SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ ૧૯૯ તે કિટ્ટિ કહેવાય છે. પહેલે સમયે રસસ્પર્ધકગત વર્ગણાના અનંતમા ભાગે કિટ્ટિઓ થાય છે. ટીકાનુ—પૂર્વસ્પર્ધકો અને અપૂર્વસ્પર્ધ્વકોમાંથી વર્ગણાઓને ગ્રહણ કરીને અપૂર્વ વિશુદ્ધિ દ્વારા અપૂર્વસ્પર્ધક કરતી વખતે જે રસ ઓછો કર્યા હતો તે કરતાં પણ અનંતગુણ હીન રસ કરીને ચડતા ચડતા રસાણનો ક્રમ તોડી નાખવો અને વર્ગણા-વર્ગણાઓની વચ્ચે મોટું અંતર કરી નાખવું તે કિટ્ટિ કહેવાય છે. જેમ કે જે વર્ગણામાં અસત્કલ્પનાએ એકસો એક, એકસો બે, એકસો ત્રણ રસાણુઓ હતા તેઓનો રસ ઓછો કરીને અનુક્રમે પાંચ, પંદર અને પચીસ ૨સાણુઓ રાખવા તે કિટ્ટિ કહેવાય છે. આ રીતે કિક્રિઓ કરતી વખતે અપૂર્વસ્પર્ધ્વકના કાળમાં જે રસ ઓછો થયો હતો તે કરતાં પણ અનંતગુણહીન રસ થાય છે. અને વર્ગણા, વર્ગણા વચ્ચે મોટું અંતર પડે છે. અપૂર્વસ્પર્ધકોમાં એક રસાણુ અધિક, બે રસાણૢ અધિક એમ ચડતા ચડતા રસાણવાળી વર્ગણાઓ મળી શકે છે તેથી પૂર્વની જેમ તેના સ્પર્ધકો પણ થઈ શકે છે, પરંતુ કિટ્ટિઓ થાય છે ત્યારે તે ક્રમ રહેતો નથી. કિટ્ટિકરણાદ્ધાના પ્રથમ સમયે અનંતી કિટ્ટિઓ કરે છે અને તે કિટિઓ એક સ્પÁકમાં રહેલી અનંતી વર્ગણાના અનંતમા ભાગે હોય છે. અહીં શંકા કરે છે કે તે કિટ્ટિઓ સર્વજઘન્ય રસસ્પર્ધ્વકના રસ સરખી કરે છે કે તે કરતાં પણ હીન રસવાળી કરે છે ? તેના ઉત્તરમાં કહે છે કે સર્વજઘન્ય રસસ્પÁકમાં જેટલો રસ છે તે કરતાં પણ હીન રસવાળી કરે છે. ૭૬ ઉપરની જ હકીકત આ ગાથામાં દર્શાવે છે— सव्वजहन्नगफड्डुगअणंतगुणहाणिया उ ता रसओ पइसमयमसंखंसो आइमसमया उ जावन्तो ॥७७॥ सर्वजघन्यस्पर्द्धकादनन्तगुणहानिकास्तु ताः रसतः । प्रतिसमयमसंख्येयांशानादिमसमयात्तु यावदन्तः ॥७७॥ અર્થ—તે કિટ્ટિઓને રસ આશ્રયી સર્વજઘન્ય રસ સ્પર્ધ્વકથી અનંતગુણ હીન રસવાળી કરે છે. પહેલા સમય કરતાં દરેક સમયે અસંખ્યાતમા ભાગ પ્રમાણ કિટ્ટિઓ થાય છે, એમ કિટ્ટિકરણાદ્વાના ચરમસમય પર્યંત કરે છે. ટીકાનુ—સત્તામાં ઓછામાં ઓછા રસવાળું જે રસસ્પર્ધ્વક છે તે કરતાં પણ રસને આશ્રયીને તે કિટ્ટિઓ અનંતગુણ હીન રસવાળી કરે છે. એટલે કે સત્તામાં રહેલા ઓછામાં ઓછા રસવાળા સ્પર્ધકમાં જે રસ છે તે કરતાં પણ કિટ્ટિઓમાં અનંતમા ભાગપ્રમાણ રસ રાખે છે. તે કિટ્ટિઓ કિક્રિકરણાદ્ધાના પ્રથમ સમયથી આરંભી પૂર્વ-પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે અસંખ્યાતમા-અસંખ્યાતમા ભાગે કરે છે. એટલે કે કિટ્ટિકરણાાના પ્રથમ સમયે એક રસસ્પર્ધકમાં જેટલી વર્ગણા હોય છે તેના અનંતમા ભાગપ્રમાણ કિટ્ટિઓ કરે છે, બીજા સમયે તે કરતાં અસંખ્યયગુણ હીન કિટ્ટિઓ કરે છે, તે કરતાં ત્રીજા સમયે અસંખ્યેય ગુણહીન કિટ્ટિઓ કરે છે. આ પ્રમાણે કિટ્ટિકરણાદ્ધાના ચરમસમય પર્યંત કિટ્ટિઓ કરે છે. તાત્પર્ય એ કે પહેલા સમયે વધારે કિટ્ટિઓ કરે છે અને પછી પછીના સમયે પૂર્વ-પૂર્વ કરતાં અસંખ્યાતમા અસંખ્યાતમા
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy