીસ, છવ્વીસ, સત્તાવીસ અને અઠ્યાવીસ પ્રકૃતિઓના સમૂહરૂપ. શેષ તેર, બાર